SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પુરૂષ જેટલું બળ, ૧ બળદનું હોય છે. ૧૦ બળદ જેટલું બળ ૧ ઘોડાનું હોય છે. ૧૨ ઘોડા જેટલું બળ. ૧ પાડાનું હોય છે. ૫૦૦ પાડા જેટલું બળ ૧ હાથીનું હોય છે. ૫૦૦ હાથી જેટલું બળા ૧ સિંહનું હોય છે. ૨૦૦૦ સિંહ જેટલું બળ ૧ અષ્ટાપદનું હોય છે. ૧૦ લાખ અષ્ટાપદ જેટલું બળ ૧ બળદેવનું હોય છે. ૨ બળદેવ જેટલું બળ ૧ વાસુદેવનું હોય છે. ૨ વાસુદેવ જેટલું બળ ૧ ચક્રવર્તીનું હોય છે. ૧ કોટી ચક્રવર્તી જેટલું બળ ૧ દેવતાનું હોય છે. ૧ કોટી દેવ જેટલું બળ ૧ ઇંદ્રનું હોય છે. અનંત ઇંદ્ર જેટલું બળ ૧ તીર્થંકર મહારાજની ટચલી આંગળીના અગ્રભાગમાં હોય છે. સર્વે જિનેશ્વરો, અનંત બળવાળા હોય છે. સર્વે જિનેશ્વરો, અનંત જ્ઞાનદર્શનવાળા હોય છે. સર્વે સુરેંદ્રોને વંદન કરવા લાયક હોય છે. એવી રીતે પાંચ ગાથાને વિષે તીર્થંકરાદિકનું વર્ણન કરેલ છે. કલ્પસૂત્રબાલાવબોધે, નેમિનાથાધિકારે, અંતરવાચનામાં કહેલ છે. જિનેશ્વર ભગવાનની વાણી શ્રી અરિહંત ભગવંત અનંતજ્ઞાની, કેવળજ્ઞાનભાસ્કર, કુમતઅંધકાર વિનાશક, અમૃતસમ લોચન, પરોપકારી અશરણશરણ, ભવભયહરણ, તરણતારણ, ષકાયરક્ષક, ચોસઠ ઇંદ્ર પૂજિત, ભવ્ય જીવના ભવસમુદ્રતારક, અઢાર દૂષણ રહિત, આઠ મહાપ્રતિહાર્ય શોભિત, ચોટીશ અતિશય , પાંત્રીશ વાણીગુણભૂષિત, ત્રણ લોકના નિષ્કારણ બંધવ, જગજીવસમૂહના હિતાવહ, અનંતજ્ઞાનમય, અનંતદર્શનમય, અનંતચારિત્રમય, અનંતલાભમય, અનંતભોગમય, અનંતઉપભોગમય, અનંતબલમય, અનંતવીર્યમય, અનંતતેજોમય, અનંત અગુરુલઘુમય, અનંતસ્વસ્વરૂપ, આનંદમય, અનંભાવચારિત્રમય, અખંડ, અરૂપી, અશરીરી, અભ્યાસી, અણાહારી, અલેશી, અનુપાધિ, અરાગી, અદ્વેષી, અક્રોધી, અમાની, અમારી, અલોભી, અમોહી, અજોગી, અભોગી, અભેદી, અવેદી, અલેશી, અનંદ્રિ, અસંસારી, અવ્યાબાધ, અગુરુલઘુ, અપરિણામી, મિથ્યાત્વરહિત, કષાયરહિત, જોગરહિત, ભોગરહિત, સિદ્વસ્વરૂપી, સ્વસ્વભાવનો કર્તા, પરભાવનો અભોક્તા, ત્રિજગવંદન, સકલરિતનિકંદન, પૂર્ણાનંદન, ભવભયભંજન, જગતઆનંદન, પરમ પુરુષોત્તમ, ત્રિકાળ જ્ઞાનિ, સકળ પદાર્થ નિત્ય અનિત્યપણે પ્રકાશક, લોકાલોકજ્ઞાયક, સકળ કર્મમળ ક્ષય કરી મુક્તિપદને પામેલા, ત્રિશલાનંદન ભગવાન મહાવીર મહારાજાનું શાસન પાંચમા આરામાં વર્તમાનકાળે ચાલે છે તેનું નામ લેતાં પરમ માંગલિકને વરે, ઉત્કૃષ્ટતાથી મોક્ષસુખ પામે, એવા સાચા દેવ તીર્થકર ત્રિભુવન ઉપકારી, પરમેશ્વર જિનરાજ વીતરાગ સંસારતારક, ભવભયવારક, ત્રિજગવાત્સલ્ય કરનાર, જગજીવજંતુરક્ષક એવા ઉત્તમોત્તમ પ્રભુજી છે, તે ત્રિલોકી નાથની વાણી, અમૃતસમાન આત્માને મહાશીતલતા કરનારી છે તથા ઇહલોકને વિષે ધર્મના રાગી ભવ્યપ્રાણીને મોક્ષ આપનારી છે. પૂર્વે પુન્ય કર્યા હોય ત્યારે જ એ પ્રભુજીની વાણી શ્રવણ કરી શકાય છે, અન્યથા તીર્થંકરની વાણી સાંભળવી દુર્લભ છે માટે હે મહાનુભાવો ! બે ઘડી સમતા ધારણ કરી, પ્રમાદ છોડી, ચાર પ્રકારની વિકથા છોડી, અનાદિકાળથી ધર્મના લૂંટારા અને મહાશત્રુ એવા તેર કાઠીઆને Page 45 of 51
SR No.009186
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages51
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy