Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 32
________________ પ્રમાણ વડે કરી અધિક અને હીન બિંબો હોય, જેના અંગોપાંગો વિષમ રહેલા હોય, જે બિંબો પ્રતિષ્ઠા નહિ કરેલ હોય, દુષ્ટ તેમજ મલિન બિંબો હોય, (૪) એવા બિંબો દેરાસરજીમાં, ઘરદેરાસરજીમાં, વિચક્ષણ. પુરુષોએ ધારણ કરવા નહિ, રાખવા નહિ, તથા ધાતુમય, લેપમય, બિંબો જો અંગોપાંગોથી દૂષિત હોય, તો તેને ફ્રીથી સુધારવા જોઇએ, (૫) કાષ્ઠમય, પાષાણમય, બિંબો અંગોપાંગમાં દૂષિત થયેલા હોય તો તે સુધારવા યોગ્ય નથી, પણ જે બિંબ સો વર્ષ વ્યતીત થયેલું હોય, જે બિંબને ઉત્તમ પુરૂષોએ સ્થાપન કરેલ હોય, (૬) તે બિંબ, અંગોપાંગથી દૂષિત હોય, તો પણ પૂજવા લાયક છે, પરંતુ તે બિંબ નિફ્ટ નથી, તે બિંબ જેન મંદિરને વિષે સ્થાપન કરવું, પણ તે બિંબને પંડિત પુરૂષોએ ઘરદેરાસરજીમાં પૂજવું નહિ, (૭) પ્રતિષ્ઠા કરેલ બિંબનો સુધારો ફ્રીથી કદાપિ કાલે થતો નથી, અને જો સુધારો કરવામાં આવે તો તેના પ્રમાણમાં ફ્રીથી પ્રતિષ્ઠા કરવી જોઇએ, (૮) કહ્યું છે કે-જે બિંબને સુધારેલ હોય, તોળેલ હોય, તથા દુષ્ટ જીવોએ સ્પર્શ કરેલ હોય, બગાડો અગર નાશ કરેલ હોય, તથા જે બિંબ ચોરાઇ ગયું હોય, લિંગે દૂષિત થયેલ હોય, તેની પ્રતિષ્ઠા નિશ્ચય ફ્રીથી કરવી જોઇએ (૯) અતિઅંગા ૧. હીનાંગા ૨. કૃશોદરી ૩. વૃદ્ધોદરી ૪. અધોમુખી ૫. રીદ્રમુખી ૬. પ્રતિમાં ઇષ્ટશાન્તિ નહિ ઉત્પન્ન કરનારી હોવાથી, તથા રાજાનો ભય, સ્વામીનો નાશ, લક્ષ્મીનો વિનાશ, આપત્તિ, સંતાપ, વિગેરે અશુભ સૂચવનારી હોવાથી, તે પ્રતિમા સજ્જન પુરૂષોને પૂજવા લાયક નથી, પણ યથોચિત અંગોપાંગને ધારણ કરનારી, શાન્ત દ્રષ્ટિવાળી, જિનપ્રતિમા સભાવને ઉત્પન્ન કરનારી હોવાથી તથા શાન્તિ સોભાગ્યવૃધ્યાદિકને સૂચવનારી હોવાથી, આદેયપણાથી, સદેવ પૂજવા લાયક છે. ગૃહસ્થોએ ઉપર બતાવેલો દોષો રહિત, એક આંગુલથી અગ્યાર આંગુલ માનવાળી, પરઘર સંયુક્ત, સ્વર્ણમયી, રૂપ્યમયી, પિત્તલમયી, સર્વાગે સુંદર જે પ્રતિમાં હોય, તે જિનપ્રતિમાનું સ્વગૃહે પૂજના કરવું. પરઘર તેમજ ઉપરોક્ત માનવડે કરી વર્જિત, તથા પાષાણમયી, દાંતમયી, લેપમયી, કાષ્ઠમયી, ચિત્રલિખિત, જિનપ્રતિમાં પોતાના ઘરમાં પૂજવી નહિ, ઘરમાં રહેલી પ્રતિમાજી પાસે બલી વિસ્તાર કરવો નહિ, પરંતુ નિરંતર ભાવથી ત્રિસંધ્ય પૂજન વિગેરે કરવું, અગ્યાર આંગલુથી વધારે આંગુલવાળી પ્રતિમા જિનમંદિરમાં પૂજવી, પણ પોતાના ઘરદેરાસરજીમાં પૂજવી નહિ, અગ્યાર આંગુલથી હીન પ્રતિમા, જેના મંદિરમાં મૂળનાયકપણે સ્થાપન કરવી નહિ, વિધિથી જિન બિંબને સ્થાપન કરનારને ઋદ્ધિ, વૃદ્ધિ, સિદ્વિની સર્વદા પ્રાપ્તિ થાય છે, તથા દુ:ખ, દારિદ્ર, દોર્ભાગ્ય, કુગતિ, કુમતિ, કુશરીર, રોગ, શોક, સંતાપ, ભય, અપમાનાદિક, કદાપિ કાલે તેને થતા નથી. ઘરદેરાસરજીને વિષે કેવા બિંબ જોઇએ नवांगु “अथात: संप्रवक्ष्यामि गृहे विवस्य लक्षणम् । एकांगुलं भवेच्छ्रेष्ठं, दयंगुलं धननाशनम् ।।१।। व्यंगुले जायते सिद्धिः, पीडा स्याच्चतुरंगुले । રંવાંગુ તુ વૃદ્ધિ:, ચાલૅમરતુ પડંભ ||શા सप्तांगुले गवां वृद्धि, र्हानिरष्टांगुले मता । । पूत्रवृद्धि, र्धननाशो दशांगले ||३|| एकादशांगुलं बिंबं, सर्वकामार्थकारकं । एततप्रमाणमाख्यातं, तत उर्ध्वन कारयेत् ।।४।।" ભાવાર્થ :- ઘરદેરાસરજીને વિષે કેવા બિંબ જોઇએ, તેના લક્ષણને શાસ્ત્રકાર મહારાજા કહે છે કે હું કહીશ એ ક આંગુલનું બિંબ હોય તો તે શ્રેષ્ઠ કહેવાય છે, બે આંગુલનું બિંબ હોય તો ધનનો નાશ કરે છે, (૧) ત્રણ આંગુલનું હોય તો સિદ્ધિ થાય છે, ચાર આંગુલનું હોય તો પીડા થાય છે, પાંચ આંગુલનું હોય તો વૃદ્ધિ થાય છે, છ આંગુલનું બિંબ હોય તો ઉદ્વેગ કરનાર થાય છે. (૨) સાત આંગુલનું હોય તો ગાયોની Page 32 of 51

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51