________________
૧૩૬
છે અને જે
ત ાય ત્યાં કેવું
છેપ્રાપ્તિના સાથને
હેતો નથી. એ અજ્ઞાની જે વાસ્તવમાં દુઃખ છે તેને સુખ સમજી લે છે અને જે વાસ્તવમાં સુખ છે તેને દુઃખ સમજી લે છે. મૂળમાં જ આવી ઘોર બ્રાતિ હોય ત્યાં કેવું અને કેટલું ઊંધું વેતરાય? સુખ-દુઃખમાં જ જ્યાં ભ્રાન્તિ ત્યાં પછી એની પ્રાપ્તિના સાધન વિષે તે ભ્રાંતિ હેાય જ ને. આમ મેહના ચકડોળે ચડેલો માણસ બેટા રસ્તાને સાચે રસ્તે, દુઃખના માર્ગને સુખને માર્ગ સમજી સુખ મેળવવાના ઈરાદે દુઃખના કુંડમાં પડતું મો છે. લુચાઈ, ધૂર્તતા, લૂંટફાટ, અત્યાચાર, વિશ્વાસઘાત, બદમાશી અને હત્યાના ભયંકર પાપાચરના રવાડે ચડી જવામાં એ સુખ જુએ છે, ભેચને કીડા બનવામાં એ સુખ જુએ છે અને એ માટે ધનને ભેગું કરવામાં અધિળે બની એ પ્રકારના અંધારામાં એ સુખ માને છે. કેવી મૂર્ખાઈ! મોહમદિરાના નશામાં ચકચૂર બનેલાનું મા દેવું પાગલપણું! અગ્નિને હેલવવા એમાં ઘી રેડવું એ કેવી પાગલતા ! એજ પ્રમાણે અર્થવિસા અને કામલિપ્સાના આવેશને વશ થવું અને એને તૃપ્ત કરવા પરદોહનાં પાપાચરણમાં રચ્યાપચ્યા રહેવું એ પણ એવી જ પાગલતા છે. તૃષ્ણાની ખાઈ એવી તે મોટી છે કે એને પરવા માટે પહાડના પહાડ જેટલી ભેગા માં નાખે
છે એથી એ ન પરાતાં ઊલટી વધુ ને વધુ ઊંડી થતી જાય છે. પાપમાત્રનું અને દુઃખમાત્રનું મૂળ એકમાત્ર તૃણું છે.
મામ તૃષ્ણાની ભયંકરતા સમજાય અને સન્તષ તેમ જ સદાચરણમાં સુખ સમજાય તે જીવનનું સુખપ્રદ પ્રભાત ઉઘડી શકે. જગતના બધા પદાર્થો આપણે આપણું સગી આંખે નાશવંત જોઈએ છીએ. દુનિયાના બનાવોની ઉથલપાથલ પાણીના પરપોટાની જેમ ઊપડતી અને બેસી જતી જોઈએ છીએ, સગાંસંબંધીઓની સ્વાર્થનિતા, કલેશકારતા અને ક્ષણભંગુરતા જોઈએ છીએ, મજબૂત શરીરના પણ ફડાકામાં ભુક્કા બોલાતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org