Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 36
________________ ગુરુ વિષયથી વિરક્ત હોય છે. ગુરુ ગંભીર, ધીર તથા જનહિતકારી હોય છે. ગુરુ પ્રમાદ રહિત તથા દયાળુ હોય છે. ગુરુ તત્વજ્ઞ તથા ગ્રંથ કરનારા હોય છે. ગુરુ સૌમ્ય સ્મૃતિ યુક્ત હોય છે. ગુરુ અપ્રતિશ્રાવિ તથા સર્વગુણસંપન્ન હોય છે. ક્રોધરૂપી અંધકારને નાશ કરવામાં ગુરુ સૂર્ય સમાન, માનરૂપી પર્વતને તોડી નાખવામાં વજ સમાન, માયારૂપી વેલડીને બાળવામાં હિમસમાન, લોભરૂપી સમુદ્રને શોષણ કરવામાં અગસ્તિ કષિ સમાન, સામ્યતારૂપી વેલડીને પુષ્ટ કરવામાં બગીચા સમાન, મહાવ્રતો વડે મનોહર લબ્ધિના ભંડાર, મૂર્તિમાન્ શ્રી. જૈન ધર્મ સમાન, મહાસાત્ત્વિક આત્મારામી, સંસારસાગરમાં જહાજ, શિવમાર્ગસાધક, કર્યબાધક, ભવનાથ, જગત જીવનાથ, સનાથ હોય છે. કોઇક પદ્માસનવાળા, કોઇક વજાસનવાળા, કોઇ વોરાસનવાળા, કોઇક મયૂરાસનવાળા, કોઇક ભદ્રાસનવાળા, કોઇક દંડાસનવાળા, કોઇક હંસાસનવાળા, કોઇક કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા, કોઇક શીલાંગ રથ પરાવર્તન કરનારા, કોઇક કાલ અનુષ્ઠાન ક્રિયા કરનારા, કોઇક દક્ષ મહાત્માએ બતાવેલા. ભાંગાઓને ગણવાવાળા, કોઇ સિદ્ધાંતને વાંચનારા, કોઇક પાત્રાને લેપ કરનારા, કોઇક મીનપણું ધારણ કરનારા, કોઇક સાધુઓને ભણાવનારા, કોઇક કર્મગ્રંથસ્થિત કર્મપ્રકૃતિને વિચારનારા, કોઇક સ્વાધ્યાય ધ્યાન કરનારા, કોઇક ધ્યાનમાં મસ્ત બનેલા, કોઇક સિદ્ધાંતને ભણનારા, કોઇક ભાષ્ય, કોઇક ચૂર્ણ આદિ પદોના વ્યાખ્યાન કરનારા, કોઇક પ્રશ્ન કરનારા, કોઇક ભવ્ય જીવોના સંશય છેદનારા, કોઇક પ્રકરણોને વનારા, કોઇક તીવ્ર તપને તપનારા, કોઇક કર્મશત્રુઓને જીતવા કટિબદ્ધ થએલા, એવા મુનિરાજાઓ હોય છે. “गुशब्दस्त्वंधकाराख्यो, रुशब्दस्तनिरोधक: । ૩મયો: સંમિનિqq, ગુરુરિત્યમિઘીયતે IIઝી” ભાવાર્થ - ગુ શબ્દ અંધકારવાચી છે અને રુ શબ્દ અંધકારનો નાશ કરનાર છે. આ બન્ને દત્તક મળીને ગુરુ શબ્દ કહેવાય છે. આ શબ્દમાં ઘણો ગુણ છે, કારણ કે મિથ્યાત્વ તેમજ પાપરૂપી અંધકારને જે રોકે તેજ ગુરુ કહેવાય છે. “गुरुर्विना को नहि मुक्तिदाता, गुरुर्विना को नहि मार्गगता । गुरुर्विना को नहि जाड्यहर्ता, गुरुर्विना को नहि सौख्यकर्ता ||१||" ભાવાર્થ - અનાદિ કાળથી સંસારમાં રઝળતા જીવોને પરિભ્રમણનું દુઃખ ટાળી મુક્તિ આપનાર ગુરુ વિના બીજો કોઇ નથી તથા વીતરાગ મહારાજના ઉત્તમોત્તમ માર્ગને ગુરુમુખથી જાણ્યા વિના ગરુ વિના કોઇ મુક્તિમાર્ગ પ્રત્યે ચાલનાર નથી, મિથ્યાત્વરૂપી જડતાથી જડાયેલ જીવોની જડતાને ગુરુ વિના કોઇ હરણ કરનાર નથી, અને ઇહલોક પરલોક તેમજ મુક્તિના પરમ સુખને કરનાર ગુરુ વિના આ જગતમાં કોઇ છે જ નહિ. “सर्वेषु जीवेषु दयालवो ये, ते साधवो मे गुरवो न चान्ये । પારસ્વનિરંજૂરપૂરસ્થા, પ્રાણાતિપાતન વદંતિ ઘર્મ: III” ભાવાર્થ :- જે સર્વ જીવોને વિષે દયાલુપણું ધારણ કરનારા હોય તે સાધુઓજ મારા ગુરુઓ છે, પરંતુ તે સિવાય બીજા નથી જે જીવઘાતવડે કરી ધર્મને કહે છે તે ઉદરપોષણ કરનારા પાખંડીયો છે, માટે તે ગુરૂપદને લાયક નથી. "काष्ठे च काष्ठांतरता यथास्ति, दुग्धे च दुग्धांतरता यथास्ति । Page 36 of 51

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51