Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 20
________________ નિસરણી સમાન છે, સ્વર્ગપુરીમાં જવામાં સરલ માર્ગ સમાન છે, દુર્ગતિપુરીમાં પ્રવેશ નહિ કરવા માટે બારણાની ભોગળ સમાન છે, કર્મની ગાંઠરૂપી શિલાને ભેદવામાં વજની ધારા સમાન છે, કિંબહુના ? જિનેશ્વર મહારાજાએ પરમાત્માની શ્રેષ્ઠ પૂજા, ભવ્ય જીવોને, એક કલ્યાણના ઘર-સ્થાન સમાન કહેલ છે. "पुष्पात्पूज्यपदं जलाद्धिमलतासभूपधूमाद्विषत् । वृन्दध्वं सविधिस्तमोपहननं दीपाद् धृतात् स्निग्धता ।। क्षेमं चाक्षतपात्रत: सूरभितावासात्फलाद्रुपता । GUાં પૂનમMઘા નિતેરોવિત્યRaj pભમ્ IIશા” ભાવાર્થ - જિનેશ્વર મહારાજની પુષ્પોવડે પૂજા કરવાથી પૂજ્યપદ પ્રાપ્ત થાય છે, જળ વડે પૂજા કરવાથી નિર્મલતા પ્રાપ્ત થાય છે. શ્રેષ્ઠ ધૂપવડે પૂજા કરવાથી શત્રવૃંદનો ધ્વંસ કરનાર થાય છે, સ્નિગ્ધ ઘીના દીપકથી દીપક પૂજા કરવાથી પાપરૂપી અંધકારનો નાશ થાય છે, અક્ષત વડે પૂજા કરવાથી કલ્યાણમંગળ કરનાર થાય છે, વાસક્ષેપ વડે પૂજવાથી સુગંધી દેહવાળો થાય છે, ફળવડે પૂજવાથી શ્રેષ્ઠ રૂપવાળો થાય છે. એ પ્રકારે શાસ્ત્રકાર મહારાજાએ પૂજાના જુદા જુદા ક્કો કહેલા છે. વળી સત્તર ભેદી પૂજા, તથા એકવીશ પ્રકારી પૂજા પણ કહેલી છે. શાસ્ત્રકાર કહે છે કે કોટી સાગરોપમનું આયુષ્ય કદાપિ હોય, સમગ્ર વરૂપદાર્થના વિષયોનું યથાર્થજ્ઞાન હોય, કોટી જીતવા હોય, તો પણ પર્વ દિવસોમાં પૂજાના ફ્લને વર્ણવવામાં હું સમર્થ નથી. જો શીઘ્રતાથી મુક્તિ મેળવવી હોય, તો હે મહાનુભાવો ! પરમાત્માનું પૂજન કરવામાં આદરવાળા થાઓ. દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા જેમ ચિંતામણિ રત્ન મલ્યા પછી વિધિ સહિત તેનું પૂજન કરવાથી સફ્ટ થાય છે, તેમ પરમાત્માનું વિધિ સહિત પૂજન કરવાથી મુક્તિ આપનાર થાય છે. પૂજા બે પ્રકારની છે; (૧) દ્રવ્ય પૂજા અને (૨) ભાવ પૂજા (૧) દ્રવ્ય પૂજા વિરતા વિરત, શીયલ સત્કાર, દાનાદિકનું આચરણ વિગેરે શ્રાવકને કહેલ છે, કષ્ટ, ચારિત્ર અનુષ્ઠાન, ઘોર, ઉગ્ર વિહાર, તપાદિકના આચરણરૂપ, ભાવપૂજા, સાધુને કહેલ છે, દ્રવ્યપૂજા, જિન પૂજન કરવારૂપ છે, ભાવપૂજા સ્તુતિ સ્તવનાદિક કરવારૂપ છે, દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજા વિશેષે કરી પ્રશસ્ત કહેલ ચે. જેમ કોઇ માણસ હજારો, લાખો સ્થંભવડે કરી સુશોભિત સુવર્ણના તલવાળું અને સુવર્ણના પગથિયાવાળું સુવર્ણમય જિનેશ્વર મહારાજનું મંદિર કરાવી મહાન પુન્ય બાંધે છે, તેમના કરતાં પણ તપ સંયમ ક્રિયા અનુષ્ઠાન અધિક કહેલ હોવાથી દ્રવ્યપૂજા કરતા ભાવપૂજા વિશેષ ફળ આપે છે, નરેંદ્રોએ, દેવોએ, દેવેન્દ્રોએ પૂજેલા જિનચૈત્યોની, (રાગાદિકને જીતનારા હોવાથી જિન કહેવાય છે.) તેનાં ચેત્યો, એટલે ચિત્તને પ્રમોદ કરનાર જિનપ્રતિમાઓની ગંધ, ધૂપ, પુષ્પ વિગેરે દ્રવ્યો વડે પૂજન કરનાર શ્રાવક અને ચૈત્યવંદન સ્તુતિ, જિનાજ્ઞા પાલન, ઉગ્ર વિહાર, ઘોર બ્રહ્મચર્યપાલન, તપાદિક વિગેરે આચરનાર, સાધુ, ભાવપૂજનથી મિથ્યાત્વ મોહનીય કર્મને જીર્ણ કરે છે જેમ નહિ જીર્ણ થયેલું અન્ન, ભસ્મ, અર્ક, ગૂટિકા, ચૂર્ણાદિક ઔષધોના ભક્ષણ કરવાથી જીર્ણ થાય છે તેમ કર્મનું અજીર્ણ પણ જિનેશ્વર મહારાજની પૂજા કરવાથી જ જીર્ણ થાય છે. જિનમંદિર અને ઘર દેરાસરને વિષે રહેલ પ્રત્યેક પ્રતિમાજીની ભક્તિ સહિત એકાગ્રચિત્તે વેદના, સ્તવના કરવી ઐલોક્યપૂજિત, ધર્મતીર્થને પ્રગટ કરનાર, જગદ્ગુરુનું બહુમાન સાથે દ્રવ્ય ભાવથી પૂજન કરવું, તે દ્રવ્ય, ભાવ બે પ્રકારે પૂજા કહેવાય છે, શ્રાવકોને દ્રવ્ય, ભાવ, બે પ્રકારનું પૂજન, અને સાધુઓને ભાવ પૂજન, એક જ પ્રકારે હોય છે. શ્રાવક વિધિથી સ્નાનાદિકને કરી પવિત્ર થઇ, સુગંધી જળાદિકે જિનેશ્વર મહારાજને પ્રક્ષાલન કરી, ગંધકષાય વસ્ત્રથી લુંછી, શ્રેષ્ઠ-કેસર, ચંદન, પુષ્પાદિ માળા વિગેરેથી Page 20 of 51

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51