________________
ભાવની ઉત્પત્તિ થાય છે. ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે- હે ભગવન્ જિનેશ્વરની સ્તુતિ, સ્તવન, મંગળ વિગેરે ભણવાથી શું થાય ? મહાવીર મહારાજાએ કહ્યું કે-હે ગૌતમ ! સ્તુતિ સ્તવન મંગળથી, જીવોને જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીનો લાભ થાય, જિનેશ્વરની પૂજા કરવાથી પોગલિક સુખ પણ પ્રાપ્ત થાય છે, ધન, ધાન્ય, રાજ્ય, ચક્રવર્તી, ઇંદ્રાદિકની સંપત્તિ, છેવટ ચિદાનંદપદ મુક્તિ પણ મળે છે. એ પ્રકારે જિનેશ્વરની પૂજા બન્ને પ્રકારની લક્ષ્મી પ્રાપ્તિના કારણભૂત છે, માટે પ્રમાદ છોડી ભવ્ય જીવોએ, દ્રવ્ય, તથા ભાવ, બન્ને પ્રકારની પૂજા અવશ્ય કરવી.
"रम्यंयेनजिनालयं निजभूजोपातेन कारापितं, मोक्षार्थस्वधने न शुद्धमनसा पुंसासदाचारिणरिणा,
वेद्यंतेन नरामहेन्द्रमहितं तीर्थेश्वराणांपदं,
प्राप्तंजन्मफलंकृतंजिनमतं गोत्रंसमुद्योतितम् ।।१।।" ભાવાર્થ :- જે પુન્યશાળી માણસે પોતાના ભુજબળથી ઉપાર્જન કરેલ ધનવડે કરી શુદ્ધ અને સદાચારથી મોક્ષને માટે મનોહર જૈનમંદિર કરાવેલ છે તે માણસ દેવોએ, ઇંદ્રોએ પૂર્જિત એવું તીર્થકર મહારાજનું પદ ભોગવવાવાળો થાય છે. કિંબહુના ? તેણે મનુષ્યજન્મનું ફળ પ્રાપ્ત કર્યું, જિનેશ્વર મહારાજના મતનું આરાધન કર્યું અને પોતાના ગોત્રને પણ ઉજ્જવળ કર્યું એમ જાણવું.
જે મનુષ્યો આ મૃત્યુલોકમાં શ્રી જિનેશ્વર ભગવાનનું પૂજન કરે છે તેઓ જ ધન્યવાદને પાત્ર છે, તેઓ જ કૃતકૃત્ય છે અને તેઓનાથી જ આ પૃથ્વી શોભાયમાન છે. વેગવંત ઘોડા, મદોન્મત્ત હાથીયો, સમગ્ર જાતની સંપદા, પ્રીતિવાળા નોકરચાકરો, ધોળા છત્રો, ચામરો, સિંહાસન, મોટી શય્યાઆ, પવિત્ર આચરણવાળી અંતઃપુરની સ્ત્રીઓ, સંગીત, સુગંધી ચીજો, વારાંગનાના હાવભાવાદિ વિલાસો, છત્રીસ કુળના રાજપુત્રો તેમનાથી ઉત્પન્ન થતાં વિનોદો, અને અપાર રમ્ય પદાર્થો જેના વડે મળે છે એવું રાજ્ય પણ પ્રભુ-પૂજાના પ્રતાપથી મળે છે, જે મનુષ્ય, દૂધ, દહીં, ઘી, સાકર અને ચંદન-સુખડ એ પંચામૃત વડે શ્રી અરિહંત પરમાત્માને સ્નાત્રાભિષેક કરે છે તે પંચામૃત ભોજન કરનારો દેવ થાય છે, જે મનુષ્યો. જિનાધીશને હંમેશા હાથથી પૂજે છે-સેવે છે તે મનુષ્યો તમામ જગતના મનુષ્યો કરતાં વિશેષ વૈભવવંત થાય છે. જે મનુષ્ય એક દિવસમાં એક વખત શ્રી જિનેશ્વરનું પૂજન કરે છે તે ક્ષણવારમાં અનેક ભવના સંચેલા પાપનો નાશ કરે છે. પ્રભાતે જિનેશ્વર ભગવાનનું દર્શન કરેલું રાત્રિના પાપનો નાશ કરે છે, બપોરે દર્શન કરેલું દિવસનું પાપ નાશ કરે છે અને રાત્રિએ કરેલું એક જન્મમાં ઉપાર્જન કરેલું પાપ નાશ કરે છે. જે ચતુર મનુષ્ય શ્રી જિનચરણમાં ચાર વખત કસમાંજલી મૂકી તીર્થના કુંડ, નદી, દ્રહ વિગેરેના પાણીવડે સ્નાન કરે છે તે મનુષ્ય દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર ગતિમાં ફ્રા તો નથી, ચાર ગતિના ફ્રાને બંધ કરી મોક્ષસુખને વરે છે. પાણી, ળ, અખંડ ચોખા, ધૂપ, દીપ, નૈવેધ, ક્લ, તથા પાંદડી વિગેરેનાં પત્ર વડે પણ શ્રી જિનેશ્વર ભગવાનનું ભક્તિ સહિત પૂજન કરવું. જે મનુષ્ય નિરંતર જિનેશ્વર ભગવાનની આજ્ઞા પ્રમાણે અષ્ટપ્રકારી પૂજાને કરે છે તે મનુષ્યની પાસે હંમેશા આઠે સિદ્ધિઓ પ્રત્યક્ષપણે હાજર રહે છે. જે મનુષ્ય ઉત્તમ આશયથી સાતે ક્ષેત્રમાં સદ્રવ્યરૂપી બીજ વાવી વખતોવખત ભાવનારૂપી પાણીવડે આદર સહિત સિંચ્યા કરે છે તે પ્રાણિ સમાધિવડે ચૌદ રાજલોકને પાર થઇ, અતુલ જ્ઞાનને પ્રાપ્ત કરી લોકાગ્રને હાથ કરે છે, જે સાત ક્ષેત્ર એટલે કે જિનમંદિર, જિનબિંબ, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા અને એ સાત ક્ષેત્ર છે, તેમાં પહેલા મણિરત્ન વિગેરેથી, સોનારૂપાથી, પત્થર કે લાકડાથી શ્રી જિનેશ્વર મહારાજનું દેરાસર બંધાવવું, જેઓ ક્ત જિનભગવાનને માટે ઘાસનું ઝુંપડું બંધાવે છે તેઓ દેવપણું પામી અખંડ વિમાનને પ્રાપ્ત કરે છે, તો જેઓ ઉત્તમ મનોહર, સુવર્ણ રત્ન વિગેરેનાં જૈનમંદિરો. બંધાવે છે તે પુણ્યપ્રધાન મનુષ્યોને જે ઉત્તમ ળ મળે, તેને કોણ જાણી શકે ? જે મનુષ્ય લાકડા વિગેરેનું દેરાસર બંધાવે છે તે બંધાવનાર મનુષ્ય લાકડા વિગેરેમાં જેટલા પરમાણુઓ હોય છે તેટલા લાખ પલ્યોપમ સુધી સ્વર્ગમાં વાસ કરે છે. નવું દેરાસર બંધાવવાથી જેટલું ળ મળે છે તે કરતાં વિવેકી મનુષ્યોને આઠગણું
Page 22 of 51