Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 215
________________ ૧૬૪ દેવા બાબત પ્રેરણા કરવી એ ત્યાગીઓનું મહાન કર્તવ્ય છે. એ સંબધી તેમને ઉપદેશ એ ત્યાગમય જ ઉપદેશ છે. લગ્નસંસ્થાનું નિરૂપણ કરી શુદ્ધ કાનપદ્ધતિ પ્રબેધવામાં અને તેમાં પેસી યેલા અનાચારોને દફનાવી દેવાની ભલામણ કરવામાં ત્યાગને જ પ્રદેશ સમાયેલ છે. આરોગ્યના નિયમો પર જનતાનું ધ્યાન ખેંચી, શક્તિ વિકાસના મહાન સાધન તરીકે વ્યાયામનું સ્પષ્ટીકરણ કરી, નિર્બ. ળતા અને કાયરતાને ખંખેરી નાખવાનું ઉષવામાં ત્યારે જ “ ઉપદેશ સમાય છે. કેળવણુને પ્રચાર કરી અજ્ઞાન-અંધકારને દૂર કરવાનું અને ધર્મ તથા સમાજની પ્રતિષ્ઠા વધારવાનું ઉપદેશવામાં ત્યાગનો જ ઉપદેશ સમાયો છે. આ પ્રક્રારના બધા ઉપદેશ ત્યાગ૫રવે છે. એ પ્રકારના ઉપદેશ ત્યાગીએ એ જરૂર કરવા જોઈએ. એ પ્રકારના ઉપદેશ રાષ્ટ્રીય કે સામાજિક સંસ્થાઓમાં ભરાઈ ગયેલા કાદવ કે મેલને દૂર કરવા પરત્વે છે; પાપવાસનાઓ તથા વિષમતાજનિત કહે અને અશાંતિનાં દર્દોને શમાવવા પરત્વે છે; અને અજ્ઞાનતા તથા નિર્બળતાને હાંકી કહાડવા પરવે છે. આમ પ્રેરણાદાયક અને બલવર્ધક ઉપદેશ ત્યાગીઓના મુખમાં જેટલા શોભી: શકે, તેટલા બીજાના મુખમાં ન શોભી શકે. આવા ઉપદેશદ્વારા ત્યાગીઓ દેશનું, સમાજનું અને ધર્મનું જેટલું ભલું કરી શકે, તેટલું બીજાઓ ન કરી શકે. સુતરી, ત્યાગીઓ દ્વારા તેવા ઉપદેશ થવામાં શાસનની સુંદરમાં સુંદર સેવા અને ધર્મ મહાન ઉદ્યોત સમાયેલો છે. આશા રાખીએ કે ત્યાગી મહાત્માઓ આ તત્વને ધ્યાન ઉપર લઈને અને આ લેખમાં બતાવેલા મુદ્દાઓ પર શાન્તચિત્તે પરામર્શ કરીને સમાજમાં હાલ પથરાયેલ અશાન્ત વાતાવરણને શમન કરવાની ઉદારતા દાખવશે. વિશેષ શું!. Eવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216