Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 49
________________ (૫૧) જેમ ધાર વિનાની તરવાર શોભતી નથી. (૫૨) જેમ પ્રતિજ્ઞા વિનાનો પુરુષ શોભતો નથી. (૫૩) જેમ લા વિનાની કુલવધુ શોભતી નથી. (૫૪) જેમ વૃક્ષ વિનાની વાડ શોભતી નથી. (૫૫) જેમ દાન વિનાનું ધન શોભતું નથી. (૫૬) જેમ સ્વામી વિનાનો દેશ શોભતો નથી. (૫૭) જેમ ગંધ વિનાનું ફ્લ શોભતું નથી. (૫૮) જેમ નેત્ર વિનાનું મુખ શોભતું નથી. (૫૯) જેમ મીઠા વિનાની રસવતી શોભતી નથી. (૬૦) જેમ સત્ય વિનાની સરસ્વતી (વાણી) શોભતી નથી. (૬૧) જેમ રૂપ વિનાનું શરીર શોભતું નથી. (૬૨) જેમ ગુણ વિનાનો માણસ શોભતો નથી. (૬૩) જેમ દેવ વિનાનું મંદિર શોભતું નથી. (૬૪) તેમ દેવગુરુધર્મના આરાધન વિના પુન્યહીન માણસ શોભતો નથી. તીર્થકરના જન્માદિ કલ્યાણક વખતે સાતે નારકે કેટલું અજવાળું થાય ? પહેલી નરકે સૂર્ય સરખો ઉધોત. બીજી તરકે સાભસૂર્ય સમાન તેજ. ત્રીજી નરકે પૂર્ણિમાના ચન્દ્ર સમાન ઉધોત. ચોથી નરકે સાભચન્દ્ર સમાન તેજ. પાંચમી નરકે શુબૃહસ્પતિ ઇત્યાદિ ગ્રહના સરખું તેજ હોય. છઠ્ઠી નરકે નક્ષત્ર સરખુ તેજ. સાતમી નરકે તારા સરખું તેજ હોય. નમસ્કાર મંત્ર સિદ્ધિ પૃ. ૧૪૫ નમસ્કાર મહામંત્રની સાધના કરનારમાં કેવા ગુણો હોવા જોઇએ તેનું વર્ણન પંચ પરમેષ્ઠિ ધ્યાન માલામાં કરેલું છે. (૧) શાંત - સમતા, (૨) દાત - ઇન્દ્રિયોને જીતનાર, (૩) ખાંત – ક્ષમા. સાચા સાધકમાં દયા, નમ્રતા, પ્રાર્થના, સમતા અને શાંત સ્વભાવ એટલા લક્ષણો અવશ્ય હોવા જોઇએ. (૧) શાંત, (૨) દાંત, (૩) ગુણવાન દયા, પરોપકાર વગેરે. (૪) સંત પુરૂષોની સેવા, (૫) વિષય કષાયનું વારણ કરનાર, (૬) જ્ઞાન દર્શનનો આરાધક સુવિચારી, (૭) સ્યાદવાદ રૂપી રસથી રંગાયેલો, (૮) સમતાનો રસ તેમાં હંસની માફ્ટ ઝીલવું એટલે તરવું કે તેમાં નિમગ્ન રહેવું, (૯) શુભ પરિણામના નિમિત્તથી અશુભ સઘળા કર્મને છોલે આવા જીવો પરમેષ્ઠિપદ સાધનાનાં કારણને પહોંચી શકે. પંચપરમેષ્ઠિ સાધનાનો મૂળહેતુ ભવ ભ્રમણની ભીતિમાંથી રક્ષણ મેળવવાનો છે. રક્ષણ ત્યારેજ મલે કે જન્મ મરણની શૃંખલાનો સદાને માટે અંત આવી જાય. સુકર મલધારિતં સુકર દુરૂપં તપઃ | સુમરોડક્ષ નિરોધ% દુષ્કરમ્ ચિત્ત નિરોધનમ્ | શરીર વિભૂષાનો ત્યાગ કરી મેલા રહેવું લું છે. અન્ન જલના ભાગ રૂપ તપ કરવો સહેલો છે. ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એ પણ સહેલો છે પણ મનની વૃત્તિઓને જ્યાં ત્યાં રખડતી રોકવી એ કામ ઘણું દુષ્કર છે. શમાર્થ સર્વશાસ્ત્રાણિ વિહિતાનિ મનીષિભિઃ | તસ્માત સ સર્વ શાસ્ત્રજ્ઞો યસ્ય શાંત મનઃ સદા | બુદ્ધિમાન પુરૂષોએ સર્વ શાસ્ત્રોની રચના શમ એટલે શાંતિ કે સમતાના શિક્ષણ અર્થે કરેલી છે. તેથી જેનું મન સદા શાંત છે તે સર્વ શાસ્ત્રનો જ્ઞાતા છે. નમસ્કાર મહામંત્રના સાધકે સાધના દરમ્યાન અવશ્ય સત્સંગ કરવો જોઇએ અને શાસ્ત્ર સ્વાધ્યાયમાં પણ દત્તચિત્ત થવ જોઇએ. Page 49 of 51

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51