________________
કહેવાય છે. ૫ પાંચ પ્રકારનાં ચેત્યો
(૧) ભક્તિ ચૈત્ય, (૨) મંગળચેત્ય, (૩) નિશ્રાકૃતચેત્ય, (૪) અનિશ્રાકૃતત્ય અને (૫) શાશ્વત ચેત્ય.
(૧) જે ઘરને વિષે યથોક્ત લક્ષણાદિ ઉપેત જિનપ્રતિમાની વંદન પૂજાદિ ભક્તિ કરવામાં આવે છે, તે ભક્તિચેત્ય કહેવાય છે.
(૨) ઘરના બારણા ઉપર મધ્યમ ભાગે કાષ્ઠને વિષે બનાવેલ જિનબિંબ હોય છે તે મંગલ ચેત્ય. કહેવાય છે. મથુરાનગરીમાં મંગલ માટે તમામ ઘરે લાકડામાં પ્રથમ જિનપ્રતિમાજી બનાવી ને સ્થાપન કરે છે, અન્યથા તે ઘર પડી જાય છે. કહ્યું છે કે
“जम्मि सिरिपासपडिमं, सांतिकए पडिगिहवारे ।
3Mવિ MUMI પૂરિ તું, મધુરમથન્ના ન પધૃતિ IIછી” ભાવાર્થ :- જે મથુરાનગરીને વિષે જ્યારે ઘર કરાવે ત્યારે દરેક ઘરના બારણાના મધ્ય ભાગને વિષે કાષ્ઠની શ્રી પાર્શ્વનાથજી મહારાજની મૂર્તિ કરાવી, શાંતિ નિમિત્તે સ્થાપન કરે છે, તે મથુરાનગરીને હાલમાં પણ અન્ય લોકો દેખી શકતા નથી એમ સિદ્ધસેન આચાર્યે કહેલ છે.
(૩) કોઇ ગચ્છની નિશ્રાયે કરેલ ચૈત્ય હોય તે નિશ્રાકૃત ચેત્ય કહેવાય છે. તેમાં તે ગરચ્છના આચાર્યાદિક પ્રતિષ્ઠાદિક કરવા લાયક ગણાય. ત્યાં પ્રતિષ્ઠાદિક કરવાનો બીજાનો અધિકાર નથી.
(૪) તેનાથી વિપરીત એટલે સર્વ ગણના નાયકો, પદવીધરો, પ્રતિષ્ઠાદિક તથા માલારોપણાદિક વિધિને કરે છે, જેમકે શત્રુંજય મૂલચેત્યમ્, તેમાં સર્વે આચાર્યાદિકોને પ્રતિષ્ઠા, ધ્વજારોપણ, માલારોપણ વિગેરે કરાવવાનો અધિકાર છે.
(૫) સિદ્વાયતનમ્, શાશ્વત ચેત્યમ્. બીજા પણ પાંચ પ્રકારે ચેત્યો વ્હેલ છે.
(૧) નિત્ય, (૨) દ્વિવિધ, (૩) ભક્તિકૃત, (૪) મંગલકૃત અને (૫) સાધર્મિક –એ પાચ પ્રકારે કહેલા છે.
(૧) નિત્યાનિ શાશ્વત જિનચેત્યાનિ. દેવલોકાદિકને વિષે છે તે. (૨) નિશ્રાકૃતાનિ ૧ અનિશ્રાકૃતાનિ ૨ ઉપરોક્ત કહેલ છે. તે. (૩) ભક્તિકૃતાનિ-ભરત મહારાજાદિકે કરાવેલા ચેત્યો. (૪) મંગલાકૃતાનિ-મથુરાનગરીમાં મંગલ નિમિત્તે બારણાના ઉત્તરંગને વિષે સ્થાપેલ છે તે.
(૫) સાધર્મિક. વારત્રક મુનિના પુત્ર મનોહર દેવગણને વિષે પોતાના પિતા મુનિની મૂર્તિ સ્થાપના કરેલી હતી તે સાધર્મિક ચેત્ય કહેવાય ક્વા બિંબોનું પૂજન ક્રવું
યથોક્ત બિંબ પ્રથમ સો વર્ષનું હોય, અને અંગોપાંગોથી દૂષિત હોય તો પણ પૂજવું નહિ, પરંતુ મહાપુરૂષોયે વિધિવિધાન અનુષ્ઠાનથી તે બિંબને ચેત્યાદિકને વિષે સ્થાપન કરેલ હોય અને સો વર્ષ ઉપરનું હોય તેમજ અંગોપાંગોમાં કાંઇ દૂષિત હોય તોપણ પૂજવામાં કોઇપણ પ્રકારનો બાદ નથી. શ્રી સિદ્ધસેના આચાર્ય મહારાજે કહ્યું છે કે
“वरिस सयाओ उढ्द, जं विंबं उत्तमेहिं संठवियं ।
Page 29 of 51