Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 35
________________ (૨) ધૃતપુષ્પમિત્ર :- દ્રવ્યથી ગચ્છને જેટલું ઘી જોઇએ તેટલું લાવી આપે છે, ક્ષેત્રથી ઉજ્જયિની નગરીનું હોય, કાળથી જેઠ અશાડ માસ હોય, ભાવથી એક બ્રાહ્મણી સગર્ભા હોય, જાતિથી જ પોતાનો ભત્તર રૌરવ હોય, તેને કહે કે મારે પ્રસવ સમયે ઘી જોશે માટે ભીખ માગીને થાડું થોડું ભેગું કર, બેરીના કહેવાથી તેણે પણ દિવસે દિવસે, પળી પળી ભીખ માગી છ માસે ઘડો ભરી દઇ, તે બ્રાહ્મણીને આપ્યો હોય તે વખતે ઉપરોક્ત લબ્ધિવંત મુનિ આવીને માગે તો હર્ષથી, તુષ્ટિથી તમામ ઘી આપી દે છે. (૩) દુર્બલિકાપુષ્પમિત્ર :- નવ પૂર્વથી અધિક ભણેલા હતા, તને નિરંતર નવીન જ્ઞાન મેળવવાની ચિંતાથી અને ભણેલું પરાવર્તન ન કરે તો ભૂલી જવાની ચિંતાથી ઘણો સબળ આહાર કરવા છતાં પણ તદ્દન દુર્બલ દેખી, તેમના સગા સંબંધીયો આવીને ગુરુજીને કહેવા લાગ્યા કે, શું દુનિયામાં અન્ન નથી ? શું તમોને કોઇ અન્ન આપતું નથી કે તમોયે અમારા સગાને દુર્બલ બનાવી દીધા ? ગુરુજીએ વાત કર્યા છતાં નહિ માનવાથી કેટલાયેક દિવસ તેમના જ સગા સંબંધીએ આપેલ આહાર કરાવ્યો છતાં દુર્બલ જ રહેવાથી તેના સંસાર પક્ષના સગાસંબંધીનો વહેમ ગયો, અને સબળ આહાર કરાવ્યા છતાં પણ નવીન ભણવાની ચિંતાથી, અને જૂનું ભણેલું સંભારવાની ચિંતાથી જ તેઓ અત્યંત દુર્બલ રહે છે તેમ માન્ય કર્યું. ગુરુ –ગુણો ગુરુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના જાણકાર હોય છે. ગુરુ વ્યવહાર નિશ્ચય, ઉત્સર્ગ અપવાદ માર્ગના જાણકાર હોય છે. ગુરુ પંચમહાવ્રતાદિકનું પ્રતિપાલન કરનારા હોય છે. ગુરુ પંચ શુદ્ધ સમિતિના ધારણ કરનારા હોય છે. ગુરુ પાંચ પ્રકારના નિર્મલ આચારને પાલન કરનારા હોય છે. ગુરુ ત્રણ પ્રકારની ગુપ્તિવડે સુશોભિત હોય છે. ગુરુ સ્થિરતાને આલંબન કરનારા હોય છે. ગુરુ કપાયથી મુક્ત થયેલ હોય છે. ગુરુ રાગ દ્વેષથી રહિત હોય છે. ગુરુ નિરંતર ઉપદેશ આપવામાં રક્ત હોય છે. ગુરુ પરશાસ્ત્રના જાણકાર હોય છે. ગુરુ આદેય વચન યુક્ત હોય છે. ગુરુ એક વાર દેખેલને ફરીથી ઓવખી શકનાર હોય છે. ગુરુ સ્મરણાદિક યુક્ત હોય છે. ગુરુ પટુ પંચેંદ્રિય યુક્ત હોય છે. ગુરુ બાહ્ય સંસર્ગવર્જિત હોય છે. ગુરુ રોગ રહિત હોય છે. ગુરુ કૃતજ્ઞ વિચારશીલ હોય છે. ગુરુ મૃદુ વાણી યુક્ત પંડિત હોય છે. ગુરુ અભિગ્રહને ધારણ કરનારા હોય છે. ગુરુ ગુરુગુણ આશ્રિત હોય છે. ગુરુ સિદ્ધાંતનાં પારગામી હોય છે. ગુરુ બુદ્ધિ-વૃદ્ધિ સમન્વિત હોય છે. ગુરુ સર્વ કદાગ્રહ મુક્ત હોય છે. Page 35 of 51

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51