________________
પૂજા કરે, તે દ્રવ્યપૂજા કહેવાય છે અને સાધુ, મન, વચન, કાયાની શુદ્ધિએ ચારિત્રકષ્ટ અનુષ્ઠાનના સેવન સાથે બાવીશ પરિષહો, તેમજ અનેક જાતના ઉપસર્ગને સહન કરે છે, તે તેમને ભાવ પૂજારૂપ છે, તેથી જ દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજા પ્રશસ્ત છે. દ્રવ્યપૂજા આઠ પ્રકારે છે
"वर गंध धूव चोक्ख कखएहिं, कुसुमेहिं पवरदीवेहिं । નેવન લ નનેહિય, નિળયૂઞા અડ્ડા મળિયા 11911”
ભાવાર્થ :- શ્રેષ્ઠાગંધ, એટલે કેસર, કસ્તૂરી, બરાસ વિગેરે સુગંધી પદાર્થોથી, ૧. ધૂપ, ૨. અખંડ અક્ષત, ૩. કુસુમ, ૪. શ્રેષ્ઠદીપક, ૫. નૈવેધ, ૬. ફ્લૂ, ૭. જલ, ૮. વડે કરી જિનેશ્વર મહારાજાની પૂજા આઠ પ્રકારે કહી છે, આ દ્રવ્યપૂજા છે, ભાવપૂજાનું માહાત્મ્ય ઘણું છે, તે કેટલું કહેવું. ભાવપૂજા માટે આગમમાં કહેલું છે કે
" मेरुस्स सरिसवस्सय, जित्तियमित्तं अंतरं होई । दव्वत्थय भावत्थय, अंतरं तत्तिंय नेयं ||१||”
ભાવાર્થ :- મેરુ અને સરસવનું જેટલું આંતરું હોય છે તેટલું આંતરુ, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવને વિષે જાણવું. વળી પણ કહ્યું છે કે
“વોર્સ વથયું, ારાહિય નાડ઼ ગ઼વ્વુયં નાવ | માવત્થળ પાવ, અંતમુહોળું નિવ્વાનું ||શા”
ભાવાર્થ :- ઉત્કૃષ્ટતાથી દ્રવ્યસ્તવના આરાધન કરવાથી બારમા દેવલોક સુધી, અને ભાવસ્તવક કરનાર અંતર્મુહૂર્તમાં મુક્તિને વિષે જાય છે, કારણ કે ઉત્કૃષ્ટપણે કરેલી ભાવપૂજા શીઘ્રતાથી મુક્તિમાં પહોંચાડે છે.
ભગવાન શ્રી મહાવીર મહારાજા કહ છે કે-હે ગૌતમ ! આ અર્થ તેજ પરમાર્થ છે, ગૃહસ્થોને ભેદ ઉપાસનારૂપ દ્રવ્યપૂજા હોય છે, ભેદ ઉપાસનારૂપ એટલે આત્માથી અરિહંત પરમેશ્વર જૂદા છે. પ્રાપ્ત થયેલા આત્માનંદના વિલાસી છે. તેની ઉપાસના એટલે નિમિત્ત આલંબનરૂપ સેવા, તે રૂપ દ્રવ્યપૂજા, ગૃહસ્થીઓને છે, અને સાધુઓને તો અભેદ ઉપાસના, એટલે પરમાત્માથકી પોતાનો આત્મા અભિન્ન છે, એવા પ્રકારની ભાવપૂજા યોગ્ય છે, યદ્યપિ અર્હત્ ભગવાનના ગુણનું સ્મરણ કરવું, તેમનું બહુમાન કરવું, એવા ઉપયોગરૂપ, સવિકલ્પ ભાવપૂજા ગૃહસ્થીયોને પણ છે, તો પણ નિર્વિકલ્પ ઉપયોગવાળી, આત્માસ્વરૂપના એકત્વરૂપ ભાવપૂજા તો મુનિમહારાજાઓ ને જ યોગ્ય છે.
દ્રવ્ય અને ભાવ, આ બે પ્રકારની | પૂજા સ્વપરના પ્રાણ રક્ષણરૂપ, દયારૂપી પાણીવડે સ્નાન કરી, પૌદ્ગલિક સુખની ઇચ્છાના અભાવરૂપ સંતોષ વસ્ત્રને ધારણ કરી, સ્વપરવિભાગના જ્ઞાનરૂપ વિવેકનું તિલક કરી, અરિહંત ભગવાનના ગુણગાનમાં, એકાગ્રતારૂપ ભાવનાવડે પવિત્ર અંતઃકરણવાળો થઇ, ભક્તિ અને શ્રદ્ધારૂપ ચંદનથી મિશ્ર કેસરના દ્રવે કરી, નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપ નવ અંગોને ધારણ કરનાર, અનંત જ્ઞાનાદિપર્યાયવાળા, શુદ્ધ આત્મારૂપ દેવની પૂજા કર. પછી બે પ્રકારના ધર્મરૂપ અંગલુંછણા આગળ ધર, ધ્યાનરૂપી શ્રેષ્ઠ અલંકારો પ્રભુના અંગને વિષે નિવેષન કર, આઠ મદસ્થાનના ત્યાગરૂપ, અષ્ટમંગળ પ્રભુ પાસે આલેખ, જ્ઞાનરૂપી અગ્નિમાં શુભ વિચાર રૂપ કાકતુંડ (અગર) નો ધૂપ કર, પૂર્વે કરેલા ધર્મરૂપ લવણ ઉતારી ધર્મસંન્યાસરૂપ વન્હિ સ્થાપન કરી, તેમાં ક્ષેપન કર, પછી આત્મ સામર્થ્ય રૂપ આરતિ ઉતાર તે ભાવપૂજા શીઘ્રતાથી શિવસુખ દેનારી છે.
જિનેશ્વર મહારાજની પૂજા, સ્નાત્ર, ગુણસમૂહની સ્તુતિ, સ્તવનાદિક વિગેરે કરવાથી દર્શન રહિત (મિથ્યાત્વી) જીવોને દર્શન (સમકિત)ની પ્રાપ્તિ થાય છે, જેને દર્શન ગુણ પ્રાપ્ત થયો હોય તેને ક્ષાયિક
Page 21 of 51