Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 203
________________ ૧૫૨ ગોરવપૂર્ણ છે. એ જ ઓઘો આજે રસ્તે ચાલતાં હડમેઠમાં–અથડામહુમાં આવવા જેવી Poor દશામાં આવી પડ્યો છે! હાય ! શાસનપર આ કેવો ગ્રહપાત! જેનેની ધર્મભાવનામાં આજે કેટલો ફરક પડી ગયા છે. સાધુઓની મશ્કરી–6ઠ્ઠા કરવામાં શ્રાવકેને કેટલો રસ પડે છે! એકના રાગીઓ બીજા સાધુઓને વગાવવામાં કેટલે આનંદ અનુભવે છે ! આ બધું શું છે? શાસનની કમબખ્તી કે બીજું કંઈ! બે પનીઓની લડાઈમાં ધણુને પગ ભાંગે, તેમ આજે શાસનસેવાના મદે ચઢેલા. અંદર અંદર લઢવામાં શાસનસેવા માનતા હોય તો એ એમની મરજીની વાત છે, પણ વાસ્તવમાં એઓ શાસનને પાયે દી રહ્યા છે, એમ બેધડક રીતે કહેવું જોઈશે. એક-બીજાને હરાવવાના ચડશે ચઢેલા અને અન્યને ઉતારી પાડી સાર્વભૌમ-તંત્રની વિજયમાળને સ્વયં પહેરવાના મનોરથ ધરાવના, એક વખત જે શાંત ચિત્તે પાછું વાળી જુએ તે એમને ખબર પડે કે, આઘાની પવી ફજેતી થઈ રહી છે. અને એમના હૃદય, શાસનની સાચી ધગશવાળાં હોય તે બાથી એકાએક રહી પણ ઉઠે. આજે એટલે સસ્તો થઈ પડ્યો છે એ પણ ચોખું નજરે નિહાળી રહ્યા છીએ. રસ્તે ચાલનારે હાલી–મુવાલી પણ જે ચાહે તે ઘડીના છઠે ભાગે તેને ઉઠાવી શકે છે, અને સાધુને પિશાક પહેરી વાણિયાને ગુરૂ બની બેસી શકે છે. જે ધર્મવજનું પૂર્વકાળમાં ગૌરવભર્યું માન હતું તેનું આજે જાણે “લીલામ' ન થઈ રહ્યું હોય એવું શોચનીય ફારસ ભજવાય છે. વિચાર કર્યા વગર, જે આવે તે ખપે'ના હિસાબે જેને તેને મુંડવાની અધીરાઈ અને ઉતાવળે પરિણામ એ આવી રહ્યું છે કે સારા અને કાર્યક્ષમ સાધુએ નિકળવાને બદલે અજ્ઞાન, નાદાન, મૂર્ખ, શઠ અને નબળા સાધુઓને ભરાવો થતો ચાલે છે. બામ સાધુસંખ્યા વધીને શાસનનું શું ભલું થવાનું હતું ! ઉલટું, એવાઓથી સમાજ વગેવાય અને ધર્મ ભંડાય. નહિ વાર? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216