Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 19
________________ દ્વારમાં બન્ને બાજુયે જાણે એક બીજાના પ્રતિબિંબ હોય તેવા ઉજ્જવળ વર્ણવાળા વ્યંતર દેવતા દ્વારપાળો થયા હતા, પશ્ચિમ દ્વારમાં સાયંકાળે જેમ સૂર્ય અને ચંદ્ર સામસામાં આવીને રહે તેમ રક્ત વર્ણવાળા, જ્યોતિષી દેવતા દ્વારપાળ થયા હતા, ઉત્તર દ્વારે જાણે ઉન્નત મેઘ હોય તેમ કૃષ્ણવર્ણવાળા બે ભુવનપતિ દેવતા, બન્ને તરફ દ્વારપાળ થઇ રહલા હતા, બીજા ગઢના ચારે દ્વારે, બન્ને તરફ અનુક્રમે અભય, પાશા અંકુશ, મુગરને ધારણ કરનારી, શ્વેતમણિ, સ્વર્ણમણિ અને નીલમણિની કાંતિવાળી, પ્રથમ પ્રમાણે ચાર નિકાયની, જયા, વિજયા, અજિતા, અપરાજિતા, નામની બે બે દેવીઓ પ્રતિહારી થઇ ઊભી રહેલી હતી. છેલ્લા દ્વારના ચારે ગઢને ચારે દ્વારે તબરુ, ખટ્વાંગધારી, મનુષ્ય-મસ્તકમાલાધારી અને જટા મુકુટમંડિત, એ નામના ચાર દેવતાઓ દ્વારપાળ થયા હતા. સમવસરણની મધ્યમાં વ્યંતરોએ, ત્રણ કોશા ઊંચું એક અશોક વૃક્ષ રચ્યું હતું, તે જાણે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી રત્નત્રયનો ઉદેશ કરતું હોય તેવું જણાતું હતું. તે વૃક્ષની નીચે વિવિધ રત્નોથી એક પીઠિકા રચી હતી તે પીઠિકા ઉપર અપ્રતિમ, મણિમય. એક છંદ રચ્યો હતો. છંદની મધ્યમાં પૂર્વ દિશા તરફ જાણે સર્વ લક્ષ્મીનો સાર હોય એવું પાદપીઠ સહિત રત્નમય સિંહાસન રચેલું હતું, અને તેની ઉપર ત્રણ જગતના સ્વામીપણાના ત્રણ ચિન્હો હોય તેવા ઉજ્જવળ ત્રણ છત્રો રચ્યા હતા. સિંહાસનની બે બાજુએ, બે યક્ષો, જાણે હૃદયમાં નહિ સમાવાથી બહાર આવેલા ભક્તિના બે સમૂહ હોય તેવા બે ઉજ્જવળ ચામરોને લઇ ઊભા રહ્યા હતા. સમવસરણના ચારે દ્વારની ઉપર, અભૂત કાંતિના સમૂહવાળું. એક એક ધર્મચક્ર, સુવર્ણના કમલમાં રાખ્યું હતું, બીજું પણ કરવા લાયક જે જે કર્તવ્ય હતું. તે સર્વ કૃત્ય વ્યંતરોએ કરેલું હતું, કારણ કે સાધારણ સમવસરણમાં તેઓ અધિકારી હોય છે. સમવસરણનું પ્રમાણ ત્રણે કીલ્લાની પ્રત્યેક ભીંત ૧૦૦ ધનુષ્ય પહોળી હતી. પહેલા અને બીજા ગઢનું અંતર બન્ને પાસા મળવાથી ૦|| અડધો કોષ થાય, અને બીજી તથા ત્રીજા ગઢનું અંતર મળવાથી એક કોષ થાય, માંહેલી ભીંતનું અતર એક કોષ અને ૬૦૦ ધનુષ્ય, બાહરલા ગઢ તથા માંહેલા ગઢનું અંતર ૧૦૦૦ ધનુષ્ય, બીજા ગઢની ભીંતર ૧૦૦ ધનુષ્ય થાય, બીજા અને ત્રીજા ગઢનું અંતર ૧૫૦૦ ધનુષ્ય થાય અને ભીંત ૧૦૦ ધનુષ્ય થાય. ત્રીજા ગઢથી ૧૩૦૦ ધનુષ્ય જઇએ, ત્યારે પીઠના મધ્ય ભાગે, સર્વ મળી જઇને બન્ને પાસે થઇને ૧ યોજન સમવસરણ ચોરસ ભૂમિવાળું થાય, તેમાં પહેલે ગટે ૧૦,૦૦૦ પગથિયા એકેક હાથ પહોળા હોય છે, ત્યાર બાદ ૫૦ ધનુષ્ય પ્રતર ભાગ ભૂમિ, બીજે ગઢ ૫૦૦૦ પગથિયા અડધો હાથ પહોળા હોય, ત્યાર બાદ ૫૦ હાથ પ્રતર ભૂમિ, ત્રીજે ગટે ૫૦૦૦ પગથિયા અડધો હાથ પહોળા હોય, તે પછી પીઠિકા ભૂમિ હોય, તેના ચાર દરવાજે ત્રણ ત્રણ પગથિયા હોય. સમવસરણના મધ્ય ભાગે મણિમય પીઠિકા ૨૦૦ ધનુષ્ય લાંબી પહોળી જિનદેહ પ્રમાણ ઊંચી, તે પૃથ્વી તલથી અઢી રાા કોષ ઊંચી હોય છે, એટલે ભૂમિથી અઢી કોષ ઊંચુ સમવસરણ હોય છે. જિનેશ્વર મહારાજની પૂજા "नौरेषा भववारिधौ शिवपदप्रासादनिश्रेणिका । मार्ग: स्वर्गपुरस्य दुर्गतिपुरद्वारप्रवेशार्गला ।। कर्मग्रन्थी शिलोच यस्यदलने दंभोलिधारोपमा । कल्याणैक निकेतनं निगदिता पूजा जिनानां वग ।।१।।" ભાવાર્થ - પરમાત્માની પૂજા; ભવસમુદ્ર તરવા માટે નાવ સમાન છે, મુક્તિપદરૂપી મહેલમાં ચડવામાં Page 19 of 51

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51