Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 202
________________ ૧૫૧ સાથેના વિચારસંઘર્ષણમાં આપણા મન ઉપરને સમતોલ ગુમાવી દઈએ અને કવાયકલુષિત વાતાવરણ અંદર તથા બહાર વધારવા મંડી પડીએ, તો એમાં આપણા સાધુજીવનની શોભા શી રહે! શાંતિ કે ક્ષમા કેળવ્યાની કસોટી તો સમય પર જ થાય છે. નિરાબાધ પ્રદેશની શીતળ પવનની લહેરમાં તો સાપ પણ શાંતિમાં ઝુલતો દેખાય છે; પણ એ શાંત છે કે કે, એની પરીક્ષા તે એની સામે જરાક કાંકરી નાંખે એટલે તરત થઈ આવશે. એ પ્રમાણે વિરોધી વાતાવરણની ઉડતી હવા સામે જ્યારે આપણે મનની પ્રશમવૃત્તિ ન ગુમાવે છે, અને સભ્યશૈલી તથા શિષ્ટવ્યવહારપૂર્વક સચોટ દલીલથી જવાબ આપવામાં પાછા ન પડીએ, ત્યારે આપણું વીરતા ફેરવાઈ વણાય. ત્યાં આપણું સાધુજીવનની શ્રેષ્ઠતાનું માપ અંકાય. આથી ઉલટી રીતે વર્તણુક જે બહાર આવે છે, અને ઈર્ષા––વેરઝેરવિરાધના ભવાડા જે વારંવાર ભજવાય છે, તેનું જ એ દુઃખદ પરિણામ છે કે “આધા” તરફ જનતાનું માન ઘટવા લાગ્યું છે, અને કેટલાક ઉગ્ર આકાશમાં આવી તેની ખૂબ મજાક કરતા પણ જોવાય છે. આજનું વાતાવરણ એવું ઝેરી ફેલાવા માંડ્યું છે કે મોટે ભાગે સાધુને સાધુ માનવામાં પણ લોકેનાં મન નાચ ખાતાં જોવાય છે. એકંદર સાધુસંસ્થાની બહુ કમબખ્ત દશા આવવા લાગી છે. જે, સમાજનું મહાન દુર્ભાગ્ય ગણાય, આ દુર્ભાગ્યનાં દુઃખમય વાદળ, એ પોતાના ગ્ય સ્થાન પર પ્રતિષ્ઠિત થશે ત્યારે વિખવાતાં વાર નહિ લાગે. એઘાને શોભાવનારા મુખ્ય ગુણે ચાર છે - સંયમ, જ્ઞાન, સહિષ્ણુતા અને સભ્યતા. આ ચાર ગુરથી દેદીપ્યમાન એ જ હીરવિજયસૂરિને ‘જાદુ મકબર જેવા બાદશાહને આકર્ષણ કરવામાં શક્તિમાન નિવડ્યો હતો. એ જ હેમચંદનું વશીકરણ કુમારપાળને પિગળાવવામાં સફળ સિદ્ધ થયું હતું. એ જ સિદ્ધસેનનું “કામ” વિક્રમરાજાનું માથું ધુણાવી શકર્યું હતું. આમ શક્તિશાલી એ ઘાને ઈતિહાસ ઘણે લાંબો અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216