Book Title: Navpadna Pravachano
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 114
________________ નવપદનાં પ્રવચનો કયારે મળશે? સંયમ કબધી મીલે સસનેહી પ્યારે !.. શ્રાવકમાં સર્વ વિરતિનાં ભાવ પૂર્વકની દેશવિરતિની આરાધના તો હોય જ. રાત્રિભોજન જેવા પાપથી તો તે પરિવાર વિરમેલો જ હોય. પાપથી છૂટવા માટે મનુષ્યભવ છે. શ્રાવક કુળ ને રાત્રિ ભોજન આ વિરોધાભાસ છે. એવા પણ ઉત્તમ કુળ છે કે જયાં જન્મેલા બાળકો જમ્યા પછીનાં છ મહિના પછી કદી રાત્રિભોજન કરતાં નથી. છ મહિના સુધી સ્તનપાનની અનિવાર્યતા છે. પણ છ મહિના પછી રાત્રે પાણી સિવાય કશું નહીં. જન્મથી અજૈન કુળની આ વાત છે. એ કુટુંબમાંથી દીક્ષાઓ પણ થઈ છે. એ કુટુંબના બે નિયમો જડબેસલાક. રાત્રિભોજન ત્યાગ, અને અણગળ પાણી ત્યાગ. આ તો સાવ સામાન્ય વાત છે. પણ આજના તમારા પરિવાર માટે આવી સામાન્ય વાતો પણ કેવી દુષ્કર લાગે છે. ગુજરાતમાં તારંગા પાસે એક ગામ છે. ત્યાં સાંજે ઉપાશ્રયમાં પ્રતિક્રમણમાં આખો ઉપાશ્રય ભરાઈ જાય. પર્યુષણામાં તમારે ત્યાં ભરાય છે તેમ, જોઈને અમને આશ્ચર્ય થયું. અમે પૂછયું, આજે શું છે? બધાં કહે કે આ તો અમારે રોજિંદુ છે. સાંજે સૂર્યાસ્ત થાય એટલે બધાં બજાર બંધ. દિવસ છતાં વાળુ કરી લેવાનું. પછી શું કામ હોય. ઓટલા પરિષદ છે નહીં એટલે બધા પ્રતિક્રમણ કરવા આવે. સૂત્ર પણ ભણે. નવા નવા સ્તવન, થોય પણ શીખે. આમ એક રાત્રિભોજન ત્યાગરૂપ પાપવિરતિ આવે તેની આંગળીએ કેટલાં ઉત્તમ આચારો આવે. એક પાપવિરતિ સ્વરૂપ સામાયિકનો નિયમ હોય તો કેટલો લાભ થાય. આ સામાયિક જેવો વિરતિ ધર્મ દેવલોકમાં થઈ શકતો નથી. એટલેજ ઈન્દ્ર જેવા ઈન્દ્ર પોતાની સભામાં બેસતી વખતે "વિરતિ"ને પ્રણામ કરીને ઈન્દ્ર સભામાં બેસે.” શા માટે ઇન્દ્ર મહારાજા સામાયિક કરી શકતા નથી? ત્યાં સામાયિકનાં ઉપકરણો મુહપત્તિ, કટાસણું, ચરવળો નથી ! માટે? સભા : ના... ના... તો શું કારણ છે? કારણ એ છે કે અતિશય પુણ્ય હોવાનાં કારણે જેવી ઈચ્છા કરે કે તુર્ત તે પૂર્ણ થાય "પર્યાવંતને સિદ્ધિની ઈચ્છા માત્ર વિલંબ”. માનો કે ઈન્દ્ર સામાયિક લઈને બેઠાં. કાયાને બેસાડો પણ મન ચંચળ છે. એમાં પણ અતિ દુઃખમાં અને અતિસુખમાં મન વધુને વધુ ચંચળ હોય છે. નરકમાં પણ એ જ દશા છે. એવા ચંચળ મનમાં ઇન્દ્રને જેવો વિકલ્પ ઉઠે તે જ ક્ષણે વૈક્રિય શરીરથી ત્યાં હાજર. પેલો દેવ શું કરે છે? એવો વિચાર આવતાવેંત પેલો દેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130