________________
નવપદનાં પ્રવચનો
પૂર્ણ થયો જાણી પ્રભુ પધાર્યા અને અડદનાં બાકુળાની ભિક્ષા લીધી.
આ વાત તર્કથી પણ અસંગત છે અને શાસ્ત્રથી પણ સંગત નથી. પ્રભુ જેવા પ્રભુ એક વાર જાય, અભિગ્રહ પૂર્ણ ન થાય અને તે જ વખતે થોડી વાર રહી ફરી ત્યાં પધારે ? આ કેમ મનાય? વળી આવશ્યક સૂત્રની ચૂર્ણિ જેવા પ્રાચીન ગ્રંથમાં અને તે પછીનાં શ્રી વર્ધમાન સૂરિ રચિત મનોરમા કહા વગેરે ગ્રંથમાં સ્પષ્ટ છે કે જયારે પ્રભુ પધાર્યા ત્યારે પોતાનાં પૂર્વના રાજકુંવરીના જીવનના દિવસો સંભારી તે રડતી જ હતી. રુદન પ્રભુ પાછા ફર્યા તે નિમિત્તનું નથી પણ પોતાના જ જીવનના દુઃખનું છે. એટલે આપણે હવે આ પ્રભુનાં પ્રસંગમાં આટલો ફેરફાર કરવો જોઇએ.
આટલું પ્રાસંગિક વિચારીને આપણે મૂળ વાત પર આવીએ. પ્રભુએ પણ પોતાનાં સકલ કર્મનો ક્ષય એ જ ભવમાં જાણેલો, જોયેલો છતાં આવું ઘોર તપ કર્યું. તપ વિના આત્માની સુષુપ્ત શક્તિ જાગૃત થતી નથી. પૂજય ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે આત્મિવિત સમુથાને ચેતવૃતિ નિરોધને આત્માની શકિત જાગૃત કરે અને મનની વૃત્તિને સુષુપ્ત કરે. લબ્ધિ શબ્દનો અર્થ શકિત થાય છે. અત્યંતર તપની પુષ્ટિ માટે બાહ્ય તપ કરવાનું છે. અત્યંતર તપથી વીર્ય સ્કુરાયમાન થાય અને આત્માની અચિત્ય અને અનંત શકિત છે, તેનો ઉઘાડ થાય છે. આવી શક્તિના ઉઘાડનું - લબ્ધિની પ્રાપ્તિનું એક માત્ર કારણ તપ છે. આવું તપ તે જ આપણું લક્ષ્ય છે. તપ અણાહાર સ્વરૂપ છે. આહાર તે સંસારનો પર્યાય છે. જયાં આહાર ત્યાં સંસાર. જયાં આહાર નથી ત્યાં સંસાર નથી. સિદ્ધ ભગવંતો અશરીરી છે. માટે અણાહારી છે. તે સંસારી નથી. પણ મુકત છે. એટલે નૈમિત્તિક - બાહ્ય તપ કરીને નિત્ય-અભ્યતર તપના સંસ્કાર દ્રઢ કરવાના છે. આવું તપ કરનારા એવા એવા આત્માઓ પ્રભુના શાસનમાં શ્રી સંઘમાં સંખ્યાબંધ થયા છે. આપણી પાસે સમયની મર્યાદા છે. એટલે માત્ર બે ઉદાહરણ જોઈશું. એક પ્રભુ મહાવીરના કાળનું ઉદાહરણ અને બીજું તેઓનાં નિર્વાણ પછી આઠસો વર્ષ પછી થયેલા મુનિનું ઉદાહરણ જોઇશું.
શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના સમયનું ઉદાહરણ એટલે સ્વનામધન્ય કામંદી નગરીના ધન્ના અણગાર. આ તપોધન મુનિરત્નનું નામ અને જીવન પ્રસિદ્ધ છે. અનુત્તરોપપાતિક આગમમાં તેઓનું વર્ણન છે.
વિશ્વની વિવિધ ભાષામાં રાજા-મહારાજા, રાણી-મહારાણીના અલંકાર-પ્રચુર વર્ણનો ઘણાં મળશે પણ એક તપસ્વી મુનિનું આવું આદર્શ
૧૦૩ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org