Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 207
________________ ૧૫૬ પુરાણ વેર-ઝેરને પુષ્ટ કરવાના ઈરાદે અમે ક્ષમાશ્રમણના જીવનસિદ્ધાન્તને ખીંટીએ લટકાવી દઈ ઉદ્દામ કલહની નીચ રોજના કરવા મંડી પડીએ છીએ. આ અમારી મનોદશા છે. એનું જ એ પરિભ્રામ છે કે આજે અમ સાધુઓનાં પગલાં ઠેકાણે ઠેકાણે શાન્તિ રેડવાને બદલે અશાન્તિવર્ધક થઈ પડ્યાં છે. મુનિઓથી સમાજમાં કષાયની આગ ભભૂકે, લોકોમાં ચકચારભર્યો ખળભળાટ જામે અને મારામારી શરૂ થાય એ કેટલી બધી કરૂણ ઘટના છે ! અમારી એ સાધુ સ્વભાવ સુલભ, સમતા, સહિષ્ણુતા, ગંભીરતા અને ઉદારતા ક્યાં ચાલી ગઈ! ત્યાગ–માર્ગ સર્વોત્તમ છે, એમાં તે કોઈ અન્યદશનીને પણ મત ભેદ ન હેય. સન્યાસનો માર્ગ એકી અવાજે દુનિયામાં ઉચપરમેચ મનાય છે, પણ એ એટલે મહાન છે, તેટલે જ દુષ્કર પણ છે; એ ભૂલી જવા જેવું નથી. એ એવું કંઈ રમકડું નથી કે ચપ દઈને બાળકના હાથમાં કે જેના–તેના હાથમાં આપી દેવાય. એ મહાન રસાયણ છે. નાલાયકના હાથમાં જાય તેમ તેના ડૂચા કાઢી નાખે–તેને ધરતભેગો કરી નાખે. બહુ વિચાર કરીને તેને પ્રોચ કરવાને છે. ભલે એના અધિકારી થડા નિકળે, એની હરકત નહિ; પણ નાલાયકના હાથમાં જઈને તેની ફજેતી ન થાય એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કેઈ ધર્મ ન પામે એની હરકત નહિ, પણ ધર્મના ભવાડા થઈને કોઈ ધર્મ ન પામે અને ધર્મની હસી ન કરી બેસાય એનો ખ્યાલ અવશ્ય રાખ જોઈએ. ચારિત્ર-વસ્તુ કહેવામાં જેટલી સરળ છે તેટલી કરવામાં છે કે કેમ? એને ઉત્તર દીવા જેવો સ્પષ્ટ છે. ત્યારની વાતો તે હેટી મહટી કરીશું, પણ તે ત્યાગ અમારા જીવનમાં કેટલો ઉતર્યો છે એને વિચાર કરવાની અમને કુરસદ ક્યાં છે? ક્રોધ અને માન, માયા અને લોભ અમારામાં કેટલા ખાંડી ખડીને ભર્યા છે એ તે. અમારે જેવું નથી, અને બીજાને “ત્યા” ના નામે ઝટ મંત્રી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216