Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 208
________________ ૧૫૭ નાખવાની તૈયારી કરવી છે. આ કેવી બાલિશતા! બીજાને ઘરબારને ત્યાગ કરાવવા પહેલાં અમે પોતે જ ક્રોધાદિનો ત્યાગ કરીએ તો અમારું કેટલું ભલું થાય! અને પિતાનું ભલું થતાં બીજાનું ભલું કરવા માટે “ધમપછાડા” કરવા પડતા જ નથી, એ ચોક્કસ વાત છે. જ્યાં પિતાની અન્દર જ ગાબડું પડેલું હોય છે, ત્યાં જ ધીંગાણ મને તોફાન કરી ત્યાગીપણાને ડોળ બતાવવાને દંભ સેવાય છે. બીજાના કલ્યાણને સારૂ જેટલી વાતો કરાય છે તેટલું પિતાના આત્મકલ્યાણ માટે વિચારાય તો પિતાની જાતને કેટલે લાભ થાય! અને હરિભદ્રાચાર્યના કથન પ્રમાણે, અનુગ્રહ-બુદ્ધિએ આગન્તુક મુમુક્ષુ (ઉમેદવાર)ને સ્વીકારવામાં પણ કલહ-કોલાહલના ભવાડા તે શાને ભજવાવા જોઈએ? દીક્ષા જેવી પવિત્ર વસ્તુ ક્યાં! અને તે પ્રસંગે તોફાનની આગ ફાટી નિકળે એ દુષ્યવૃત્તિ ક્યાં આવી દીક્ષા હેય છે-વાર્ય છે. જે દીક્ષાના મંડાણમાં વેર-ઝેરને દાવાનળ ફાટી નિકળે, જે દીક્ષાના પાયામાં જ સાધુને પિતાનાં મહાવ્રતોનાં હનન કરવા પડે અને જે દીક્ષાની પ્રસ્તાવનામાં જ હલાહલ–વિષ રેડવામાં આવે એને જેન-દીક્ષા કેણ કહે. ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રણેને વેગ ખરેખર જ પવિત્ર હેય તે દીક્ષાને કે વાગે, નાં હૃદય પર વૈરાગ્યની અસર થાય અને નિષ્ફર હદય પણ નમી પડે. પણ એ ત્રિપુટીની યોગ્યતામાં જ બાજે પ્રાયઃ મોટા વાંધા છે. અને એથી જ જ્યાં ત્યાં દીક્ષાના નામે તોફાને મંડાય છે. દીક્ષા જેવું વિત્ત પ્રદાન કરનારનું ચિત્ત કેટલું વિશાળ, ગંભીર અને સંસ્કારી હાવું જોઈએ; જેને તે “વિત્ત પ્રદાન કરવામાં આવે તે “પાત્ર' પણ કેવું નિર્ભીક, સુજ્ઞ અને મુમુક્ષુ તેવું જોઈએ; બામ એ ત્રણેનો યોગ્ય વેગ મળે તો દીક્ષાના વરઘોડા કેવા દીપી નઝળે ! પણ ધાંધલીયા વરઘોડા જગબત્રીશીએ ચડાવી દીક્ષા માપવામાં “ટોળું' વધે એ તે ખરૂં, પણ એમાં શાસન ઉપર કેવી છીણી મૂકાય છે એનો કંઈ વિચાર આવે છે? જરા દુનિયાની ૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216