Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 211
________________ ૧૬૦ કંઈ ગેરવ્યાજબી બની ગયું હોય તે શું એને દાખલો લઈને આપણે તેનું અનુસરણ કરવાનું હોય? નહિ જ. મેહના આવેશમાં કેઈએ કેઈને અયોગ્ય દશામાં દીક્ષા આપી હોય અને પછી એ દીક્ષિત થયેલ ભવિષ્યમાં ભાગ્યના જોરે સારો અને કાર્યક્ષમ સાધુ નિકળે તે પણ એ દીક્ષાકાર્ય તો દૂષિત અને ગેરવ્યાજબીમાં જ ગણાય. અને આજના દૂષિત વાતાવરણમાં સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે બાલ-દીક્ષા પ્રાય: બાલ-લગ્નની જેમ મહાભયાવહ થઈ પડી છે, એ ખાસ ધ્યાનમાં રહે. લગભગ આઠ-નવ વર્ષની ઉમ્મરે દીક્ષા લીધેલાઓની નામાવલી રજુ કરીને કેટલાકે “બાલ–દીક્ષાની બાબતને સમર્થન કરવાને પ્રયાસ કરતા જોવાય છે; પણ મારી નમ્ર દષ્ટિ પ્રમાણે એમાં કંઈ વજૂદ નથી. સમય-સ્થિતિ અને સામે જોયા વગર અને શાસ્ત્રના અક્ષરે પાછળ રહેલુ તાત્વિક રહસ્ય સમજ્યા વગર શાસ્ત્રોના નામે અખેિ મીંચી ચલાવ્યું રાખવું એ ડહ પણ ભર્યું ન જ ગણાય. આઠવર્ણ સંબંધી જે ઉલેખ ગ્રન્થોમાં જોવાય છે તે એ વિધાયક નથી કે ગમે તે કાળમાં, ગમે તેવા સંગોમાં પણ તેટલી ઉમ્મર દીક્ષા આપવાનું વિધાન કરતો હોય, શાસ્ત્રોમાંથી આવી રીતે બાલ–દીક્ષા આપવાની એકાંતિક વિધિ શોધી કહાડવામાં ખરેખર શાસ્ત્રનું અપમાન સમાયેલું છે. આઠ વર્ષની નધિ ગ્રંથમાં જે દૃષ્ટિગોચર થાય છે, તે ત્રણે કાળના તમામ ભાવોને નિરખતાં કેઈ કાળમાં બનનાર વસ્તુની છેલ્લા દરજ્જાની છેલ્લી નેધ છે. અનન્ત ભવિષ્યકાળમાં એક જ વ્યક્તિને પણ જે તેટલી ઉમ્મરે વિરતિભાવ આવ્યાનું જ્ઞાનીએ જોયું હોય તેય શાસ્ત્રમાં સામાન્ય પ્રકારે એમ ઉલ્લેખાઈ જાય કે તેટલી ઉમ્મરે સર્વવિરતિ-પરિણામ ફરસે છે. આવી જાતની અનેક નેધે આ હિસાબે જ શાસ્ત્રોમાં કરાયેલી છે. એટલે જ્ઞાનીના જ્ઞાન-પ્રકાશના ઉલ્લેખરૂપ એ નધિના આધારે તેટલી ઉમ્મરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216