Book Title: Navpadna Pravachano
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ દાઠા જેવા ગામ માટે આ એક પડકારરૂપ કાર્ય હતું. ટાંચા સાધનો, જોઈતી ચીજ વસ્તુઓ મેળવવાની મુશ્કેલી. નાનું ગામ-આવા કામનો કોઈ ખાસ અનુભવ નહિ, પણ શ્રી શાંતિનાથદાદાની અલૌકિક કૃપા, પૂજયશ્રીનું સચોટ માર્ગદર્શન અને નિશ્રાથી એક-એક કામ પાર પડતા ગયા. સમય ઓછો હતો. એટલે તે પછી રોજ મુંબઈ અને દાઠા ખાતે મિટીંગો ચાલે અને કામ સરાડે ચઢતું જાય. પૂજય આચાર્યશ્રી મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં શ્રી નવપદ ઉપાસક મંડળ જે દરસાલ ઓળી કરાવતા હતા તેમની બધી જ શક્ય સામગ્રીઓ પાલિતાણાથી સદ્દભાવપૂર્વક આપી. ઓળીના આયંબિલના રસોડાની મહત્ત્વની અને ખૂબજ કઠણ જવાબદારીઓ વલસાડવાળા શ્રી કપૂરચંદભાઈ ટાણાવાળા, શ્રી ભદ્રકાન્તભાઈ પરમાણંદદાસ અને શ્રી નગીનભાઈ નરોત્તમદાસે સંભાળવાનું વચન આપ્યું તેથી અમે નિશ્ચિત્ત બન્યા અને એ કાર્ય તેઓએ એવી રીતે જ સંભાળ્યું કે અમારે માથે એ સબંધી કોઈ ચિંતા ન રહે. દિવસો નજીક આવતા ગયા. બધે આમંત્રણ મોકલાઈ ગયા. પૂજય પંન્યાસ શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ તથા પૂજય મુનિશ્રી રાજહંસવિજયજી મહારાજ આદિ તથા પૂજય સાધ્વીજી શ્રી રાજેન્દ્રપ્રભાશ્રીજી, પૂજય સાધ્વીજી શ્રી પદ્મલતાશ્રીજી, પૂજય સાધ્વીજી શ્રી જયપૂર્ણાશ્રીજી આદિઠાણા - ૨૨ નો ચૈત્ર સુદ-૧ ના દિવસે દાઠામાં ભવ્ય નગરપ્રવેશ થયો. તે દિવસે સંઘજમણ કર્યું. તે દિવસથી જ પૂજયશ્રીના પ્રેરણામય પ્રવચનો નિત્ય શરુ થઇ ગયા. ગામના અને સંઘના લોકોના મનમાં “આવી રીતે ઓળી કરીશું અને આવી રીતે કરાવીશું”ના મનોરથો થવા લાગ્યા. ચૈત્ર સુદ-૩ ને રવિવારે મુંબઈવાળા કાર્યકરભાઇઓ આવી ગયા. ચૈત્ર સુદ-૭ ને સવારથી જ ધારણા બહાર આરાધકોનો પ્રવાહ ચાલુ થઈ ગયો. સમ્મતિપત્ર પ્રમાણે અને તે સિવાયના અનેક આરાધકો આવવા લાગ્યા. બપોર સુધીમાં તો બહારગામના લગભગ ૪૫ ગામોના ૩૦૦ આરાધકો આવી ગયા. એ બધાને ઉતારા માટેની મુશ્કેલી છતાં શેઠ શ્રી ત્રિભોવનદાસ ભીમજી ઝવેરીનો બંગલો વિ. ગામના જ ૮૯ મકાનો મળી ગયા તેથી એ પ્રશ્ન ઉકલી ગયો. સાંજે અત્તરવાયણામાં ૩૬૬ આરાધકોએ લાભ લીધો. અત્તરવાયણા સારા થયા. અત્તરવાયણા-પારણા અને નવે આયંબિલના આદેશ મૂળ દાઠાના વતનીઓને જ આપ્યા હતા. આ દિવસે દાઠાના જૈનોએ પોતાની દુકાનો સ્વેચ્છાએ બંધ રાખી. આ સિવાય શ્રી મહાવીર જન્મ કલ્યાણક અને પારણાના દિવસે પણ સંપૂર્ણ બંધ રાખી હતી અને નવે દિવસ બપોર બે વાગ્યા સુધી દુકાનો બંધ રાખી. જે ગામના સ્થાનિક લોકોનો ઉત્સાહ-ઉમંગ સૂચવે છે. બીજે દિવસે સવારે દરેક આરાધકો પ્રતિક્રમણ, પડિલેહણ વિ. નિત્યક્રિયા વહેલાસર કરીને સાડાપાંચ વાગતાં તો દેરાસરની ગલી કે જેને “શાસન સમ્રાટનગર' નામ આપવામાં આવેલ હતું તે ગાજવા લાગે. ૬ વાગે જિનાલયમાં બહેનો મધુર કંઠે પ્રભાતીયા ગાવા લાગે. દરમ્યાનમાં શરણાઈની મધુર સૂરાવલિ શરૂ થઈ જાય. જે અર્ધો-પોણો કલાક સાંભળવા મળે. આરાધકો દર્શન-વંદન કરી ૬-૩૦ વાગે તો નવા ઉપાશ્રયના હોલમાં ભેગા થવા માંડે. ૬-૪૫ તો હોલ આખો ખીચોખીચ ભરાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130