Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 209
________________ ૧૫૮ સામું જોવાય તો ખબર પડે કે જૈન સાધુઓ માટે કેવું ખરાબ વાતાવરણ ફેલાઈ રહ્યું છે? દીક્ષાના ભવાડાઓ એ આમ–પબ્લિકમાં જૈન સ ધ માટે કેવા ખરાબ અભિપ્રાય ફેલાવી મૂક્યા છે, એ જ્યારે ઉપાશ્રયમાંથી મોટું બહાર કઢાય ત્યારે જ માલૂમ પડી શકે પરિવાર વધારવાની ધૂનમાં શાસનની ઈજજત કેટલી લુંટાઈ રહી છે એનું પણ જે અમને ભાન ન રહે તો અમે અમારા સ્થાનને માટે કેટલા લાયક છીએ એ કહેવાની કંઈ જરૂર રહેતી નથી. જે પકારમાં સદા નિરત છે તે પ્રતિક્ષણ પરોપકાર જ કરી રહ્યો છે. કારપરાયણ મુનિઓને દીક્ષાના ઉમેદવાર શોધવા માટે ફાંફાં મારવા પડતા નથી. પરોપકાર સારૂ તેમને ઝઘડા જગાવા પડતા નથી. તેમના સાધુ-જીવનથી આકર્ષાઈ જે તેમની પાસે દીક્ષા લેવા જાવે, તેને લાયક જોઈને, બખેડા ઉભા ન થાય અને ધર્મની અપભ્રાજના ન થાય તે રીતે તેઓ દીક્ષા આપે. કદાચ કોઈપણ દીક્ષા લેનાર ન નિકળે તે એમાં રમાત્મસાધક મુનિનું શું ગયું ? કેમકે આત્મ સાધન એ જ ચારિત્રનું મુખ્ય ધ્યેય છે. - પકારમાં પરોપકાર પણ સમાવે છે. સ્વોપકારી અહિંસાદિ મહાવ્રતના ગે કોઈને ઈજા કરનાર ન થનો હોવાથી સ્વત એવા પરોપકારી થઈ પડે છે. પણ દીક્ષા જેવું મહાન પરોપકાર-કાર્ય પણ ધાધલ મચાવીને શાસનની નિન્દા કરાવીને-ધર્મની હીલના કરાવીને કરવું એ તદ્દન ગેરવ્યાજબી ગણાય; અને સાચે સાધુ એમ કરવાનું કદી પસંદ ન કરે. પૂર્વકાળમાં પણ ધાધલ ઉભી થાય એવા મન્યાયના માર્ગે કોઈપણ પ્રાચાર્યું કે મુનિવરે કંઈને દીક્ષા આપી નથી. વજૂસ્વામીની દીક્ષા થવા અગાઉ રાજા સુધી મામલે ગ હતો, અને એમાં તેમના ગુરુનું જરાય અન્યાયભર્યું વર્તન હેતું. અને તે પ્રસંગ પણ મનેખો જ ગણાય. વજીસ્વામીની માતાએ પિતાના પુત્રને પોતાના સ્વામીના ચરણે સમર્પણ કરી દીધો હતો, પણ પાછળથી તેણીનું મન કરી ગ્યું અને છોકરા પાછા લેવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216