Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 8
________________ શોષવા સમર્થ, મોટા અને ઘણા એવાં વૈક્રિય રૂપો વડે એકીસાથે ત્રણ લોકને પૂરવા તથા પરમાણુ માત્ર રૂપને પણ કરવા સમર્થ, એક હાથની પાંચ આંગલીઓ ઉપર પ્રત્યેકના અગ્રભાગને વિષે એકીસાથે પાંચય મેરૂને ધારણ કરવાને સમર્થ, બહુ શું કહેવું ? એક ક્ષણમાં સત વસ્તુને અસત્ અને અસત્ વસ્તુને સત્ દેખાડવાને તથા કરવાને નિશ્ચે સમર્થ તથા નમતા એવા દેવોના મસ્તક ઉપર રહેલ મણિઓ રૂપી મધુકરીઓની છોલોથી શોભિત છે ચરણો જેના, ભૂભંગ વડે આદેશ કરાયેલો અને હર્ષિત થયેલો છે. સસંભ્રમપણે ઉઠતો પરિવાર જેનો, ચિન્તવતાની સાથે તુરત જ સંઘટિત થતો છે. અનુકૂળ વિષયોનો સમુદાય જેને, રતિના રસભરપૂર વિલાસ કરવાને વિષે નિરંતર રક્ત, નિર્મલ અવધિજ્ઞાન અને અનિમેષ દ્રષ્ટિ વડે જોયા છે. જોવાલાયક પદાર્થો જેણે, સમકાલે ઉદય પામેલી છે સઘળી શુભ કર્મનો પ્રકૃતિઓ જેને તથા ઋદ્ધિના પ્રબંધથી મનોહર એવા વિમાનોના સમુદાયોનું પ્રાપ્ત થયું છે અધિપતિપણું જેને, એવો અસ્ખલિત પ્રસરવાળો સુરેન્દ્ર પણ જે દેવલોકનું પાલન કરે છે, તે સઘળું સદ્ભાવગર્ભિત પંચ નમસ્કારની થયેલી આરાધનાની લીલાનો જ એક લવ છે-એમ જાણો. (૩૩ થી ૪૭) ઉર્ધ્વ, અધો અને તિર્યક્ લોક રૂપી રંગમંડપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રી જે કોઇને જે કાંઇ આશ્ચર્યજનક અતિશયવિશેષ દેખાય છે અથવા સંભળાય છે, તે સર્વ પણ નમસ્કારના સ્મરણનો જ એક મહિમા છે-એમ સમજો. (૪૮-૪૯) જલદુર્ગને વિષે, સ્થલદુર્ગને વિષે, પર્વતદુર્ગને વિષે, સ્મશાનદુર્ગને વિષે અથવા અન્યત્ર પણ દુર્ગ-કષ્ટપદને વિષે એક નવકાર જ ત્રાણ અને શરણ છે. (૫૦) વશીકરણ, રણ, ઉચ્ચારણ, ક્ષોભ અને સ્થંભન આદિ કાર્યોને વિષે વિધિપૂર્વક પ્રયુક્ત થયેલો નવકાર જ સમર્થ છે. (૫૧) અન્ય મંત્રોથી પ્રારંભેલા જે કાર્યો વશ થયાં નથી, તે સર્વ પણ નવકારના સ્મરણપૂર્વક પ્રારભેલાં થાય તો શિઘ્ર સિદ્ધ થાય છે. (૫૨) તે કારણ માટે સકલ સિદ્ધિઓ અને મંગલોને ઇચ્છતા આત્માએ સર્વત્ર સદા સમ્યક્ત્રકારે નવકારને ચિન્તવવો જોઇએ. (૫૩) જાગતાં, સુતાં, છીંકતાં, બેસતાં, ઉઠતાં, ઉભા રહેતાં, ચાલતાં, સ્ખલન પામતાં કે નીચે પડતાં આ પરમ મંત્રને જ નિશ્ચે અનુસરવો જાઇએ -વારંવાર સ્મરણ કરવો જોઇએ. (૫૪) પુણ્યાનુબંધી પુણ્યવાળા જે આત્માએ આ નવકારને પ્રાપ્ત કર્યો છે, તેની નરક અને તિર્યંચ ગતિઓ અવશ્ય રોકાઇ ગઇ છે. (૫૫) વળી કહ્યું છે કે- આ નવકાર જેણે ભાવથી પ્રાપ્ત કર્યો છે, તેને કદી પણ અપયશ અને નીચ ગોત્રાદિની પ્રાપ્તિ પણ દુર્લભ થતી નથી તથા જન્માંતરમાં પણ તેને ફરી વાર આ નવકારની પ્રાપ્તિ પણ દુર્લભ થતી નથી. (૫૬) વળી જે મનુષ્ય એક લાખ નવકારને અખંડપણે ગણે તથા શ્રી જિનેશ્વરદેવ અને સંઘની પૂજા કરે, તે તીર્થંકરનામકર્મને બાંધે છે. (૫૭) નવકારના પ્રભાવથી જન્માંતરને વિષે પણ પ્રધાન જાતિ, કુલ, રૂપ, આરોગ્ય અને સંપદાઓ પ્રાપ્ત થાય છે. (૫૮) ચિત્તથી ચિતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાંસુધી જ થતું નથી, કે જ્યાં સુધી આ નવકારને સ્મરવામાં આવ્યો નથી. (૫૯) વળી આ નવકારથી મનુષ્ય સંસારમાં કદી પણ દાસ, પ્રેષ્ય, દુર્ભાગ, નીચે કે વિકલેન્દ્રિય -અપૂર્ણ ઇંદ્રિયવાળો થતો નથી. (૬૦) પરમેષ્ઠિ વિષયક ભક્તિ-પ્રયુક્ત આ નવકાર આ લોક અને પરલોકમાં સુખને કરનારો છે તથા આ લોક અને પરલોકના દુઃખોને દળનારો છે. (૬૧) વળી બહુ વર્ણન કરવાથી શું ? આ જગતમાં તેવું કાંઇ જ નથી, કે જે ભક્તિપ્રયુક્ત આ નવકાર વડે જીવોને પ્રાપ્ત ન થાય ! (૬૨) પરમ દુર્લભ અવા પરમ પદના સુખોને પણ જો આ પમાડે, તો તેના અનુસંગથી સાધ્ય અન્ય સુખોની તો ગણના જ શી ? (૬૩) પરમપદ-પુરને જેઓ પામ્યા છે, પામશે અને પામે છે, તે સર્વે પંચ નમસ્કાર રૂપી મહારથના સામર્થ્ય-યોગે જ છે.(૬૪) લાંબા કાળ સુધી તપને તપ્યો, ચારિત્રને પાળ્યું અને ઘણાં શાસ્ત્રને ભણ્યો, પણ જો નવકારને વિષે રતિ ન થઇ, તો સર્વે શાસ્ત્ર નિષ્ફળ ગયું (જાણવું.) (૬૫) ચતુરંગ સેનાને વિષ જેમ સેનાની દીપે છે, તેમ દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપની આરાધના વિષે ભાવ નમસ્કાર શોભે છે. (૬૬) ભાવ-નમસ્કારરહિત જીવે અનંતી વાર દ્રવ્યલિંગોને નિસ્ક્લપણે ગ્રહણ કર્યા અને મૂક્યાં, અમ સમજીને હે સુંદર ! તું આરાધનાને વિષે એક-મનવાળો બની ભાવપૂર્વક તેને (ભાવ-નમસ્કારને) મનને વિષે ધારણ કર.(૬૭) હે દેવાનુપ્રિય ! હ્રી Page 8 of 51

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51