Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 34
________________ છે, તેથી પાછા ફ્રતા, શક્તિ અતિશયના સંભવથી એક જ ઉત્પાતે પોતાને સ્થાને આવે છે. એ પ્રકારે જંઘાચારણ, વિદ્યાચારણનું સ્વરૂપ કહ્યું. બીજા પણ ઘણા પ્રકારના ચારણો છે. (૧) કેટલોક આકાશગામિના, પલોંઠી વાળી બેઠેલા:, કાર્યોત્સર્ગે રહેલા, પગને ચલાવ્યા વિના આકાશમાં ગમન કરે છે, તે આકાશગામી આકાશચારણા કહેવાય છે. (૨) કેટલાએક સરોવર, નદી, સમુદ્રાદિકના જળના ઉપર, ભૂમિના પેઠે પગલા સ્થાપના કરવામાં કુશળ, અને અપકાયની વિરાધના નહિ કરતા પાણી ઉપર ચાલે છે, તે જળચારણ કહેવાય છે. (૩) કેટલાએક ભૂમિના ઉપર, ચાર આંગુલ જંઘાને ધારણ કરવામાં કુશળ હોય છે, તે જંઘાચારણા કહેવાય છે. (૪) કેટલાએક નાના પ્રકારના વૃક્ષોના, ગુલ્મ, લત્તા, પુષ્પોને લેતા છતાં, અને પુષ્પોના જીવોને નહિ વિરાધતા, પુષ્પ, પાંદડાને આલંબન કરી ગમન કરનારા હોય છે, તે પુષ્પચારણા કહેવાય છે. (૫) કેટલાએક ૪00 યોજન ઊંચા નિષધ, નીલ પર્વતની ટંક છિન્ન શ્રેણિને અંગીકાર કરી, ઉપર નીચે ચડવા ઉતરવામાં, પગલા મુકવામાં નિપુણ હોય છે, તે શ્રેણિચારણા કહેવાય છે. (૬) કેટલાએક અગ્નિશિખાને ગ્રહણ કરી, અગ્નિકાયના જીવોની વિરાધના નહિ કરતા, અને પોતે પણ નહિ બળતા, પગ વિહારને વિષે નિપુણ હોય, તે અગ્નિશિખાચારણા કહેવાય છે. (૭) કેટલાએક ઊંચી તથા તિરછેં જતી ધૂમશ્રેણિને આલંબન કરી, અખ્ખલિત રીતે ગમન કરનારા હોય છે તે ધૂમચારણા કહેવાય છે. (૮) કેટલાએક નાના નાના વૃક્ષોના અંતરના મધ્ય ભાગના પ્રદેશને વિષે બંધાયેલ, મર્કટતંતુઓને વિશેષ આલંબન કરી, પગલાને ઉપાડતા-મૂક્તા, મર્કટતંતુને નહિ છેદતાં અખ્ખલિત રીતે ગમન કરનારા હોય છે તે મર્કટતંતુચારણા કહેવાય છે. (૯) કેટલાએક ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિક, અન્યતમ જ્યોતિષીના રશ્મિના સંબંધવડે કરી પૃથ્વી ઉપરના જ પેઠે ચાલવામાં પ્રવીણ હોય છે, જ્યોતિષચારણા કહેવાય છે. (૧૦) કેટલાએક પ્રતિલોમ, અનુલોમ, નાના પ્રકારની દિશાને વિષે ગમન કરતા, પવનના ચાલવાના પ્રમાણમાં, તે તે દિશા વિષે મુખ કરી, પવનના પ્રદેશને અગીકાર કરી, અખ્ખલિત ગતિવડે પગલાને મૂતા-ઉપાડતા, ગમન કરનારા હોય છે તે વાયુચરણા કહેવાય છે. (૧૧) કેટલાએક નીહારને આલંબન કરી, અપકાયના જીવોને પીડા નહિ કરતા અસંગ ગતિને કરતા ચાલનારા હોય છે, તે નીહારચારણા કહેવાય છે. (૧૨) એ પ્રકારે મેઘચારણા, વશ્યાયચારણા , íચારણા વિગેરે ઘણા પ્રકારના ચારણા હોય છે. લબ્ધિવંત મુનિમહારાજાઓ આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં ત્રણ મુનિમહારાજાઓ લબ્ધિવંત હતા, (૧) વસ્ત્રપુષ્પમિત્ર, (૨) ધૃતપુષ્પમિત્ર, (૩) દુર્બલિકાપુષ્પમિત્ર. (૧) વસ્ત્રપુષ્પમિત્ર :- દ્રવ્યથી ગરચ્છને જેટલા વસ્ત્રો જોઇએ તેટલા લાવે, ક્ષેત્રથી મથુરા નગરીના હોય, કાળથી શીતઋતુ અગર વર્ષાબદતું હોય, ભાવથી કાયાથી દુર્બલ સ્ત્રી હોય, દુ:ખી હોય, સુધાથી મરતી હોય, ઘણો કલેશ ધારણ કરી, સુતર કાંતી વણાવેલ હોય, અને કાલે સારો દિવસ છે તેથી પહેરીશ એવી ભાવનાથી રાખી મૂકેલ હોય, એવા વખતમાં ઉપરોક્ત લબ્ધિધારી સાધુ આવીને, જો વસ્ત્ર માગે, તો હર્ષથી, તુષ્ટિથી તુરત તે વસ્ત્ર આપી દે છે. Page 34 of 51

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51