Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 38
________________ ભવમાં મોક્ષગામી હોવાથી ક્રિયા તો સારી જ છે. (૪) મોર સમાન ગુરુ જેમ મોરમાં પાંચ વર્ણો સુંદર હોવાથી તેનું રૂપ સારુ છે, ઉપદેશ શબ્દ પણ સુંદર છે, મધુર છે; પણ સર્પાદિકના ભક્ષણ કરવાથી ક્રિયા સારી નથી, તેમ કેટલોક ગુરુઓમાં વેષ અને ઉપદેશ સારા છે, પણ ક્રિયા સારી નથી. મંગુ આચાર્યાદિકનું દ્રષ્ટાંત આ બાબાતમાં જાણવું. (૫) કોયલ સમાન ગુરુ કોયલમાં રૂપ સારુ નથી, વચન પંચમ સ્વર ગાવાથી મધુર છે, આંબાની શુદ્ધ માંજર ભક્ષણ રૂપ ક્રિયા પણ સારી છે, તેમ જ કેટલાયેક ગુરુઓનો વેષ સારો નથી, સરસ્વતી સાધ્વીને વાળવા ગયેલ ગર્દ ભોલ્લઉછેદી કાલિકાચાર્યના પેઠે, સિવાય ઉપદેશ ક્રિયા સારા હતા. (૬) હંસ સમાન ગુરુ હંસનું રૂપ સારું છે, ક્રિયા કમલના બીસતંતુઓને ભક્ષણ કરવાથી સારી છે, પણ ઉપદેશ (વચન) મધુર ધ્વનિ નથી, તેવા પ્રકારે કેટલાયેક ગુરૂઓમાં સાધુપણાનો વેષ સારો છે, તથા ક્રિયા પણ સારી છે, પરંતુ વચન સારૂ નથી, ઉપદેશ નથી, ગુરૂ મહારાજાએ આજ્ઞા નહી આપવાથી ધન્નાશાલિભદ્રાદિકની પેઠે ઉપદેશ આપી શકતા નથી. (૭) પોપટ સમાન ગુરુ પોપટનું રૂપ સુંદર છે, તથા સૂક્તાદીકના બોલવાથી શબ્દ પણ સારો છે, સુંદર દ્રાક્ષ દાડીમાદિકના ફ્ળો ભક્ષણ કરવાથી ક્રિયા પણ સારી છે, તેવી જ રીતે કેટલાયેક ગુરુઓના વેષ, ઉપદેશ અને ક્રિયા વિગેરે ગુણો સારા હોય છે. શ્રીમાન્ જંબુસ્વામીજી મહારાજની પેઠે. (૮) કાગડાના સમાન ગુરુ જેમ કાગડામાં રૂપ નથી, શબ્દો કઠોર હોવાથી ઉપદેશ પણ સારો નથી, બાળક, બુઢા, રોગી, જાનવરો આદિની આંખો ફોડી નાખવાથી ક્રિયા પણ સારી નથી, માંસાદિકના ભક્ષણ કરવાથી ક્રિયા સારી નથી, તેવી જ રીતે કેટલાયેક સાધુઓમાં વેષ, ઉપદેશ, ક્રિયા સારી નહી હોવાથી આ ત્રણે અશુદ્ધી હોવાથી, પાસત્યાદિક તથા પરતિર્થીયોને કાગડા સમાન ગુરુ કહેલા છે. સુસાધુ ગુણો “ગયાંવનિરાલંવો, હુઁન ઘરામંડલં વ સવ્વસહો | મેરુત્વ નિવÓપો, મંમીરો નીર નાહુવ ||9|| चंदुत्व सोमले सो, सुरुव्वफुरंत उग्गतवतेओ । सीहुव्व असंखो भो, सुसीयलो चंदणवंणं व ||२|| पवणुव्व अपडिबध्धो, भारंडविहंगमुव्वअप्पमत्तो । મુદ્ધવર્તુળ વિયારો, સાયરસલિનં ૫ સુદ્ધમળો ।।।।” ભાવાર્થ :- સુસાધુ આકાશના પેઠે આલંબન રહિત હોય છે. પૃથ્વીના પેઠે સર્વને સહન કરનાર હોય Page 38 of 51

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51