Book Title: Navpadna Pravachano
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 101
________________ પ્રવચનઃ ૭ संपर्काधम सुलभं चरणकरणसाधकं श्रुतज्ञानम् । શ્રુતજ્ઞાન સંપર્ક અને ઉદ્યમથી સુલભ છે. સંપર્ક અને ઉદ્યમ બંને મહત્ત્વના છે. જ્ઞાનીનો સંપર્ક અને જ્ઞાન પ્રત્યેનો ઉદ્યમ. આ બે હોય તો જ્ઞાન પ્રગટયા વિના ન રહે. એકલો સંપર્ક કે માત્ર ઉદ્યમ કામ ન લાગે. બંને જોઇએ. તેમાં પણ પહેલો જ્ઞાનીનો સંપર્ક જ જોઇએ. તે પછી ઉદ્યમ કામનો છે. એક રીતે વિચારીએ તો જ્ઞાનના આઠે આચારના બીજ આ બે પદમાં તિરોહિત છે – છૂપાયેલા છે. જ્ઞાનીના સંપર્કથી જ્ઞાન કેવું મળે છે, કયારેક તો અલ્પ ઉદ્યમથી પણ કેવું મળે છે તે જાણીએ – જોઇએ તો તાજુબી થયા વિના ના રહે. મયણાસુંદરીની જ વાત લો ને. એના સમગ્ર જીવનની ઉત્તમતાની આધારશિલા તેના માતા અને અધ્યાપક છે. આ બેની બાદબાકી કરો તો મયણાના જીવનનો નકશો સાવ નિરાળો બની જશે. સાવ નાની, કુમળી વયમાં કકકો બારાખડી ને દેશી હિસાબ એટલે આંક શીખવતી વખતે તેના કોરા મન-મગજમાં કાયમને માટે અંકિત થઈ જાય તેવા પ્રભુ શાસનના કેવા મહત્ત્વના પદાર્થપાઠ ભણાવી દીધા. નીતિકારો કહે છે કે વનવે માગને તમને સંસ્કારો નાન્યથા મવેત્ ! નવા વાસણમાં, કોરા ઘડામાં જે વસ્તુ પહેલી ભરીએ તેની સુવાસ કાયમ રહે. મયણાસુંદરીને સાવ બાલ્યવયમાં એકડે એક, બગડે બે શીખવવાની વયમાં જ કેવું ઊંચું તત્ત્વજ્ઞાન શીખવાડ્યું હતું. શ્રીપાળ રાસમાં મયણાના ભણતરની વાત આવે છે અનય જાણે નવતત્વના” તમને નવતત્ત્વના નામો આવડે તો ય ભાગ્યશાળી. एगा सत्ता दुविहो नयो, कालत्तयं गइ चउक्कं । पंचेव अत्थिकाया, दव्वछक्कं सत्तनया ॥१॥ अव य कम्माई, नवतत्ताइं च दसविहो धम्मो। एगारस पडिमा, बारसवयाई गिहीणं च ॥२॥ (सिरि सिरिवालकहा) વિશ્વમાં આત્મા એક જ છે. તેને સમજવામાં ઉપયોગી નયો બે છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. આ આત્મા ભૂત-ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણે કાળમાં ટકે છે. તે આત્મા મનુષ્ય-દેવ-તિર્યંચ અને નારક એમ ચાર ગતિમાં ભમે છે. આ ચાર ગતિ જેમાં આવી છે તે લોક પાંચ પ્રકારના અસ્તિકાયથી ભરેલો છે. જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. આ જ પ્રમાણે જીવ વગેરે છ દ્રવ્યો, નૈગમ વગેરે સાતનય, જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મ, જીવ-અજીવ વગેરે નવતત્ત્વ, ક્ષમા વગેરે દશ પ્રકારનો યતિધર્મ, શ્રાવકની અગ્યાર પ્રતિમા અને ગૃહસ્થના ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130