________________
જીવોએ ભવસમુદ્રને તારવાવાળા સુગુરુનું સેવન કરી ઉપરોક્ત કુગુરુઓનો ત્યાગ કરવો.
પાંચ પ્રકારના શુરૂઓ
(૧) પાસFો, (૨) ઉસન્નો, (૩) કુશીલ, (૪) સંસક્ત, અને (૫) યથાશ્કેદી એ પાંચે કુગુરુઓ કહેલ છે. (૧) પાસો
બે પ્રકારે છે. (૧) સર્વથી પાસભ્યો અને (૨) દેશથી પાસFો. તેમાં પોતાના રાગી શ્રાવકને સંભાળીને રાખે, અને સારા સાધુઓની સોબત કરતા અટકાવે, ભોળા લોકોને ભરમાવે, પોતાના અવગુણોને ઢાંકે, પારકા અવગુણને દેખે, મોક્ષમાર્ગ પૂછનારા ભવ્ય જીવોને અવળો માર્ગ બતાવે અને સારા સાધુઓની નિંદા કરે. એમ અનેક અવગુણથી ભરેલો હોય તે સર્વથી પાસત્યો કહેવાય. દેશપાસત્યો-શય્યાતરનો તથા રાજાનો પિંડ કારણ વિના ગ્રહણ કરે, તથા સન્મુખ લાવેલો આહાર લે, દેશ, નગર, કુલ વિગેરેમાં મમતાવાળો, શુદ્ધ કુળમર્યાદાને ઉત્થાપનારો, વિવાહ મહોત્સવને જોનારો, જેવા તેવા માણસોનો પિરચય કરનારો અને મહાવ્રતનો ત્યાગ કરી પ્રમાદમાં પડેલો તે દેશથી પાસત્યો કહેવાય છે. (૨) ઉસત્રો
ગળીયા બળદની જેમ મહાવ્રતાદિકના ભારને ઉપાડે તે ઓસન્નો જાણવો. તે પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે હોય છે. તેમાં રોષકાળે કારણ વિના પાટ પાટલા વાપરે, અમુક શ્રાવકના ઘરનું જ લાવેલું મારે ભોજન લેવું ઇત્યાદિ દોષયુક્ત પિંડ લેવાવાળો જ હોય છે તે સર્વથી ઓસન્નો કહેવાય છે. દેશથી તો. પ્રતિક્રમણાદિક ઠેકાણા ઓછા વધારે કરે, અને સુગુરુનું વચન જાળવે નહિ, રાજ વેઠી કામ કરનાર અને ઉપયોગ વિના કામ કરનાર એમ કરવાથી આગામી ભવે જેને ચારિત્ર મળવું મહાદુર્લભ છે તેવો અને પોતાના શિષ્યોને પણ ક્રિયામાં શિથિલ કરનાર હોય તે દેશથી ઓસન્નો કહેવાય છે. (3) કુશીલ
જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી ત્રણ પ્રકારે કુશીલ હોય છે એટલે ત્રણ રત્નોની આરાધના ન કરે તો કુશીલ જાણવો જેમકે જ્ઞાનથી કાલે વિણયે બહુમાણે ઇત્યાદિ જ્ઞાનાચારનો ભંગ કરે, દર્શનથી નિસંકિયા નિર્કખિય ઇત્યાદિ દર્શનાચારનો ભંગ કરે, ચારિત્રાથી પણિહાણ જોગજુત્તો, પંચહિસમદહિં તિહિં ગુત્તિહિં, ઇત્યાદિ ચારિત્રચારનો ભંગ કરે, શોભા માટે સ્નાન કરે, ઔષધ આપવા વૈદક વિગેરેના કામો કરે, અને પ્રશ્ન વિધાપ્રમુખના બળથી કારણ વિના પોતાને મનાવવા, પૂજાવવા નિમિત્તાદિકને કહે, તેમજ જાતિલ પ્રમુખથી આજીવિકા કરે, અને કપટનો ભંડાર સ્ત્રી પ્રમુખના અંગલક્ષણ કહે, નીચમાર્ગે મંત્રાદિકના કામ કરે-ઇત્યાદિ ચારિત્રને દૂષણ લગાડવાના કાર્યો કરવાથી ચારિત્ર કુશીલ ગણવો. (૪) સંસક્ત
જે ઠેકાણે જાય ત્યાં તેના જેવો થઇ જાય અને નાટકીયાની જેમ બહુરૂપી થઇને , શ્રી તીર્થકર મહારાજના વેષને વગોવે તે અશુભ સંક્ત કહેવાય છે. કેમકે આગમના અર્થો બે પ્રકારે છે. શુભ અને અશુભ તેમાં જો મહાવ્રતાદિ મૂળ ગુણમાં તથા પિંડવિશુદ્વિ પ્રમુખ ઉત્તરગુણમાં થતાં દોષોને નિવારનાર શુદ્ધયોગી પુરુષોની સાથે એટલે સંવેગી પુરુષોની સાથે આગમનો અર્થ મળ્યો હોય તો શુભ રીતે પરિણમ શુભ કહેવાય છે, અને તે જ આગમનો અર્થ જો પાસત્યાદિ સાથે મળ્યો હોય તો પ્રાયઃ કરી
Page 40 of 51