Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 44
________________ દેવસૂરિ મહારાજાયે ૮૪ વાદમાં જયપતાકા મેળવી, તે ધર્મના પ્રતાપે. હેમચંદ્ર મહારાજાને શ્રી સરસ્વતી દેવીને સિદ્ધ કરવાની શક્તિ તથા કુમારપાળને બોધ કરવાનું સામર્થ્ય હતું, તે સર્વ ધર્મના પ્રતાપનું જ કારણ છે. મલયગિરિ મહારાજાને તથા અભયદેવસૂરિ મહારાજાને સકલ સિદ્ધાંતની ટીકા કરવાનું સામર્થ્ય ઉત્પન્ન થયું હતું તે ધર્મના પ્રતાપે. કિંબહુના સારો દેશ, સારો વેશ, સારૂં રુપ, નિરોગી શરીર, યશમાનવૃદ્ધિ, દાનશક્તિ, ભોજનશક્તિ, રતિશક્તિ, ગીતશક્તિ વિવિધ પ્રકારની સમૃદ્ધિ વિગેરે જીવોને ધર્મના પ્રતાપે જ પ્રાપ્ત થાય છે. “યતો સત્યં તતો લક્ષ્મી, યતો લક્ષ્મીસ્તત: સુવું । યત: સુવું તતા ધર્મ:, યતો ધર્મસ્તતો નય: ||9||” ભાવાર્થ :- જ્યાં સત્ય છે ત્યાં લક્ષ્મી છે, અને જ્યાં લક્ષ્મી છે ત્યાં સુખ છે. જ્યાં અને જ્યાં ધર્મ છે ત્યાં જય છે. “આયુર્વેદ્વિર્યશોવૃદ્ધિ:, વૃદ્ધિ: પ્રજ્ઞાસુશ્રિયાન્ । ધર્મસંતાનવૃદ્વિશ્ય, ધર્માત્ સપ્તાપિવૃદ્ધય: [19]]” ભાવાર્થ :- આયુષ્યની વૃદ્ધિ ૧, યશની વૃદ્ધિ ૨, બુદ્ધિની વૃદ્ધિ ૩, સુખની વૃદ્ધિ ૪, લક્ષ્મીની વૃદ્ધિ ૫, ધર્મની વૃદ્ધિ ૬, સંતાનની વૃદ્ધિ ૭, એ સાતે વૃદ્ધિયો ધર્મથી પ્રાપ્ત થાય છે. “શાવારપ્રમવો ધર્મો, દૃળાં શ્રેયરો મહાન્ । इहलोके परा कीर्तिः परत्र परमं सुखम् ||१|| " સુખ છે ત્યાં ધર્મ છે ભાવાર્થ :- શુભ આચારથી ઉત્પન્ન થયેલો ધર્મ મનુષ્યોને મહાકલ્યાણ કરનાર થાય છે. ઇહલોકને વિષે ઉત્કૃષ્ટ કીર્તિ મળે છે અને પરલોકે પરમ સુખ પ્રાપ્ત થાય છે. “सर्वागमानामाचारः प्रथमं परिकल्पते । શાવારપ્રમવોધર્મો, ધર્મસ્ય પ્રમુદ્યુતઃ ।।શા” ભાવાર્થ :- સર્વ આગમોને વિષે મુખ્ય સારો આચાર કહેલો છે, કારણ કે સારા આચાર થકી ઉત્પન્ન થયેલ ધર્મ કદાપિ કાલે ભ્રષ્ટતા નહિ પામનાર ધર્મનો પ્રભુ છે, અર્થાત્ સદ્ભચારથી કોઇ દિવસ કોઇ માણસ ભ્રષ્ટ થતો નથી. સચાર વિનાના કરેલા તમામ કાર્યો નિરર્થક કહેલા છે. “તાવ—ન્દ્રવાં હતો ગ્રહવાં તારાવલં મૂવલં, तावत सिध्यति वांछितार्थमखिलं तावज्जनः सज्जनः । विद्याराधनमंत्रयंत्र महिमा तावत् कृतं पौरुषं, यावत् पुण्यमिदं सदा विजयते पुण्यक्षये क्षियते ||१|| ” ભાવાર્થ :- જ્યાં સુધી પ્રાણિયોને પોતાના પુન્યકર્મનો ઉદય હોય ત્યાં સુધી જ ચન્દ્રમાનું બલ હોય છે, ગ્રહબલ પણ ત્યાં સુધી જ હોય છે, તારાબલ અને ભૂમિબલ પણ ત્યાં સુધી જ હોય છે. ત્યાં સુધી જ તમામ ઇચ્છિત કાર્યો સિદ્વિભાવને પામે છે ત્યાં સુધી જ લોકો સજ્જનતા ધારણ કરે છે. વિધાનું આરાધન અને મંત્ર, યંત્રનો મહિમા તેમજ કરેલ પુરૂષાર્થ ત્યાં સુધી ફ્લીભૂત થાય છે. સદા વિજય મેળવાવે છે, પરંતુ પુણ્યના ક્ષય થવાથી ઉપરોક્ત તમામ નાશ પામે છે. a “ગૌષધ, મંત્રવાવું ઘ, નક્ષત્ર ગ્રહવેવતા । માન્યણને પ્રસીવંતિ, અમાન્યે યાન્તિ વિાિમ્ 11911” ભાવાર્થ :- ઔષધ, મંત્રજાપ, નક્ષત્ર, ગ્રહો, દેવતા, આ સર્વે ભાગ્યના સમયે પ્રસન્ન થાય છે અને અભાગ્યના ઉદયથી વિક્રિયાને પામે છે. વળી વિચારસંગ્રહને વિષે પણ કેવલજ્ઞાની મહારાજાયે કહેલું છે. Page 44 of 51

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51