Book Title: Navpadna Pravachano
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 122
________________ પ્રવચનઃ ૯ તપ કરીએ સમતા રાખી ઘટમાં... આજે ઓળીનો છેલ્લો દિવસ, તપપદનો દિવસ. સાથે ચૈત્રી પૂનમ. શ્રી ૠષભદેવનાં પ્રથમ ગણધર શ્રી પુંડરિક સ્વામીજી પાંચ ક્રોડ મુનિવરો સાથે મોક્ષે પધાર્યાનો દિવસ. આજે નવપદનું માંડલુ રચાશે. તેમાં સિદ્ધપદની પાસે જ આ તપપદનું સ્થાન છે. એટલે સાધુપદ, તપપદ અને સિદ્ધપદ એમ ક્રમસર આવે. સિદ્ધપદનું અનન્ય કારણ તપ છે. સિદ્ધ થવું હોય તેને તપ કરવું પડે. પ્રભુના શાસનમાં તપ શબ્દની વ્યાખ્યા અને તેના ભેદની વિચારણા ખૂબ હેતુપૂર્વકની છે. તમને આયંબિલ જેવું તપ કોઇ પણ ધર્મમાં નહીં મળે. આપણે સામાન્ય રીતે પોતાના ઘરના ઘરમાં રહેવા ઇચ્છીએ છીએ. એ ન મળે તો કોઇ મિત્રના ઘરમાં રહીએ છીએ. પણ કયારેય શત્રુના ઘરમાં રહેવા ઇચ્છતા નથી. ઉપવાસ એ ઘરનું ઘર છે. આયંબિલ એ મિત્રનું ઘર છે અને વિગઇ એ શત્રુનું ઘર છે. આયંબિલ એ એવું તપ છે જે ધારો તો લાંબા કાળ સુધી કરી શકો. તપાગચ્છનાં પ્રવર્તક આચાર્યશ્રી જગચંદ્રસૂરીશ્વરજીએ આ તપ જીવનભર કર્યું હતું. આઠે કર્મમાં જેમ મોહનીય કર્મ જીતવું દુષ્કર છે, તે રીતે પાંચ ઇન્દ્રિયોમાં રસનેન્દ્રિયને જીતવી મુશ્કેલ છે. રસનેન્દ્રિયને જીતવાનો ઉપાય આયંબિલ તપ છે. શાસ્ત્રમાં જે ચાર પ્રકારનાં કર્મ બતાવ્યા છે. બદ્ધ, સ્પષ્ટ, નિધત્ત, અને નિકાચિત. તે ઉત્તરોત્તર અતિ અતિ નિબિડ છે. તેમાં પણ નિકાચિત કર્મ તો અવશ્ય ભોગવવા જ પડે છે. આવા નિકાચિત કર્મો પણ આ તપ વડે ખરી પડે છે. આ અવસર્પિણીમાં થયેલા ચોવીશ તીર્થકરોમાં આપણા આસન્ન ઉપકારી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીજીએ સૌથી વધુ તપ કર્યું છે. ‘સાડા બાર વરસ જિન ઉત્તમ વીરજી ભૂમિ ન ઠાયા હો.' "ઘોર તપે કેવલ લહ્યા તેહના પદ્મ વિજય નમે પાયા” પ્રભુજી સાડાબાર વર્ષમાં કયારે પણ આપણી જેમ લાંબા થઇ સૂતા નથી. સાડા બાર વર્ષમાં માત્ર બે ઘડીની નિદ્રા ! અને જે તપ કર્યું તે તપ પણ કેવું ! વઘીને પ્રભુએ છ મહિનાનું તપ કર્યું છે. એવા લાંબા ૧૮૦ ઉપવાસનું પારણું થયું પછી એમ નહીં કે હવે થોડા દિવસ આરામ રાખીએ. પછી કરીશું. પારણાંને બીજે દિવસે જ વળી તપ શરુ. અને એ જે તપ કર્યું તે બધું નિર્જળ કર્યું – ચોવિહારું કર્યું. ચાહે તેવો ઉનાળો હોય તો પણ. આવા તપ પણ અભિગ્રહ વાળા કર્યા. જેમ કે Jain Education International For Private & Personal Use Only ૧૦૦ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130