Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 206
________________ ૧૫૫ પ્રચારમાં આવે તેટલી ધર્મની હીલના વધારે થાય. જે ઓધાને ઈન્દ્ર, ચન્દ્ર, નરેનો નમન કરતા હતા તે જ ઘાની સામે આજે ગુહસ્થમાં ધીંગામસ્તી ચાલી રહી છે! જે આઘાના પ્રભાવે જનતામાં શાન્તિ પથરાવી જોઈએ, તે જ આઘાના પ્રમુખપણ નીચે લેકેમ હુલ્લડ જાગે અને એક-બીજનાં માથી ફટે એ કેવી વાત ! જે ચારિત્રની આગળ જન્મ–વેરી જાનવરો પણ પિતાનાં વેર વિસરી જાય અને પરસ્પર શાન્તભાવ ધારણ કરે, તે ચારિત્ર ભર્યું પગલાં માંડનાર એ જનતાને કલ્યાણના માર્ગે ચઢાવવામાં કેટલે પ્રભાવશાળી છે જોઈએ, એ સાદી અક્કલથી પણ સમજી શકાય તેવું છે. ત્યારે આજે ઉપાશ્રયની અાંગણે આટલો ખળભળાટ કેમ ચાલી રહ્યો છે? ધર્મના વ્યાખ્યાન સાંભળવા એકત્ર થનારી સભાનાં અંતઃકરણે આટલા ક્ષુબ્ધ અને ઉત્તપ્ત કેમ થઈ રહ્યાં છે? આટલું ગરમાગરમ વાતાવરણ શાને ફેલાઈ રહ્યું છે? કયે કિલ્લે સર કરવા સારૂ આટલા ધમપછાડા થઈ રહ્યા છે? શા માટે અનેક નાત-જાતના ભાગલાઓમાં વહેચાઈ ગયેલી ન્હાનકડી સમાજમાં પણ ભંગાણ પાડવાના નીચે પ્રયત્નો સેવાઈ રહ્યા છે? શા કારણે આવું ભીષણ વર ધમધમી રહ્યું છે? પણ આ બધા પ્રશ્નો વિચારવા પહેલાં આ ગરમાગરમ હવા કઈ દિશામાંથી આવે છે. એ જ તપાસવું કાફી છે. મારા નમ્ર મત પ્રમાણે હાલ ઝઘડા અને રમખાણ જે મચી રહ્યા છે, તેનું મૂળ કારણ અમે સાધુએ છીએ. અમાર–અમ સાધુઓનાં કષાય-કલુષિત અન્તઃકરણે વિવિધ ઝઘડા ઉભા કરાવે છે. લોકો કહે છે કે શ્રાવકે ઝઘડા કરાવે છે; પણ હું કહું છું કે ઝઘડાના ઉત્પાદક અમે–સાધુઓ છીએ. શ્રાવકના માવ્યા અમે ભમી જઈએ છીએ, એ વાત પણ બેટી નથી. પણ અમારી ડગળા ઠેકાણે હોય તે કોણ અમને ભમાવી જનારો હતો? અમારે કાચા કાનના શા માટે રહેવું જોઈએ ! પણ પામર પ્રકૃતિને વિવશ થઈને બીજાના ભમાવ્યા ભમી જઈ અમે એવા આકળા-બાકળા બની જઈએ છીએ કે અમારું નવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216