________________
પ્રવચન: ૫
તેઓનું જીવન જ ધર્મ પામવા માટે પૂરતું છે. સાધુજીવનની એકેએક ક્રિયા જોનારને ધર્મ પમાડે.
તમે પેલી પ્રસિદ્ધ ઈલાચીપુત્રની કથા જાણતા હશો. તે રૂપમાં પાગલ બન્યો અને નટકન્યાને મેળવવા નટ બન્યો છે. નકુલપતિએ કહ્યું કે રાજાને રીઝવીને મબલખ ધન લાવ તો નટકન્યા મળે. સંસાર કંઈ સુંદરી સૂનો નહતો પણ એ તો આ એક જ નટકન્યા ઉપર ઘેલો બન્યો હતો ! દોરી ઉપર ચઢીને જીવસટોસટના વિધવિધ ખેલ કરે છે. અનેક ગામ ફરે છે. લોકો પણ તેના જૂજવા રૂપ જોઈને હેરત પામે છે. રાજા પણ નાચ જૂએ છે. પણ તેની દાનત બૂરી છે. તે પણ આ નટકન્યા ઉપર મોહી પડયો છે. પ્રણય-ત્રિકોણ રચાયો છે. જીવ જોખમમાં મૂકીને દોરી ઉપર ચઢે છે નાચ કરીને નીચે આવે છે રાજા પાસે દાન માટે હાથ ધરે છે રાજા કહે, મારું ધ્યાન નહોતું બીજીવાર... ત્રીજીવાર... રાજાની મુરાદ મેલી છે એ ઈચ્છે છે કે –
'ઉપરથી જો પડે, પડીને મરે તો કન્યા મળે એમ રાજાની ઈચ્છા, જલ્દી રાજા રીઝે, તો કન્યા મળે, એમ આ નટની ઈચ્છા.”
આવી જ મથામણમાં તે "ચઢીયો ચોથીવાર" ઉપર ચઢયો છે પણ ચિત્તમાં નિર્વેદ હતો. ખેદ હતો. ત્યાં ઉપર ચઢયા-ચઢયા દૂર-દૂર નજર નાંખે છે તેમાં એક મોટી હવેલીના બહારના ઓરડાનું દૃશ્ય જોયું અને આંખ અટકી ગઈ. ત્યાં પણ બે પાત્ર છે. એક નવયૌવના સ્ત્રી ભાવપૂર્વક મોદક ભરેલો થાળ હાથમાં રાખીને વધુ ને વધુ લાડુ લેવા આગ્રહ કરે છે અને મુનિ મહારાજ નીચું જોઈને ના-ના કહે છે.
થાળ ભરી શુદ્ધ મોદક, પદમિણી ઉભાં છે બહાર લો લો કહે છે લેતા નથી, ઘન ઘન મુનિ અવતાર. “
મુનિને જુએ છે ને વિચારે ચઢે છે, ત્યાં પણ એક અપ્સરાને શરમાવે તેવી કન્યા છે અને એક પુરુષ છે. વળી એકાંતસ્થળ છે છતાં નીચી નજર છે.
“ના સંગ કરે કદિ નારીનો, ના અંગોપાંગ નિહાળે, જો જરૂર પડે તો વાત કરે, પણ નયણાં નીચાં ઢાળે.“
આ મુનિજીવનનું વ્રત છે. એ દૃશ્યની સાથે પોતાની જાતને સરખાવે છે. ત્યાં સ્વાધીન છે પણ ઊચી નજર સુદ્ધા નથી અહીં પરાધીન છે અને લાલસા છે ધિકકાર છે મને. આમ તેને વૈરાગ્ય જાગ્યો સ્વદોષ દર્શન થયું. એ જ ભાવમાં આગળ
Jain Education International
For Private & Personal Use Only
૫૬ www.jainelibrary.org