________________
અન્વયી છે અને વ્યતિરેકી પણ છે માટે તેને અન્વય-વ્યતિરેકી હેતુ કહેવાય.
યંત્ર યંત્ર ધૂમ: તંત્ર તંત્ર વહ્નિઃ યથા મહાનસમ્ । આવો અન્વય મળે છે માટે આ ધૂમ હેતુ અન્વયી કહેવાય. વળી યત્ર વક્ષ્યમાવઃ તત્ર ધૂમામાવ: યથા ખત્નદ્ભવ: આવો વ્યતિરેક પણ મળે છે માટે આ ધૂમ હેતુ વ્યતિરેકી પણ કહેવાય.
અન્વય લેતાં ‘યંત્ર હેતુઃ તત્ર સાધ્યમ્' એમ જોવું. વ્યતિરેક લેતાં ‘યત્ર સાધ્યામાવ: તંત્ર હેત્વમાવ:' એમ જોવું. સ્થૂલ ભાષામાં યત્ર પદથી જે બોલાય તે વ્યાપ્ય કહેવાય અને તંત્ર પદથી જે બોલાય તે વ્યાપક કહેવાય. એટલે અન્વય સ્થળે હેતુ વ્યાપ્ય છે અને સાધ્ય વ્યાપક છે, જ્યારે વ્યતિરેકી સ્થળે સાધ્યાભાવ = વ્યાપકાભાવ એ વ્યાપ્ય બને છે અને હેત્વભાવ = વ્યાપ્યાભાવ એ વ્યાપક બને છે. અસ્તુ...
એ જ રીતે શબ્દઃ અનિત્યઃ તત્વાન્ । અહીં કૃતકત્વ હેતુ અન્વય-વ્યતિરેકી છે. તે આ રીતે :
અન્વયી : યંત્ર તત્વ તંત્ર અનિત્યત્વમ્ યથા ઘટે |
વ્યતિરેકી : યંત્ર અનિત્યત્વામાવ: તત્ર તત્ત્તામાવ: યથા મને ।
(૨) કેવલાન્વયી હેતુ : કેટલાક હેતુ કેવલાન્વયી હોય છે.
દા.ત. શબ્દઃ અમિઘેયઃ પ્રમેયત્વાત્ ।
અહીં પ્રમેયત્વ હેતુ કેવલાન્વયી છે, કેમકે ત્ર પ્રમેયત્ન તત્ર અમિયેયત્વમ્ આવો કેવળ અન્વય જ મળશે, પણ યત્ર અભિધેયત્વામાવઃ તત્ર પ્રમેયત્નામાવઃ એવો વ્યતિરેક ક્યાંય નહિ મળે, કેમકે ક્યાંય અભિધેયત્વાભાવ છે જ નહિ, ક્યાંય પ્રમેયત્વાભાવ છે જ નહિ. સાતેય પદાર્થ અભિધેય છે, પ્રમેય છે. આમ વ્યતિરેકી દૃષ્ટાન્ત ન મળવાથી પ્રમેયત્વ હેતુ કેવલાન્વયી હેતુ કહેવાય.
(૩) કેવલવ્યતિરેકી હેતુ : કેટલાક હેતુ કેવળવ્યતિરેકી હોય છે, અર્થાત્ તેમનું અન્વયી દૃષ્ટાન્ત મળતું નથી.
દા.ત. નીવીર સચેતન પ્રાળામિત્ત્વાત્ । અહીં પ્રાણાદિમત્ત્વ હેતુ કેવલવ્યતિરેકી છે, કેમકે અહીં અન્વયી દૃષ્ટાન્ત મળતું નથી.
યંત્ર પ્રાગામિત્ત્વ તંત્ર સચેતનત્વમ્, યથા ? જ્યાં પ્રાણાદિમત્ત્વ હોય ત્યાં સચેતનત્વ હોય, એમાં દૃષ્ટાન્ત કોનું મળે ? જે પ્રાણાદિમત્ છે તે તો જીવચ્છરીર રૂપ પક્ષ જ છે. પક્ષબહિર્ભૂત દૃષ્ટાન્ત જોઈએ. એવું તો અહીં કોઈ દૃષ્ટાન્ત મળતું નથી. હા,
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૫)