Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 4
________________ વિધિપૂર્વક ગ્રહણ કરેલો ગણાય છે. એ રીતે વિધિપૂર્વક અગર વિધિ પ્રત્યે સંપૂર્ણ આદર ધારણ કરી, અવસર મળ્યું એ વિધિને સત્યાપિત કરવાની ધારણા રાખી ગ્રહણ કરવાવાળો આત્મા, નવકાર દ્વારા યથેષ્ટ ળ આજે પણ ના મેળવી શકે એ બને જ નહિ. આજના વિપકાળમાં મંગળ માટે, વિધ્વ-વિનાશ માટે, ચારે બાજુ અને દશે દિશાએથી મોટું ફાડીને ડોકીયાં કરી રહેલાં દુ:ખ રૂપી પિશાચોના મુખની અંદર ક્ષદ્ર જન્તુની જેમ પીસાતાં બચી જવા માટે શું કોઇ પ્રબળ સાધનની જરૂર નથી ? પ્રત્યેક વ્યક્તિ માટે, સ્ત્રી-પુરુષ માટે, બાલક-બાલિકા સર્વને માટે એવા સાધનની અનિવાર્ય જરૂર છે : અને એવું પ્રબળ સાધન, અમોધ સાધન, સર્વ ભયોની સામે આત્માને સુરક્ષિત બનાવનાર અને સર્વને એક સરખું ઉપયોગી થઇ પડે તેવું સાધન શ્રી પંચપરમેષ્ઠી નમસ્ક્રિયાથી ચઢીયાતું બીજું કયું છે ? હોય તો તેને અપનાવવાની જરૂર છે અને ન હોય તો ધુમાડામાં બાચકા ભરવાની. જરૂર નથી. મધ્ય દરિયામાં ડુબતી વેળાએ તણખલાને વળગવાથી બચી શકાતું નથી. દુ:ખસાગરમાં ડુબતી દુનિયાને બચાવી લેવા અને સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવા શ્રી નવકાર સમાન બીજી કોઇ Life boat' જીવનનાવ નથી. જેમ નાવ પણ તેમાં બેસનારને જ બચાવે છે-બીજાને નહિ તેમ નવકાર પણ તેના આરાધકને બચાવે-આરાધક કે વિરાધકને ન બચાવે, એમાં કોનો દોષ ? શ્રી નવકારનો નહિ જ. પંચપરમેષ્ઠિ નમસ્કાર એ સર્વ પાપોનો પ્રભાશ કરનાર તથા સર્વ મંગલોનું મૂળ છે એમ સાક્ષાત શ્રી નમસ્કારસૂત્રમાં જ માવ્યું છે, જેથી તે વિષયમાં કોઇને કાંઇ પણ શંકા રહેવી જોઇએ નહિ. છતાં તેનો વિશેષ વિસ્તારથી મહિમા બતાવવા માટે શાસ્ત્રોમાંથી ઉદ્ધત કરીને નાના પ્રકરણો રૂપે કેટલાંક પ્રકરણો આજે પણ મળી આવે છે. તેમાંથી માત્ર બે જ પ્રકરણો-એક સંક્ષેપથી ળને બતાવનાર તથા બીજું વિસ્તારથી ળને બતાવનાર-મૂળ પ્રાકૃત ઉપરથી સરલ ગુજરાતીમાં અનુવાદ કરીને અહીં આપવામાં આવે છે. આશા છે કે-આજના ભીષણ કાળમાં યોગ્ય આત્માઓને તે ઘણું આશ્વાસન આપશે અને નવકાર પ્રત્યે ભક્તિ ઉત્પન્ન કરાવી ચિત્તની અસમાધિને મોટે ભાગે મટાડનાર થશે. શાસ્ત્રકારોએ સંકલેશ વખતે, કષ્ટ વખતે તથા ચિત્તની અરતિ અને અસમાધિ વખતે વારંવાર નવકારને યાદ કરવા ક્રમાવ્યું છે. તે શાસ્ત્રાજ્ઞાનું પાલન થશે. શાસ્ત્રજ્ઞાના પાલન માટે પ્રત્યેક સમયે સાવધ રહેનાર આત્માને અરતિ કે અસમાધિ જેવું કાંઇ રહેતું જ નથી. પરન્તુ આજનો જમાનો શાસ્ત્રાજ્ઞાઓથી નિરપેક્ષ બનીને સુખની શોધ પાછળ પડ્યો છે, જેથી તેના ભાગ્યમાં સુખના બદલે દુ:ખના. દિવસો જોવાનો પ્રસંગ વધે છે અથવા શાંતિના બદલે અશાંતિ અને સમાધિના બદલે અસમાધિના જ કારમાં. પ્રસંગો ઉભા થાય છે. હજુ પણ જો જ્ઞાનીઓનાં વચનોને અનુસરવાની વૃત્તિ ઉત્પન્ન થાય, તો પણ ઘણાં દુ:ખો, ઘણી. ચિંતાઓ અને ઘણી ઘણી અસમાધિઓ આપોઆપ અદ્રશ્ય થઇ જાય તેમ છે. અસમાધિઓ અને અશાંતિઓને અદ્રશ્ય કરવાનો સિદ્ધ, શિધ્ર અને અમોધ ઉપાય જ્ઞાનીઓએ શ્રી નવકાર મંત્ર, તેનાં પદો અને તેના પ્રત્યેક અક્ષરોના અવલંબનનો બતાવ્યો છે. વિધિપૂર્વક તેનો આશ્રય લેનારને શ્રી નવકારમંત્ર અપૂર્વ શાંતિ આપે છે, અનન્ત કર્મોનો નાશ કરાવે છે, તેમજ સર્તમ અને તેના પરિણામે મળતાં અનંતા સુખોનાં પરમ બીજ સ્વરૂપ બની જાય છે. જેમ બીજમાંથી અંકુર, અંકુરમાંથી વૃક્ષ, અને વૃક્ષમાંથી પત્ર, પુષ્પ અને ફળ સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થાય છે, તેમ પંચપરમેષ્ઠિ નમસ્કાર રૂપી ભાવ બીજમાંથી કાળક્રમે સદ્ધર્મ ચિંતા રૂપી અંકુરાઓ, સદ્ધર્મશ્રવણ અને અનુષ્ઠાનાદિ રૂપી વૃક્ષ તથા તેની શાખા-પ્રશાખાઓ, સુદેવ તથા મનુષ્યોનાં સુખો રૂપી પત્રો અને કુસુમો, તેમજ સિદ્વિગતિનાં અક્ષય સુખો રૂપી સદા અમ્લાન અને પરિપક્વ ળોની પ્રાપ્તિ સ્વયમેવ (Automatic) થાય છે. Page 4 of 51Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 51