________________
પ્રવચન: ૫
સાધુજીવનની સૌથી મોટી જમાબાજુ ખુમારી છે. સ્વયં જાતે સ્વીકારેલી ફકીરી તે તો જીવનનો વૈભવ છે. મુક્ત સ્વતંત્રતા છે. સ્વાધીનતાનો સુખનો પર્યાય છે.
न च राजभयं न च चोरभयं, इहलोकसुखं परलोकहितं, नरदेवनतं वरकीर्तिकर, श्रमणत्वमिदं रमणीयतरम् ।
રાજાનો ભય નહીં, ચોરનો ભય નહીં, ભય નહીં તે જ સુખ છે. અહીંનું જીવન નિષ્પાપ એટલે પરલોકમાં પણ સદ્ગતિ. રાજાઓ પણ નમે. ચોમેર કીર્તિ પ્રસરે. આ સાધુપણું કેવું રમણીય છે. દીક્ષા ગ્રહણ કરે એટલે પહેલો જ લાભ-દીનતાનો ક્ષય થાય. દીનતાનો ક્ષય એનું નામ જ દીક્ષા. સાધુપદની ખુમારી માટે આનંદધનજી મહારાજ બહુ જાણીતા છે.
સાધુના બાહ્ય દર્શન માત્રથી ઉદયનમંત્રીને સમાધિની પ્રાપ્તિ, સાધુના બાહ્યવેધ પહેરવા માત્રથી સંપ્રતિને સદ્ગતિ અને સમ્યક્દર્શનની પ્રાપ્તિ, સાધુના ઈર્યાસમિતિના પાલનપૂર્વકના પાદવિહારના દર્શનથી તામલિ જેવા તાપસને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને સાધુની ગૌચરી વ્હોરવાની ક્રિયાના દૂરથી થયેલા દર્શનમાત્રથી કેવળજ્ઞાનની પ્રાપ્તિની વાત આપણે જોઇ. જો માત્ર બાહ્ય વેષ કે ક્રિયાના દર્શન માત્રથી આ બધાને આવા લાભ થયા-થઈ શકયા તો આત્યંતર ગુણથી તો કેવા અવર્ણનીય લાભ મળે-મળી શકે. સાધુ ધર્મ તો કથીરને કંચન કરનારો છે. એ માટે બે બહુ મહત્ત્વના યાદગાર ઉદાહરણો જોઇને આપણે આજના સાધુપદના મહિમાનું ગાન પૂરું કરીશું.
સામાન્યરીતે શ્રીપાળ મહારાજા અને મયણા સુંદરીના આદર્શજીવનની વાતો-પ્રસંગોથી તમે બધા સુપરિચિત છો તેથી એ વાતો ટૂંકમાં કરીને આ વખતે પદનું વિવરણ-સ્વરૂપ દર્શન કરવાનો ઉપક્રમ રાખ્યો છે.
હવે અંતરંગ સાધુતાથી પણ શા લાભ થયા છે તે આપણે જોઈએ. સાધુ પદ તો બહુ મહાન પદ . પાંચે પરમેષ્ઠિ ભગવંતોની ખાણ છે. અનંતા અરિહંતો અરિહંત થાય તે પહેલા કરેમિ સામાઈયં બોલીને સાધુ થાય છે. પછી છમસ્યકાળ પૂરો કરી કેવળી થઈ તીર્થ સ્થાપે છે. તમામે-તમામ સિદ્ધ ભગવંતો ભાવસાધુપણું પામે પછી જ સકલ કર્મનો ક્ષય કરી શકે છે. આચાર્ય ભગવંત તો સાધુ થઈને જ ક્રમશઃ એ પદધારી બને છે અને એ જ રીતે ઉપાધ્યાયજી મહારાજ પણ સાધુ બનીને જ ઉપાધ્યાય થાય છે અને સાધુ ભગવંતો તો છે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org