Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 3
________________ છે, શ્રદ્ધા અને સંવેગ ભરપૂર વિચારો જેના અંતરમાં સ્થાન જમાવીને બેઠેલા છે, તે આત્માઓ જ પંચપરમેષ્ઠિ નમસ્કાર-ક્રિયાના યથાર્થ ળના ઉપભોક્તા બની શકે છે. અર્થજ્ઞાન મળ્યા પછી શ્રદ્ધા-સંવેગની શી જરૂર ? -એમ કહેનારા તત્ત્વને સમજ્યા જ નથી. અર્થજ્ઞાનની સાથે શ્રદ્ધા-સંવેગ ઇત્યાદિ જ્યાં સુધી ન મળે, ત્યાં સુધી તે ક્રિયા ભાવક્રિયા બની શકતી નથી. શાસ્ત્રકારોએ “ભાવ” ને જ સર્વત્ર ળદાયી માન્યો છે. “ભાવ” ઉપયોગ સ્વરૂપ છે. ઉપયોગ વિનાની. અર્થજ્ઞાન સહિત અને શુદ્ધ ક્રિયાને પણ શાસ્ત્રકારોએ દ્રવ્યક્રિયા કહેલી છે. “પોતે ભૂમિતિ તૈનાત “અનુપયોગ એ જ દ્રવ્ય છે.' એમ શાસ્ત્રોનું માન છે. ઉપયોગવાળાની અશુદ્ધ અગર અર્થજ્ઞાનહીન ક્રિયા પણ ભાવક્રિયાનું કારણ બની શકે છે. એથી વિપરીત ઉપયોગશૂન્યની શુદ્ધ અને અર્થજ્ઞાનવાળી ક્રિયા પણ ભાવક્રિયા કે તેનું સાક્ષાત્ કારણ બની શકતી નથી. ઉપયોગની આટલી પ્રધાનતા જેમ ધર્મક્રિયામાં છે, તેમ પ્રત્યેક સારી-નરસી ક્રિયામાં છે. જેમ અનુપયોગ થયેલો અપરાધ સંસારમાં કે સરકારમાં પણ મુખ્ય અપરાધ ગણાતો નથી, તેમ વિના ઉપયોગ થયેલું સારું કાર્ય પણ સંસારમાં સારું કે પ્રશંસનીય ગણાતું નથી. ઇતર દર્શનકારોએ પણ કહ્યું છે કે- ‘મન PQ HTM[ @(ર જૂ મોક્ષ “મનુષ્યોનું મન એ જ બંધ અને મોક્ષનું કારણ છે.” મન જેમાં ભળતું નથી, એ ક્રિયા જેમ બન્ધનો હેતુ થતી નથી, તેમ મોક્ષનો હેતુ પણ થતી નથી. મનશૂન્યપણે કે ઉપયોગશૂન્યપણે થતી પંચપરમેષ્ઠિ નમસ્કાર-ક્રિયા પણ, તેનું સારુ અને યથાર્થ ળ કેમ આપી શકે ? એ ક્રિયાની સાથે મનને મેળવવા માટે અર્થજ્ઞાનની જેટલી જરૂર છે, તેથી કઇ ગુણી અધિક જરૂર શ્રદ્ધા અને સંવેગની છે. શ્રદ્ધા અને સંવેગવાળા તથા પંચપરમેષ્ઠિ નમસ્જિયા પ્રત્યે ભક્તિ અને આદરવાળા પુણ્યવંત જીવો અત્યભ અર્થજ્ઞાનને ધારણ કરવા છતાં, તેનાથી જે ફયદો આજે અગર કોઇ પણ કાળે ઉઠાવી શકે છે, તે ળ, શ્રદ્ધા, સંવેગ, ભક્તિ અને આદરાદિથી શૂન્ય મોટા તત્ત્વવેત્તા અને પંડિતાગ્રણી તરીકે લેખાતાઓ પણ મેળવી શકે તેમ નથી. પંચપરમેષ્ઠિ નમસ્ક્રિયાનો પ્રભાવ એ રીતે અત્યંત ભારી હોવા છતાં પણ, તેના ળથી વંચિત રહી જવાનું મુખ્ય કારણ કાઇ હોય તો તે શ્રદ્ધાહીનતાદિ છે. શ્રદ્ધાહીન આત્માના હાથમાં આવેલો નવકાર રૂપી. ચિન્તામણિ નિષ્ફળ જાય અગર નુક્શાન કરનારો થાય, તો તેમાં દોષ નવકાર કે તેના પ્રભાવનો છે એમ કેમ કહી શકાય ? અનધિકારી આત્માઓને સારી પણ ચીજ આપવાની પરોપકારરત પુરુષો સ્પષ્ટ શબ્દોમાં ના પાડે છે. પરમોપકારી ભગવાન હરિભદ્રસૂરિ મહારાજ જ અન્ય સ્થળે માવે છે કે - જૈતાદ્ધdયોગ્યેયો, દ્રત્યેનું તથાપિ તૂ I हरिभद्र इदं प्राद्, नैतेभ्ये देय आदरात् ।।१।।" ઉત્તમ વસ્તુના માહાભ્યને જાણનારા સપુરુષો અયોગ્યને ઉત્તમ વસ્તુ આપતા જ નથી. તો પણ. હરિભદ્ર' આદરપૂર્વક જણાવે છે કે- કૃપા કરીને ઉત્તમ વસ્તુ અયોગ્યને આપતા નહિ. કારણ કે-ઉત્તમ વસ્તુની કરેલી સ્વલ્પ પણ અવજ્ઞા મોટા અનર્થને માટે થાય છે. એ અનર્થથી બચવાને માટે જ મારું આ કથન છે. નહિ કે-મને કોઇના પ્રત્યે માત્સર્ય છે. યોગ્ય અને અધિકારી આત્માઓને તો તે પ્રયત્નપૂર્વક આપવી જોઇએ. પરન્તુ તેમાં પણ વિધિ જાળવવાની અત્યંત જરૂર છે. અયોગ્ય વિધિએ ગ્રહણ કરનાર યોગ્ય આત્માને ઉત્તમ વસ્તુ પણ એકાએક ળીભૂતી થતી નથી, નુક્શાના કરનારી પણ થઇ પડે છે. શ્રી પચપરમેષ્ઠી નમસ્કારના સાચા અધિકારી શ્રદ્ધા-સંવેગાદિ ગુણોથી વિભૂષિત પુરુષરત્નો છે. પછી તે સાધુ હો, સાધ્વી હો, શ્રાવક હો, શ્રાવિકા હો કે ભદ્રક પરિણામી મિથ્યાદ્રષ્ટિ હો. ઉપધાનાદિ તપ કરવાપૂર્વક, શ્રી મહાનિશીથાદિ સૂત્રોના યોગોદ્વહન કરનાર સંયમી, શુદ્ધ ચારિત્રના ખપી અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રત્યે પરિપૂર્ણ આદર ધરાવનારા નિર્ચન્થ મુનિરાજના મુખથી ગ્રહણ કરેલો નવકાર એ જ Page 3 of 51Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 51