Book Title: Panch Parmeshthi Namaskar Mahamantrano Prabhav Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 2
________________ સહિત શુદ્ધ અને સ્પષ્ટશબ્દોચ્ચારપૂર્વક તેનું ઉચ્ચારણ અથવા મનન, ચિન્તન અને નિદિધ્યાસનાદિ અત્યંત અશુભ કર્મોના ક્ષયનું મહત કારણ બને તેમાં પૂછવું જ શું ? આજે પંચપરમેષ્ઠિ નમસ્કાર ળીભૂત ન થતો હોય કે તેનો પ્રભાવ પ્રતીતિગોચર ન બનતો હોય, તેમાં મુખ્ય કારણ તેના અર્થનું અજ્ઞાન છે કે શ્રદ્ધા-સંવેગાદિનો અભાવ છે, એનો નિશ્ચય ઉપરોક્ત નિરૂપણમાંથી મળી આવે છે. તથા પ્રકારના ક્ષયોપશમના અભાવે અર્થનો અવગમ ઓછો-વધતો હોઇ શકે છે, પરન્તુ તે તેટલો બાધક નથી. જેટલો બાધક વિધાનનો અભાવ છે-શ્રદ્ધા-સંવેગાદિ ભાવોલ્લાસનો અભાવ છે. ક્ષયોપશમના યોગે અર્થાવગમ અધિક પણ હોય, છતાં જો વિધાન પ્રત્યે બેદરકાર હોય, તો તે ફ્લપ્રાપ્તિથી બનશીલ રહે છે. સામાન્ય અર્થબોધવાનું પણ વિધાન પ્રત્યે કાળજીવાળો આત્મા પાપક્ષયાદિ ઉચ્ચ ળોનો ભોક્તા બની શકે છે. આજે નવકારને ગણનારા અર્થજ્ઞાનહીનપણે તેને ગણે છે માટે તેના ળથી વંચિત રહે છે, એમ કહેવા કરતાં શ્રદ્ધા-સંવેગશૂન્યપણે તેને ગણે છે માટે જ ળથી વંચિત રહે છે, એમ કહેવું એ શાસ્ત્રદ્રષ્ટિએ વધારે અનુકૂળ છે. શ્રદ્વા એટલે “તત પ્રત્યારે “આ તેમ જ છે' એવો વિશ્વાસ અથવા “આ જ પરમાર્થ છે' એવી બુદ્ધિ : અને સંવેગ એટલે. “મોક્ષાભિલાષા” અથવા “આ જ આરાધન કરવા યોગ્ય છે.' એવો ભાવ. ભાવોલ્લાસ માટે આ જાતિનાં શ્રદ્ધા અને સંવેગની પરમ આવશ્યક્તા છે. જ્યાં સુધી “પંચપરમેષ્ઠિ નમક્રિયા એ જ પરમાર્થ છે” એવી બુદ્ધિ ન થાય અને “દુ:ખ અને તેના કારણભૂત પાપથી રહિત બનવા. માટે એ જ એક પરમ સાધન છે.' એવું આંતરિક સ્પર્શજ્ઞાન ન થાય, ત્યાં સુધી- “અરિહંત એ બાર ગુણ સહિત છે અને સિદ્ધ એ આઠ ગુણ સહિત છે : આઠ પ્રાતિહાર્ય અને ચાર મૂલાતિશય મળીને બાર ગુણ થાય છે : અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ ઇત્યાદિ આઠ પ્રતિહાર્યોનાં નામ છે : અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય ઇત્યાદિ ચાર મૂલ અતિશયો કહેવાય છે : આઠ કર્મના ક્ષયથી સિદ્ધપરમાત્માને આઠ ગુણો ઉત્પન્ન થાય છે : આઠ કર્મની ઉત્તર પ્રવૃતિઓ (૧૫૮), સત્તામાં (૧૪૮), બંધમાં (૧૨૦), ઉદયમાં (૧૨૨), ઉદીરણામાં (૧૨૨) હોય છે : બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા -એ ચાર પ્રકારે કર્મથી રહિત હોય તે સિદ્ધ કહેવાય છે.” -અગર આથી પણ પાંચ પરમેષ્ઠી અને તેમના ગુણો સંબંધી સૂક્ષ્માતિ સૂક્ષ્મ જ્ઞાન ધરાવનાર આત્મા પણ જો તે પ્રત્યે શ્રદ્ધા અને સંવેગથી શૂન્ય છે, તો ળપ્રાપ્તિનો અનધિકારી છે. તથા પ્રકારના ક્ષયોપશમાદિ સામગ્રીના અભાવે “અરિહંત પરમાત્મા એ મોક્ષમાર્ગના ઉપદેશક છે : સિદ્ધ પરમાત્મા એ મોક્ષને પ્રાપ્ત થયેલા છે : મોક્ષ એ અનંત સુખનું ધામ છે : જન્મ-મરણાદિ કે ભૂખ-તૃષાદિ પીડાઓનું ત્યાં નામનિશાન નથી. : દુ:ખનું સ્થાન ચાર ગતિ રૂપ સંસાર છે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી તે ભરપૂર છે. જ્યાં સુધી એ સંસારપરિભ્રમણ મટે નહિ, ત્યાં સુધી દુ:ખનો અંત આવે નહિ. અરિહંત પરમાત્માઓએ કેવળજ્ઞાનથી તે જોયું છે : પોતે સ્વપુરુષાર્થથી કમરહિત બન્યા છે : બીજાઓને કમરહિત બનવાનો માર્ગ બતાવી ગયા છે : એ માર્ગે ચાલનાર પૂર્વે દુ:ખરહિત બન્યા છે, આજે પણ દુ:ખરહિત બન છે. અનંત સુખના ભોક્તા પણ તેઓ જ થયા છે અને થાય છે : એ માર્ગની શ્રદ્ધાના અભાવે જ જીવો ચારેય ગતિમાં દુઃખ અનુભવી રહ્યા છે : દુ:ખનાશ અને સુખ પ્રાપ્તિનો પરમાર્થિક ઉપાય અરિહંતો જ સ્વયં જાણી શકે છે, બીજાઓ તેમના કહેવાથી જ જાણી શકે છે : અરિહંત કે સર્વજ્ઞ બન્યા સિવાય જેઓ સુખપ્રાપ્તિનો માર્ગ બતાવે છે તેઓ. શ્રદ્ધેય નથી : તેવા અપૂર્ણ જ્ઞાનીના બતાવેલા માર્ગે ચાલવામાં અશ્રેય છે, સંપૂર્ણ જ્ઞાનીએ બતાવેલા માર્ગે ચાલવામાં જ શ્રેય છે : જ્ઞાનીએ બતાવેલો માર્ગ કષ્ટપૂર્ણ હોય તો પણ આદરણીય છે, અજ્ઞાની અગર અધુરા જ્ઞાનીઓએ બતાવેલો માર્ગ સુખાળો હોય તો પણ અનાદરણીય છે : સમસ્ત દુ:ખનો જેમાં સદાકાળને માટે અંત છે, એવા મોક્ષને મેળવવા માટેનો માર્ગ સુખાળો હોઇ શકે જ નહિ : અધિક કષ્ટથી બચવા માટે અલ્પ કષ્ટ એ કષ્ટ ગણાય જ નહિ : સંસારનાં ક્ષણિક સુખો પણ કષ્ટ વિના મળી શકતા નથી, તો મોક્ષના અનંત સુખો વિના કષ્ટ, અગર ખાતાં-પીતાં મળી જાય એમ માનવું એ બાલિશતા છે.” –એટલું જેઓ જાણે Page 2 of 51Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 51