Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 7
________________ મંત્ર, તંત્ર અને યંત્રના પ્રકારો પણ રૂંધાઇ જાય છે-કાંઇ કરી શકતા નથી. (૧૨) પંચ નવકારના સામર્થ્યથી અગ્નિકમલના પુંજ જેવો સિંહ, શિયાળ જેવો અને વનહસ્તી મૃગના બચ્ચાં જેવો બની જાય છે. (૧૩) એ કારણે આ નવકાર સુર, ખેચર વિગેરે વડે બેસતાં, ઉઠતાં, અલના પામતાં કે પડતાં પરમ ભક્તિ સ્મરણ કરાય છે. (૧૪) વળી શ્રદ્ધાબહુમાન અને સ્નેહગર્ભિત આ નવકાર રૂપી શ્રેષ્ઠ દીપક, મિથ્યાત્વ રૂપી તિમિરને હરનારો ધન્યપુરૂષોના મન રૂપી ભવનને વિષે શોભે છે. (૧૫) જેઓના મન રૂપી વનનિકુંજમાં નવકાર રૂપી કેસરીકિસોર સિંહનું બચ્ચું રમે છે, તેઓને અનિષ્ટ એવા દુર્ધટ ભાગ્યની ઘટનાઓ નડતી નથી. (૧૬) નિબિડ બેડીઓની ઘટના કે વજપંજરનો નિરોધ ત્યાં સુધી જ છે, કે જ્યાં સુધી યાવર્જિવીત પંચ નવકાર રૂપી શ્રેષ્ઠ મંત્ર જપવામાં આવ્યો નથી. (૧૭) દર્પિષ્ઠ, દુષ્ઠ, નિષ્ફર અને અત્યંત રૂષ્ઠ એવી. બીજાઓની દ્રષ્ટિ ત્યાં સુધી જ પીડા કરે છે, કે જ્યાં સુધી નવકારમંત્રના ચિન્તનપૂર્વક જોવાયું નથી. (૧૮) મરણતોલ સમરાંગણના સમાગમ વખતે કે ગ્રામ-નગરાદિના ગમન વખતે નવકારોનું સ્મરણ કરનારાઓને સન્માનની પ્રાપ્તિ થાય છે. (૧૯) તથા જ્વલમાન મણિપ્રભા વડે મલ્લ એવી વિશાલ ણિપતિની ક્ષાના સમૂહથી પ્રસાર પામતા કરણોના ભારથી ભાગી ગયું છે અંધકાર જ્યાંનું, એવા પાતાલ લોકને વિષે ચિત્તાનત્તર ઘટમાન છે ચિત્તાહલાદક વિષયો જેમને એવા દાનવો જે વિલાસ કરે છે, તે નવકારના તનો એક લેશ છે. (૨૦-૨૧) વળી વિશિષ્ટ પદવી, વિદ્યા, વિજ્ઞાન, વિનય અને ન્યાયથી નિપુણ, અખ્ખલિત પ્રસરવાળ, પ્રસાર પામતા મનોહર યશથી ભરાઇ ગયું છે ભુવનતલ જેમાં, અત્યંત અનુરક્તા એવા કલત્ર અને પુત્રાદિ સકલ સુખી સ્વજનવાળું, આજ્ઞાની રાહ જોતાં ઉત્સાહી અને દક્ષ ગૃહકર્મ કરનાર પરિજનવાળ, અવિચ્છિન્ન લક્ષ્મીના વિસ્તારયુક્ત શ્રેષ્ઠ સ્વામિપણું, ભોગીપણું અને દાનીપણું છે જેમાં, રાજા અમાત્યાદિ વિશિષ્ટ લોક અને પ્રજાજન વડે બહુમાન કરાયેલું, યથાચિંતિત ફ્લપ્રાપ્તિ વડે સુંદર અને વિરોધી લોકોના ચિત્તને પણ ચમત્કાર કરનારું, એવું મનુષ્યપણું જે પ્રાપ્ત થાય છે, તે પણ નવકારના ફ્લન એક લેશ છે. (૨૨-૨૩-૨૪-૨૫) વળી સર્વ અંગોએ પ્રધાન શોભાયુક્ત ચોસઠ હજાર અંતેઉરીવાળું, બત્રીસ હજાર મોટા પ્રભાવશાલી સામંત રાજાઓના આધિપત્યવાળું, મોટા નગર સદૃશ છન્ને ક્રોડ ગ્રામના વિસ્તારવાળું, દેવનગર સમાન બહોંતેર હજાર શ્રેષ્ઠ નગરોવાળું, બહુસંખ્ય ખેડ, કમ્બડ, મડંબ, દ્રોણમુખ વિગેરે ઘણી વસ્તીઓવાળું, દેદીપ્યમાન, મનોહર અને સુંદર એવા રથોના સમુદાયથી યુક્ત રાજમાર્ગોવાળું, દુશ્મનના સમુદાયને ચગદી નાખવાને સમર્થ એવા પાયદળની સેનાના સમુદાયવાળું, અત્યંત મદઝરતા. પ્રચંડ ગંડસ્થળના મંડળવાળા હસ્તીઓના દળવાળું, મન અને પવનથી પણ ચંચલ તથા કઠોર ખુરીઓ વડે ખોદી નાખ્યું છે. ક્ષોણિતલ જેમને એવા તરલ તુરંગોની માળાવાળું, સોલ હજારની સંખ્યાવાળા યક્ષોના સમુદાયથી સુરક્ષિત, નવ વિધિ અને ચૌદ રત્નોના પ્રભાવથી પ્રાદુર્ભાવ પામતા સકલ અર્થોવાળું છ ખંડ ભરતક્ષેત્રનું અધિપતિપણું, ભુવનને વિષે જે પ્રાપ્ત થાય છે, તે પણ ખરેખર શ્રદ્ધાસલિલના સિંચનથી. પરિવર્ધિત એવા પંચ નમસ્કાર રૂપી વૃક્ષના કોઇ એક ફ્લના વિલાસનો જ વિશેષ છે. (૨૬-૨-૨૮-૨૯-૩૦-૩૧-૩૨) વળી શ્વેત દિવ્યાંશુકથી ઢંકાયેલ દેવશય્યાને વિષે શુક્તિના પડની અંદર રહેલ મુક્તાફ્લની જેમ સુંદર અંગસહિત જે ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયા બાદ જે આજન્મ રમ્યતનું, આજન્મ સૌભાગ્ય અને યુવાવસ્થાવાનું , આજન્મ રોગ, જરા, રજ અને સ્વદરહિત શરીરયુક્ત, આજના અનન્ય કાંતિ તથા માંસ અને રૂધિરાદિ શરીરના મલથી વિમુક્ત તથા આજન્મ અમ્લાન પુષ્પમાલા અને દેવદૂષ્યને ધારણ કરનાર તથા ઉત્તપ્ત જાત્યકાંચન અને તરૂણ દિનકર સમાન છે. શરીરની શોભા જેની, પાંચ પ્રકારના રત્નમય આભરણોના કિરણોથી કર્બરિત છે. દિગચક્ર જેનું, લટકતા કંડલોની , પ્રભાસિત છે. સંપૂર્ણ ગંડમંડલ જેનું, રમણીય રમણશીલ દેવરમણીઓના સમુદાયને મનહર, એક હેલા વડે ગ્રહચક્રને પાડવા અને ભૂતલને જમાડવા સમર્થ, લીલાપૂર્વક સકલ કુલાચલના સમુદાયને ચૂરવા અને માનસ પ્રમુખ મહાસરોવર, સરિતા, દ્રહ અને સાગરોના પાણીને પ્રલયકાલના પવનની જેમ એકીસાથે Page 7 of 51

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51