Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 15
________________ સમાધાન૦ અશુભ આલંબનથી શુભ પરિણામ અને શુભ આલંબનથી અશુભ પરિણામ કવચિત્ અને કોઇક જ આત્માને થનાર હોવાથી, તેની અહીં ગણના નથી. અથવા નિ:શીલ આત્માને અશુભ આલંબનથી થનારો શુભ પરિણામ, ઉન્મત્ત આત્માના પરિણામની જેમ, શુભ પરિણામ જ નથી : કારણ કે-તે વિપર્યાસથી ગ્રસ્ત છે. શંકા મુનિવેષથી ઢંકાયેલા નિઃશીલ મુનિને દાન આપનાર દાતા સ્વર્ગાદિ ફ્ળ પામે છે, તેવી રીતે કુલિંગીને દાન આપનાર દાતાને મુનિદાનનું ફ્ળ કેમ ન મળે ? સમાધાન મુનિલિંગ, એ ગુણોનું સ્થાન છે તેથી તે ગુણોથી રહિત હોય તો પણ ગુણરહિત જાણવામાં ન આવે ત્યાં સુધી પ્રતિમાની પેઠે પૂજ્ય છ. કુલિંગ તો દોષનું આશ્રયસ્થાન હોવાથી, સ્થાનબુદ્ધિથી પણ તે પૂજવા યોગ્ય નથી. શંકા કુલિંગમાં પણ કેવળજ્ઞાન થાય છે, તો તે દોષનું જ આશ્રયસ્થાન કેમ કહેવાય ? સમાધાન કેવળજ્ઞાન ભાવલિંગથી થાય છે, કુલિંગથી થતું નથી. મુનિલિંગ તો ભાવલિંગની જેમ કેવળજ્ઞાનનું અંગ થાય છે, માટે પૂજ્ય છે. એ વિગેરે કારણોએ પરિણામની વિશુદ્ધિનો પ્રબળ હેતુ હોવાથી, શુભાલંબનરૂપ શ્રી જિન અને શ્રી સિદ્ધાદિકની પૂજા અને નમસ્કાર નિરન્તર કરવા યોગ્ય છે. અથવા શ્રી જિનાદિકની પૂજા, એ ભવ્યાત્માઓને બોધિબીજનું નિમિત્ત થાય છે, એ કારણે પણ અવશ્ય આદરણીય છે. તીર્થંકર મહારાજના જન્માભિષેકને વિષે એક ક્રોડ સાઠલાખ કળશો હોય છે, તેની વિગત નીચે મુજબ છે. એક અભિષેકમાં ચોસઠ હજાર કળશો હોય છે. તેને અઢી સો ગણા કરવાથી ૧ ક્રોડ, ૬૦ લાખ કળશો થાય છે. તે કળશો, આઠ જાતિના છે- ૧. સુવર્ણમય, ૨. રજતમય, ૩. રત્નમય, ૪. સ્વર્ણ રૂપ્યમય, ૫. સુવર્ણ રત્નમય, ૬. રૂપ્ય રત્નમય, ૭. સ્વર્ણ રત્નમય, ૮. મૃન્મય, (માટીમય). દરેક કળશ ૨૫ યોજન ઊંચો હોય છે. દરેક કળશ ૧૨ યોજન વિસ્તારવાળો હોય છે. દરેક કળશ ૧ યોજન નાળવાવાળો હોય છે. તે આઠ કળશોમાં દરેક જાતિના આઠ આઠ હજાર કળશો હોય છે. તે આઠે જાતિના કળશો મલોને, કુલ ૬૪૦૦૦ કળશો થાય છે. અઢી સો અભિષેકની વિગત કહે છે. ૧૦. અભિષેકો બાર વૈમાનિક દેવોના દસ ઇંદ્રોના. ૨૦. અભિષેકો ભુવનપતિના ઇંદ્રોના. ૩૨. અભિષેકો વ્યંતરના-બત્રીશ ઇંદ્રોના. ૧૩૨. અભિષેકો અઢીદ્વીપમાં રહેલ ૬૬ ચંદ્ર અને ૬૬ સૂર્યના. ૮. અભિષેકો સૌધર્મેદ્રની આઠ અગ્રમહિષીના. ૮. અભિષેકો ઇશાકેંદ્રની આઠ અગ્રમહિષીના. ૫. અભિષેકો ચમરેંદ્રની પાંચ અગ્રમહિષીના. ૫. અભિષેકો બલીંદ્રની પાંચ અગ્રમહિષીના. ૬. અભિષેકો ધરણંદ્રની છ પટરાણીના. Page 15 of 51

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51