Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 186
________________ ૧૩૫ ઘડપણ ચાવવા પહેલાં માસમાં સ્વભાવિક કઈ રીતે બળ અને શક્તિ હોય છે, અને એથી એ નિરક્ષર–ભટ્ટાચાર્ય હોય તે છે, અજ્ઞાની–મુખ–બેવકૂફ હેય તે યે શારીરિક શક્તિના અને તત્સહચર માનસિક ઉત્સાહના જોરે જયાં-ત્યાં પર્યટન-પ્રવાસ કરીને, દોડાદેડ, ખેલકૂદ, મસ્તી કરીને, મહેનતનાં કામ કરીને, આમોદપ્રમોદની સાધનામાં રમમાણ રહીને પિતાનો જીવનકાળ સુખેથી વિતાવી શકે છે, પણ જ્યારે વૃદ્ધાવસ્થાનું આક્રમણ થાય છે અને તે બાકમણ બલવત્તર થતું જાય છે ત્યારે તે માણસની કાયા ભાંગવા લાગે છે, ઈન્દ્રિ ક્ષીણ થવા માંડે છે, નાનાવિધ રોગોના હુમલા શરૂ થાય છે અને એની આખી દેહયષ્ટિ ટૂટવા લાગે છે. આ અવસ્થામાં એને સહારે કોણ? રાગાત અને જરાણુ માણસ જે જ્ઞાનસંસ્કારથી હીન હોય તો એના દુઃખની કેઈ હદ નથી. એ દુઃખની મહાજવાલામાં બન્યા કરે છે, એની પળેપળ દારુણ વેદનામાં પસાર થાય છે. એ હતભાગી કંગાલ સુખની શોધમાં આમતેમ આંખે ફાડી જોયા કરે છે, પણ એ વખતે શાન્તિનું એક કિરણ પણ એને જડતું નથી, ક્ષયથી મળતું પણ નથી. આ કેવી કરુણતા! માણસ ખરેખર સુખી થવા જ સજા છે, માત્માને સ્વભાવ સુખી જ થવાને છે, પછી આ દુઃખના ડુંગરા માણસ પર કેમ આવી પડે છે? માણસ પર આવી પડતા નથી, પણ ખરેખર માણસ પિોતે જ, પિતાના હાથે જ દુઃખના ડુંગરા ઉપાડી પોતાના પર પટકે છે! ઓહ! મા કેવી પાગલતા ! આથી વધુ ભયંકર પાગલતા બીજી કઈ હોઈ શકે? આત્મા સવભાવે સુખમય છતાં આમ દુખિયે કેમ? પણ એ આજને દુખિ નથી. એની દુખપરંપરા ઘણું લાબા વખતથી ચાલી આવે છે. મોહના અન્ધકારથી ઘેરાયેલા માણસને સુખદુઃખને વિવેક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216