Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 14
________________ પણ ઉલટો અધર્મ થવો જોઇએ. એજ રીતે હિંસા, જૂઠ, ચોરી, આદિ અધર્મ કાર્યોને આચરનારાઓને જોઇને પણ તેવા પ્રકારના આત્માઓ આનન્દ પામે છે : તો તેવાઓના આનન્દથી અનુમોદક અને અનિષેધક ત્રણે જૂદી જૂદી અપેક્ષાએ દાનને ગ્રહણ કરનારા છે, માટે શ્રી જિનાદિક અનિષેધક હોવાથી, તેમની પૂજાનું અંગ્રહણ જ થાય છે એમ નથી, કિન્તુ ગ્રહણ પણ થાય છે. અથવા. શ્રી જિનાદિકની પૂજાથી શ્રદ્ધા, સંવેગ અને પરિણામની વિશુદ્ધિ થતી હોય, તો તે પૂજા પરિગ્રહિત છે કે અપરિગ્રહિત છે, એ ચર્ચા જ અનાવશ્યક બની જાય છે. શંકાશ્રી સિદ્ધાદિકની પૂજાનું હોઇ શકે નહિ. કારણ કે-તેઓ અમૂર્ત છે, અર્થા–ચક્ષુ વડે જોઇ શકાતા નથી. તો પછી તેઓની પૂજા કેવી રીતે થઇ શકે ? સમાધાન શ્રી સિદ્ધપરમાત્માઓ મૂર્તિરહિત યાને અમૂર્ત છે, તેથી તો વિશેષ કરીને પૂજ્ય છે. રત્નત્રયી અમૂર્ત છે છતાં મોક્ષમાર્ગ બની શકે છે : તેમ શ્રી સિદ્ધપરમાત્માઓનું પૂજન પણ આત્માને પરમ ઉપકારક છે. મૂર્તિમાનની મૂર્તિ પૂજાતી નથી, કિન્તુ તેના અમૂર્ત ગુણો જ પૂજાય છે. શ્રી સિદ્ધ ભગવંતોના ગુણો તો વિશેષે કરીને અમૂર્ત છે, તેથી તેઓ વિશેષે પૂજ્ય છે. શંકા મૂર્તિમાનના ગુણોની પૂજા તર્ગુણસંબંધને લીધે મૂર્તિની પૂજાથી થઇ શકે છે. શ્રી સિદ્ધ પરમાત્માઓના ગુણોને તો તે મૂર્તિ નથી. સમાધાન પૂજા, મૂર્તિ કે ગુણોને અંગે જે ળ મળે છે, તેમાં સ્વગતપરિણામની વિશુદ્ધિ સિવાય અન્ય કોઇ હેતુ નથી. બાહ્ય અહંદાદિ આલંબનના નિમિત્તથી સ્વહૃદયગત જે શુભ પરિણામ ઉત્પન્ન થાય છે, તેજ સર્વ આપે છે. તે પરિણામનો સંબંધ મૂર્તિ સાથે નથી, પણ સ્વ-આત્મા સાથે છે માટે મૂતમૂર્તનો. ચિત્તા નિરર્થક છે. શંકાશ્રી સિદ્ધ પરમાત્માઓ અતિશય દૂર છે, માટે તેમની પૂજા કેવીરીતે ળદાયી થઇ શકે ? સમાધાન જેમ દૂર રહેલા બંધુજનને સુખી અગર દુ:ખી સાંભળીને આનન્દ અને શોકાદિ સંકલ્પથી દેહપુષ્ટિ અને દેહદૌર્બલ્યાદિ ળ થાય છે, તેવી રીતે દૂરસ્થ સિદ્ધાત્માઓ પણ વિશુદ્ધ પરિણામથી ધર્મ માટે અને અશુદ્ધ પરિણામથી અધર્મ માટે થાય છે : અર્થાત આલંબન દૂર હોય કે નજીક હોય, તેથી ળમાં કાંઇ ભેદ પડતો નથી. અથવા તગુણબહુમાન રૂપ શુભ પરિણામ આત્મસ્વભાવ રૂપ હોવાથી નજીક જ છે અને તેનાથી અન્ય જે કાંઇ વસ્તુ છે, તે અનાત્મ રૂપ હોવાથી દૂર જ છે. શંકા જો સ્વપરિણામથી જ ધર્માધર્મ થાય છે, તો પછી અહંદાદિ બાહ્ય આલંબનોની શી જરૂર છે ? સમાધાન, તે શુભ પરિણામ બાહ્ય આલંબનથી જ થાય છે. શુભાશુભ પરિણામ, એ ચિત્તનો ધર્મ છે, તેથી તે વિજ્ઞાનની પેઠે હંમેશા બાહ્ય આલંબનોથી જ પ્રવર્તે છે. એ કારણે મોક્ષમાર્ગમાં બાહ્ય શુભ આલંબનો પરમ આવશ્યક છે. શંકા ગમે તેવા આલંબનથી પણ જેને શુભ પરિણામ થઇ શકતો હોય, તેના માટે શુભાશુભ આલંબનનો ભેદ પાડવાનું શું પ્રયોજન છે ? સમાધાન જેમ આલંબનરહિત શુભ પરિણામ થતો નથી, તેમ વિપરીત આલંબનથી પણ પ્રાયઃ શુભ પરિણામ થતો નથી : અન્યથા, નીલાદિકનું શુક્લાદિ રૂપ જ્ઞાન થવું જોઇએ. અજ્ઞાની અને નિ:શીલ આત્માને શુભ આલંબન રૂપ મુનિપણાથી પણ શુભ પરિણામ જણાતા. નથી અને અશુભાલંબન રૂપ નાસ્તિકપણાથી પણ તેઓને શુભ પરિણામ થતા જણાય છે, તો પછી શુભાશુભ આલંબનોનો વિચાર કરવાથી શું ? Page 14 of 51

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51