Book Title: Navpadna Pravachano
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 127
________________ નવપદનાં પ્રવચનો આરાધનાનું એકાસણું આટલું તો પ્રાણાંતે પણ કરવું જ જોઇએ. આવો નિર્ધાર હોવો જોઇએ. નિત્ય રાત્રિ ભોજનનો ત્યાગ, પાંચ તિથિ અને અમાસ – પૂનમ લીલોતરીનો ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન, આટલા સંસ્કાર તો જડબેસલાક હોવા જોઇએ. આખા વર્ષમાં આપણા તપના દિવસ ભેગા કરીએ તો માંડ દસ - બાર દિવસ થાયથ અને બાકીના બધા પારણાના. એક એવા મહાપુરુષ થઇ ગયા કે, જેઓનાં જીવનમાં એક વર્ષમાં માત્ર ચોત્રીશ જ પારણાના દિવસો આવતા હતા. તેઓનું નામ કૃષ્ણર્ષિ હતું. यो मित्रव्ययदुःखतो व्रतमधाद् योऽभिग्रहान् दुर्ग्रहान्, दध्रे व्याल विषाकुलान् पदजलैरुज्जीवयामास यः । प्रत्यब्दं चतुरुत्तरां व्यरचयद् यः पारणां त्रिंशतं स क्ष्मापालविबोधनः शमधनः कृष्णर्षि रास्तां मुदे ||१|| જેણે મિત્ર વિયોગ દુઃસહ થતાં દીક્ષા લીધી આકરી, ધાર્યા ઘોર અભિગ્રહો પદ જલે, દૂરે કીધાં ઝેરને, આખા વર્ષ વિષે સદા તપ કરે ને ચોઞીશ પારણા, તે રાજ પ્રતિબોધદાયિ ભગવન્, કૃષ્ણર્ષિને વંદના. એવા એવા ઘોર તપ કરે, અભિગ્રહ ધારણ કરે તેથી ઘણી ઘણી લબ્ધિ-શકિત પ્રગટી હતી. તેમનાં પગ ધોયેલા પાણીથી ઝેર ઉતરી જતાં: તેઓ જયાં પારણાં કરે તે સ્થાને શ્રાવકો ચૈત્યનું નિર્માણ કરતાં, કારણ કે આવા મહા તપસ્વી જે ભૂમિ પર બેઠાં હોય તે ભૂમિનો આનાથી ઉતરતો ઉપયોગ ન થવો જોઇએ. ચઢિયાતો જ ઉપયોગ થવો જોઇએ. તેમનાથી ચઢિયાતા તીર્થંકર પરમાત્મા છે. એટલે તેમનું ચૈત્ય બનાવતાં. તેઓ મુખ્યત્વે નાગોર (રાજસ્થાન) તરફ વિચરતા હતા. તેઓ ઘોર તપ – પરીષહ સહતાં તેથી તેમનું શરીર શ્યામ પડી ગયું હતું. તેઓને ખબર પડે કે મારા મળ-મૂત્ર શ્લેષ્મ, થૂંકમાં રોગહર શકિત છે. લબ્ધિ છે. એવી અહીંનાં લોકોને ખબર પડી છે. તે જ ક્ષણે તેઓ એ ગામથી વિહાર કરી જાય. આવી નિસ્પૃહતા તેઓમાં હતી. આ નિસ્પૃહતા એ પણ મહાન તપ છે. આત્યંતર તપ છે. ગમે તેવા પ્રચંડ દુઃખ કે પરિતાપને કોઇને પણ દોષ દીધા વિના સહન કરી લેવા તે પણ તપ છે. ક્ષમા પણ એક તપ છે. આવા તપ ટેવ પાડવાથી શકય બને છે. હવે આપણે નવ દિવસની આરાધનાનો ઉપસંહાર વિચારી લઇએ. ૧૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130