Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 28
________________ દેખવાથી અનંતઃ ૧૪ દુર્ગતિને વિષે પડતા પ્રાણીયોના સમૂહને બચાવે અને સગતિમાં સ્થાપન કરે તેથી ધર્મ તથા પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતા દાનાદિક ધર્મકર્મમાં તત્પર થયા તેથી ધર્મ: ૧૫ પોતાનો આત્મા શાન્તિમય હોવાથી શાંતિ; તથા બીજાને પણ શાન્તિ ઉત્પન્ન કરવાથી પણ શાન્તિ, તથા પ્રભુ ગર્ભમાં આવ્યા અગાઉ ઊત્પન્ન થયેલો અને અનેક ઉપચારોથી પણ પ્રશાન્ત નહિ થયેલો મરકીનો રોગ પ્રભુ ગર્ભમાં આવ્યા પછી પ્રભુની માતાને સ્નાન કરાવી તે પાણી નગરમાં છાંટવાથી તુરત મરકીનો રોગ શાન્ત થયો તેથી શાન્તિઃ ૧૬ કી-પૃથ્વીને વિષે રહ્યા તેથી કંથ, અગર ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ સ્વમમાં વિચિત્ર રત્નનો સૂપ દેખ્યો તેથી કુંથુઃ ૧૭ મહાભાગ્યવાન તીર્થંકર મહારાજાના જીવો સર્વે મહા સત્વવંત કુલોને વિષે ઉત્પન્ન થાય છે તેથી તેની અભિવૃદ્ધિ થાય છે. માટે વૃધ્ધોએ ભગવાનનું નામ અર પાડ્યું તેથી અર:, અગર પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાએ સ્વપ્રને વિષે સર્વ રત્નમય અર દેખ્યો તેથી અર: ૧૮ પરિષહાદિક મલ્લોને જીત્યા તેથી મલ્લિ, અગર ભગવાન ગર્ભમાં આવ્યા પછી માતાને સર્વ બદતુઓના પુષ્પોની શય્યામાં શયન કરવાનો ડોહલો ઉત્પન્ન થવાથી અને તે દેવતાએ પૂર્ણ કરવાથી મલ્લિઃ ૧૯ જગતના જીવોની ત્રિકાલ અવસ્થાને જાણે તેથી મુનિ અને જેના સારા વ્રતો છે તેથી સુવ્રત એટલે મુનિસુવ્રત અગર પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતા સારા વ્રતવાળા થયા તેથી મુનિસુવ્રત. ૨૦ પરિષહાદિક વર્ગને નમાવી દેવાથી નમિ, અગર ભગવાન ગર્ભમાં આવ્યા પછી શત્રુ રાજાઓએ નગરને ઘેરો ઘાલવાથી ભગવાનની પૂન્ય શક્તિએ પ્રેરેલા ભગવાનની માતાને કિલ્લાના ઉપર બેસાર્યા તેથી તેને દેખીને શત્રુઓ ભગવાનની માતાને નમસ્કાર કરી ઘેરો ઉઠાવી પોતાને સ્થાને ચાલ્યા ગયા તેથી નમિ. ૨૧ અરિષ્ટ દુરિતની નેમિ-ચક્રધારા ઇવ ઇતિ નેમિ, અગર પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ સ્વપ્રમાં મહાન રિપ્ટ રત્નમય નેમિ ચક્રધારાને દેખેલ તેથી નેમિ. ૨૨ સર્વ ભાવોને જાણે તેથી પાર્થ, અગર પ્રભુ ગર્ભમાં આવ્યા પછી શયાને વિષે રહેલા માતાએ પાસે જતો સર્પ ગાઢ અંધકારમાં દેખ્યો તેથી પાર્થ. ૨૩ ઉત્પત્તિથી આરંભીને જ્ઞાનાદિકની વૃદ્ધિથી નિરંતર વૃદ્ધિને પામે તે વર્ધમાનઃ, અગર પ્રભુ ગર્ભમાં આવ્યા પછી જ્ઞાતકુલ ધનધાન્યાદિક વિગેરેથી પ્રતિદિન અત્યંત વૃદ્ધિ પામવા માંડ્યું તેથી વર્ધમાનઃ ૨૪ ઇતિ શ્રાદ્ધદિનકૃત્યે. જિનેશ્વર મહારાજાની ભક્તિ પાંચ પ્રકારે કહી છે "पुष्पाधर्चा तदाझाच, तद्रव्यपरिरक्षणम् । उत्सवास्तीर्थयात्रा च, भक्ति: पंचविधा जिने ||१||" ભાવાર્થ :- વિવિધ પ્રકારના સુગંધી પુષ્પોથી, તેમજ ચંદન, કેસર, ધૂપ, દીપ વિગેરેથી પરમાત્માની ભક્તિ કરવી તે પૂષ્પાદિ અર્ચા-ભક્તિ કહેવાય. ૧, જિનેશ્વર મહારાજની આજ્ઞાનું સમ્યફ પ્રકારે પા કરવું તે તદાજ્ઞાભક્તિ કહેવાય, કારણ કે આજ્ઞા વિનાની ભક્તિ સર્વથા નકામી છે. ૨, દેવદ્રવ્યાદિકનું રક્ષણ કરવું, તે દેવદ્રવ્યરક્ષણભક્તિ કહેવાય. ૩, નવીન જૈન મંદિર બંધાવવું તેમાં પ્રભુજીને સ્થાપના કરવા, અષ્ટાલિકા ઉત્સવાદિક કરવા, પર્યુષણાદિકમાં જૈન મંદિરમાં ઉત્સવાદિક કરી જેન શાસનની પ્રભાવના કરવી તે ઉત્સવભક્તિ કહેવાય. અને ૪, શત્રુંજયાદિક તીર્થોની ભક્તિ કરવી તે તીર્થભક્તિ Page 28 of 51

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51