Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 16
________________ ૬. અભિષેકો ભૂતાનંદની છ પટરાણીના. ૪. અભિષેકો વ્યંતરનીચાર અગ્રમહિષીના. ૪. અભિષેકા જ્યોતિષીની ચાર અગ્રમહિષીના. ૪. અભિષેકો ચારલોકપાલના. ૧. અભિષેક અંગરક્ષકદેવોનો. ૧. અભિષેક સામાનિક દેવનો. ૧. અભિષેક કટકાધિપ દેવનો. ૧. અભિષેક ત્રાયશ્રિંશક દેવનો. ૧. અભિષેક પર્ષદાના દેવનો. ૧. અભિષેક પ્રજાસ્થાનીય દેવનો. એ પ્રકારે અઢીસો અભિષેકો થયા. સ્નાન પછી ચંદ્રગમન શ્રી જિનેશ્વરમહારાજનો સ્નાત્ર મહોત્સવ મેરુપર્વત ઉપર થઇ રહ્યા પછી પ્રભુજીને તેમના મંદિરને વિષે પધરાવી, ઇંદ્રો, નંદીશ્વરદ્વીપે જાય છે. (૧) તેમાં પ્રથમ સૌધર્મેદ્ર, દેવતાઓના નિવાસરૂપ, નંદીશ્વર દ્વીપે ગયા, ત્યાં પૂર્વ દિશામાં રહેલ ૮૪૦૦૦ યોજન ઊંચા પ્રમાણવાળા, દેવરમણ નામના અંજનગિરિ પર્વત ઉપર ઉતર્યા. ત્યાં તેમણે વિચિત્રમણિની પીઠિકાવાળા ચૈત્યવૃક્ષ અને ઇંદ્રધ્વજવડે અંકિત ચાર દ્વારવાળા, ચૈત્યમાં પ્રવેશ કર્યો. ત્યાં અષ્ટાન્તિકા મહોત્સવપૂર્વક ઋષભાદિક ચાર શાશ્વતપ્રતિમાજીની પૂજા કરી. તે અંજનગિરિની ચારે દિશાઓમાં ચાર મોટી વાવડીયો છે, તમાં એકેક ાઁકિમણિનો દધિમુખપર્વત છે, તે ચારે પર્વતોની ઉપરના ચૈત્યોમાં શાશ્વતા અહંતોની પ્રતિમાઓ છે, શકેંદ્રના ચાર દિગ્પાલોએ, અષ્ટાન્તિકા મહોત્સવપૂર્વક તે પ્રતિમાજીની યથાવિધિ પૂજા કરી. (૨) ઇશાનઇંદ્ર, ઉત્તરદિશામાં રહેલા, નિત્ય રમણિક રમણિય નામના અંજનગિરિ પર ઉતર્યા, તેણે તે પર્વત ઉપર રહેલા ચૈત્યમાં પૂર્વ પ્રમાણે અષ્ટાન્તિકા મહોત્સવપૂર્વક, શાશ્વતી પ્રતિમાઓની પૂજા કરી, તેમના દિગ્પાળોએ તે પર્વતની ચારે બાજુની વાવડીયોમાં રહેલા દધિમુખ પર્વતો ઉપરના ચૈત્યોમાંહેની શાશ્વતી પ્રતિમાજીઓની અષ્ટાન્તિકા મહોત્સવપૂર્વક પૂજા કરી. (૩) અમરેંદ્ર, દક્ષિણ દિશામાં રહેલા નિત્યોદ્યોત નામના અંજનાદ્રિ પર્વત ઉપર ઉતર્યા રત્નોથી નિત્ય પ્રકાશવાળા. તે પર્વત ઉપર રહેલા ચૈત્યમાંહેની શાશ્વત પ્રતિમાઓની તેણે અષ્ટાન્તિકા મહોત્સવપૂર્વક મોટી ભક્તિ વડે, પૂજા કરી, અને તેને ચારે દિશામાં ફરતી વાવડીયોમાં રહેલા, ચાર દધિમુખ પર્વતના ઉપર રહેલા ચૈત્યોમાં, તેના ચાર દિપાળોએ અચલચિત્તથી, અષ્ટાન્ટિકા મહોત્સવપૂર્વક ત્યાં રહેલી પ્રતિમાઓની પૂજા કરી. (૪) બલીંદ્ર પશ્ચિમ દિશામાં રહેલા, સ્વયંપ્રભ નામના, અંજનગિરિ ઉપર, મેઘના જેવા પ્રભાવથી ઉતર્યા. તેણે તે પર્વત ઉપર રહેલા ચૈત્યમાં, દેવતાઓની દ્રષ્ટિને પવિત્ર કરનાર, ૠષભાદિક અરિહંત પ્રતિમાઓની અષ્ટાન્તિકા મહોત્સવપૂર્વક પૂજા કરી, તેના ચાર દિગ્પાલોએ, તે અંજનગિરિની ચારે દિશાઓમાં રહેલી ચાર વાવડીયોમાં રહેલા દધિમુખ પર્વત ઉપરની શાશ્વતી પ્રતિમાઓની અષ્ટાન્તિકા મહોત્સવપૂર્વક પૂજા કરી. એવી રીતે ઇંદ્રાદિક સર્વે દેવો નંદીશ્વરદ્વીપ ઉપર અષ્ટાન્તિકા મહોત્સવ કરી, જેમ આવ્યા હતા તેમ સ્વ સ્થાને ગયા. વીતરાગ પરમાત્મા Page 16 of 51

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51