________________
વીરક્ષેત્ર મહુવાના સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી વિજયધસરી. શ્વરજી જૈનધર્મને જગતના ચોકમાં મૂકવાની ઉચ ભાવનાથી વિદ્યાને તૈયાર કરવાના સ્વપ્ન સેવતા હતા. તેઓ માંડલમાં પધાર્યા એ વખતે તેઓ મુનિ ધર્મવિર્યા હતા. તેમણે માંડલમાં પિતાની ભાવના દર્શાવી અને જૈનધર્મ, જૈન તત્વજ્ઞાન, જીન સિદ્ધાંતે, જેને સાહિત્ય અને જન કલા વિષેના પિતાના નવનવા વિચારો રજૂ કરી વિદ્વાનો તૈયાર કરવા જના રજૂ કરી અને આ વિચાર તે તદ્દન નવીન હેવા છતાં માંડલના સંઘે તેને અપનાવ્યો અને યશોવિજયજી પાઠશાળાના શ્રી ગણેશ મંડાયા. માંડલે જૈન વિદ્વાને તૈયાર કરવા પગરણ માંડયા અને મહારાજશ્રીનું સ્વપ્ન સાકાર બન્યું.
પછી તે એ સંસ્થાને બનારસ લઈ જવામાં આવી. આચાર્યશ્રી યુગદષ્ટા હતા. પશ્ચિમના દેશોમાં જનધર્મ વિષે ભારે અજ્ઞાન ફેલાયેલું હતું. માચાર્યશ્રીએ આ માટે જબર પ્રયાસ કર્યા અને ઘણા વિદ્વાનેને જૈનધર્મની મહત્તાને પરિચય કરાવી યુરોપમાં જૈનધર્મને સારો એવો પ્રચાર કર્યો,
બનારસની યશોવિજયજી જેન પાઠશાળાની સંસ્થાએ ભારતના વિદ્વાનમાં જેમની ખાસ ગણના થાય છે. તેવા પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી ભાષાશાસ્ત્રના અભ્યાસી પંડિત બેચરદાસભાઈ, પ્રાચીન ભાષાઓના કેષિકાર સ્વ. પંડિત હરગોવિંદદાસ, આપણા ચરિત્ર નાયક સંસ્કૃતના મહાકવિ ન્યાયતીર્થ મુનિરત્ન ધી ન્યાયવિજયજી, પ્રખર વક્તા મુનિ શ્રી વિદ્યાવિજયજી, ઈતિહાસના અઠંગ અભ્યાસી આચાર્ય શ્રી વિજયઈનસુરિશ્વરજી, ઇતિહાસના સંશોધક સુનિથી જયંતવિજયજી, મહાન લેખક શ્રી સુશીલ અને પ્રખર વિદ્વાન પંડિત શ્રી લાલચંદભાઈ ગાંધી જેઓશ્રીને સરકારે તાજેતરમાં એવોર્ડ આપી નવાજ્યા છે વગેરે અનેક વિદ્વરત્નો પેદા થયા છે એ યશોવિજયજી પાઠશાળાની મહાન સિદ્ધિ ગણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org