________________
પ્રવચન૯
વર્ણન આ આગમ સિવાય કયાંય જોવા નહીં મળે. એમાં આખા શરીરના અંગોપાંગનું વર્ણન છે. મગધ સમ્રાટ શ્રેણિકે પ્રભુને પૂછયું છે કે, આપના શિષ્યોમાં ઉત્કૃષ્ટ અણગાર કોણ છે?
મુનિવર ચૌદ હજારમાં, શ્રેણિક સભા મોઝાર વીર નિણંદ વખાણીયો, ધન ધન્નો અણગાર.”
પ્રભુ તો જે પ્રશ્ન જયારે પૂછાય તે ક્ષણે જે મુનિની પરિણતિ નિર્મળ હોય, વર્ધમાનભાવે હોય, ચઢીયાતી હોય તેનું નામ દે. પ્રભુના જ્ઞાનમાં તે વેળાએ આ કાકંદી નગરીના બત્રીશ રમણી આદિ ધન-ધાન્ય પરિવારને વૈરાગ્યથી ત્યજનારા ધન્ના અણગાર હતા. એટલે કહ્યું, ધન્ના કાકંદી ઉત્કૃષ્ટ અણગાર છે. તે વખતે તેઓનો ચારિત્રપર્યાય માત્ર નવ મહિનાનો હતો. નવ મહિના સંયમધર્મની નિર્મળ આરાધના કરીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા.
જયારે તેઓ એ તપ કરતાં ત્યારે આહાર નિરસ વાપરતાં. તપ પરીષહ-ઉપસર્ગ સહીને કાયાની મમતા ઉતારી દીધી હતી.
'વપિ તિસ્પૃ:” શ્રેણિક તેમને વંદના કરવા ગયા. તેમને જોયા તો તેમનું શરીર કૃશ થઈ ગયું હતું. હાથની આંગળીઓ સાંગરી જેવી થઈ ગઈ હતી. કાન સુકાયેલાં, કોઠીંબડા જેવા થઈ ગયા હતાં. પગનાં તળિયા લાકડાની સપાટ જેવા થઈ ગયા હતા. ચાલે ત્યારે શરીર ચાલતું હોય તેવું ન લાગે પણ નીવો નીવેન છે | આત્મા જ સ્વશક્તિથી ચાલે છે તેમ લાગે. ચાલે ત્યારે કોલસાથી ભરેલું ગાડું ચાલે અને જે અવાજ આવે તેવો અવાજ આવતો હતો. કાઉસ્સગ્ગ ધ્યાને ઊભા હોય ત્યારે સુકાયેલા ઝાડનું ઠુંઠું ઊભું હોય તેમ લાગે. આપણો આ આદર્શ છે.
આપણે તો તપ કરીએ. પણ શરીરને ગોબો ન પડે તેની કાળજી રાખીએ. એક એકાસણું કરીએ તો પણ પહેલાં નવકારશીનું વાપરીએ વચ્ચે બપોરનું જમણ અને છેલ્લે સાંજનું વાળનું વાપરીને એકાસણું પૂરું કરીએ. ઓળી, વર્ધમાન તપનો પાયો, ઉપધાન, અઠ્ઠાઈ, આ બધાં નૈમિત્તિક તપ કરીને રાત્રિભોજન ત્યાગ, કંદમૂળ, અભક્ષ્ય ત્યાગ, દ્વિ દળ ત્યાગ, ઉકાળેલું પાણી પીવું, નવકારશી વગેરે નિત્ય તપ શરૂ કરવા જોઈએ. બાર મહિનામાં મહત્ત્વનાં પર્વ દિવસોમાં તો અવશ્ય તપ કરવું જ જોઈએ. અઠ્ઠાઈ ઘર, સંવત્સરી, જ્ઞાન પાંચમ, મૌન એકાદશી, ત્રણ ચોમાસી, આટલા ઉપવાસ, બે શાશ્વતી ઓળીમાં બે આયંબિલ, માગશર વદિ દશમનું પાર્શ્વનાથ પ્રભુની
૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org