________________
અધ્યાત્મ યેગી મુનિ ન્યાયવિજયજી
બચપણમાં કુલચંદભાઈ મારા ગુરૂ હતા. જાતમહેનત કરવાની પ્રેરણા અને રાષ્ટ્રીય સંસ્કાર અને એમનાથી મળ્યા છે. ત્યારથી આજ સુધી મારા ઉપર એમની કૃપા રહેતી આવી છે. એમને આદેશ છે કે એમના પુસ્તકમાં મુનિ ન્યાયવિજયજી મહારાજ વિષે મારે કંઈક લખવું. એટલે મુનિ ન્યાયવિજયજી વિષે મારા અનુભવના થડાક શબ્દ લખી રહ્યો છું.
જ્ઞાતી હિ ધ્રુવં મૃત્યુઃ જન્મ સાથે મૃત્યુ લાગેલું જ છે. એમ સમજવા છતાં પણ આત્મીય વ્યક્તિઓ સંસારમાંથી વિદાય લે છે ત્યારે મનમાં આઘાત લાગે છે. અને એમને અભાવ સતત ખટક્યા કરે છે. મારા માટે એવી બે ઘટના ઉપરા ઉપર બની. પહેલા મુનિ ન્યાયવિજયજી મહારાજ ગયા. એ પછી તખ્તમ મુનિ પુન્યવિજયજી અડધે રસ્તેથી ગયા. એ બંને મારે માટે ખાત્મીય પુરૂષો અને સાચા અર્થમાં શુદ્ધ જ્ઞાનગી આત્મલક્ષી સાધુપુરૂષો હતા એમના જવાથી સતત લાગ્યા કરે છે કે ઉદાર શાસ્ત્રચર્ચાનું ક્ષેત્ર વેરાન થઈ ગયું.
ઘણું કરીને સંવત ૧૯૮૩નું વર્ષ ચાલતું હતું. હું સિદ્ધહેમ વ્યાકરણ–લઘુવતિ ભણતો હતો. શરૂમાં ભીમાન વેલસિંહ પંડિત ભણાવતા હતા. એ વચમાંથી છૂટા થયા. નવા પંડિતની શોધ ચાલતી હતી, પણ જૈન વ્યાકરણ ભણવી શકે એવા પંડિત સહેલાઈથી મળી
મારા માટે છ નતમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org