________________
પરલોકમાં સિદ્ધિ, સ્વર્ગ અને ઉત્તમ કુળાદિની પ્રાપ્તિ વિગેરે ફળો છે. નમસ્કાર સંબંધી સતત ઉપયોગ અને ક્રિયા વડે કર્મક્ષયાદિ ગુણનો લાભ થાય છે, તે અનન્તર-પ્રયોજન’ છે અને તેના પરિણામે કાળાન્તરે યા જન્માંતરે અર્થકામાદિકની યા સ્વર્ગમોક્ષાદિકની પ્રાપ્તિ, તે “પરમ્પરપ્રયોજન’ છે.
નમસ્કાર, એ મૃત એટલે આગમરૂપ છે. મૃતોપયોગ રૂપ આત્મપરિણામ, આત્મહિત પરિજ્ઞા અને ભાવસંવરાદિ બહુ પ્રકારના લાભવાળો છે, તેથી મૃતાત્મક નમસ્કારના ઉપયોગથી કર્મક્ષય થાય છે. એ રીતે નમસ્કારના ઉપયોગથી પ્રતિ સમયે કર્મનો ક્ષય થતો હોવાથી, તેને સર્વ કાર્યોમાં મંગળરૂપ તથા વિજ્ઞવિનાશના અપ્રતિમ કારણ તરીકે માનેલ છે.
શંકા. કોપ-પ્રસાદરહિત શ્રી જિન અને શ્રી સિદ્ધ, એ પૂજાનું ળ આપનારા નથી : કારણ કે-જેઓ પૂજાનું ફળ આપનારા છે, તેઓ હમેશાં રાજા વિગેરેની જેમ કોપ-પ્રસાદસહિત જ દેખાય છે.
સમાધાન. શ્રી જિનો અને શ્રી સિદ્ધો પૂજાનું ફળ આપે છે, એવું અમે કહેતા જ નથી. સર્વ જીવોને સ્વર્ગનરકાદિ કે સુખદુ:ખાદિક ફળ સ્વકૃત પુણ્ય-પાપના બલે જ થાય છે. પુણ્ય-પાપ યાને ધર્મ-અધર્મ, એ જ્ઞાનાદિકની જેમ આત્માના ગુણો હોવાથી, કોઇને આપી શકાય કે કોઇની પાસેથી લઇ શકાય એમ નથી. આત્મગુણો પણ જો આપી કે લઇ શકાતા હોય, તો કૃતનાશ, અકૃતાગમ, સાંકર્ય, એકત્વાદિ અનેક દોષો. આવીને ઉભા રહે. એ કારણે નમસ્કારનું મૂખ્ય ફળ અવ્યાબાધ-સુખ રૂપ મોક્ષ છે અને સ્વર્ગાદિ ફળ એ આનુષંગિક ળ છે : તેમાં મોક્ષ રૂપ મુખ્ય ફળ એ ચેતન્યાદિ ભાવોની જેમ આત્મપર્યાય રૂપ હોવાથી કોઇને પણ આપી શકાય કે કોઇની પાસેથી પણ લઇ શકાય તેમ નથી.
શંકા. મૂખ્ય ળ રૂપ મોક્ષ ભલે આત્મપર્યાય હોવાથી આપી કે લઇ શકાય નહિ, કિન્તુ સુંદર ભક્તપાનાદિ યા મનોહર અર્થકામાદિ તો બીજાને આપી શકાય કે લઇ શકાય તેવા છે, તો તેને શ્રી જિનો અને શ્રી સિદ્ધો કેવી રીતે આપે છે ?
સમાધાન. અર્થકામાદિ કે ભક્ત પાનાદિ બીજાને આપી શકાય તેવા છે, પણ પૂજાનો પ્રયત્ન ભક્તાદિ માટે હોતો નથી. કિન્તુ મોક્ષ માટે જ હોય છે : અથવા ભક્તાદિ પણ જે પ્રાપ્ત થાય છે તે સ્વકૃત કર્મના ઉદયથી જ થાય છે : બીજા દાતા તો તેમાં નિમિત્ત માત્ર છે : નિશ્ચયથી કોઇને કોઇ દાતા પણ નથી. કે અપહર્તા પણ નથી. સુખદુ:ખાદિનો અંતરંગ હેતુ કર્મ જ છે. શરીર, એ બાહ્ય હેતુ છે : શબ્દાદિ વિષયો, એ એથી પણ વધારે બાહ્ય હેતુઆ છે : અને તેને આપનાર-લેનાર-અપહર્તાદિ તો અતિશય બાહ્યતર હેતુઓ છે : માટે નિશ્ચયથી કર્મ સિવાય સુખ દુઃખનો દાતાર અન્ય કોઇ જ નથી. શરીર, વિષયો અને તેના આપનાર-લેનાર સુખદુ:ખનાં નિમિત્તો માનેલાં છે, તે કર્મના લીધે જ માત્ર વ્યવહારથી માનેલાં છે : તો પછી રાગદ્વેષ રહિત શ્રી સિદ્ધાત્માઓ નમસ્કારના ળને આપનારા છે, એમ કહી જ કેમ શકાય ?
શંકા જો સર્વ શુભાશુભ ફળ સ્વકૃત-કર્મજનિત જ છે, તો દાન-અપહરણાદિનું દાતા-હર્તાને થવું ન જોઇએ.
સમાધાન. કર્મ સ્વકૃત છે તેથી જ તેનું ળ દાતા-હર્તાને ઘટે છે. દાનાદિ સમયે પરાનુગ્રહ પરિણામ તથા હરણાદિ વખતે પરોપઘાતાદિ પરિણામ, એજ પુણ્ય-પાપનાં કારણ બને છે. તે પુણ્ય-પાપ બાહ્ય નિમિત્તની અપેક્ષા રાખે છે, કિન્તુ બાહ્ય નિમિત્તની અપેક્ષા રાખીને પણ રહે છે આત્મામાં અને કાળાન્તરે બાહ્ય નિમિત્તની અપેક્ષા રાખીને જ શુભાશુભ ફળને આપે છે : તેથી તે ળ પરકૃત કહેવાય છે. વસ્તુત: સ્વકૃત-કર્મ સિવાય બીજાથી તે પ્રાપ્ત થતું નથી.
વળી જો તે ળ બીજાથી પ્રાપ્ત થવા યોગ્ય છે એમ માનીએ, તો જેણે ગ્રહણ અથવા હરણ કર્યું, તે મોક્ષ અથવા ફુગતિ પામે, તે વખતે તે ળ કોનાથી પ્રાપ્ત થાય ? અર્થાત- કૃતનાશ દોષ આવીને ઉભો રહે. જેને જે આપ્યું હોય તેણે તે આપવું જોઇએ અને જેનું હરણ કરાયું હોય તેનું તે હરણ કરે, એ માન્યતા અયુક્ત છે.
Page 11 of 51