Book Title: Navpadna Pravachano
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 128
________________ પ્રવચનઃ ૯ આજે તપ છે અને આવતી કાલે પારણા આવશે. ‘તપસ્વિનાં પારણકે પરીક્ષા । ‘આવતી કાલે લોલુપતા ન જાગે ચિત્ત વૃત્તિ ઉપર સંયમ રહે તો માનવું કે તપ પરિણત થયું છે. તપ કરવું એ એક વાત છે અને તેને પરિણમાવવું તે બીજી વાત છે. જેમ ખોરાક ખાવો અને ખાધેલો ખોરાક પચાવવો બંને અલગ છે. તેમ આ પણ એના જેવું જ છે. જે ધર્મ કરીએ તે પરિણમવો જોઇએ. આવતી કાલે પ્રભુની આડંબરપૂર્વક નૈવેદ્ય પૂજા કરી આહારની આસક્તિ કેમ કરી છૂટે તેવી પ્રાર્થના કરવાની છે. હવે આપણા પાપો ચાલુ છે. વિરતિ લેવાતી નથી, લેવા માટે જોઇતી શકિત નથી, એટલે અશકિત છે. તેથી પાપ છે. આકિત છે, માટે પાપ છે, એવું નથી. આટલું તો અંકે થઇ જવું જોઇએ. એટલે કે આપણા પાપો આસકિતના નહીં પણ અશકિતનાં હોવા જોઇએ. આવા પરમ તપોમય જીવન જીવનારા દેવ, ગુરુ ને ધર્મ મળ્યાં. લોકોત્તર શાસન મળ્યું એટલે વિશ્વાસ જન્મવો જોઇએ કે, મિથ્યાત્વ ટળશે, અને સમ્યક્ત્વ મળશે. સમ્યક્ત્વ મળ્યું, મિથ્યાત્વ ટળ્યું એટલે મનની રુક્ષતા કિતતા અને રકતા જશે અને તેને સ્થાને પ્રભુનાં સ્મરણની ભીનાશ, પ્રભુના નામની ભરપૂરતા અને પ્રભુની કૃપાની સમૃદ્ધિથી ચિત્ત ઉભરાવા લાગશે. પ્રભુની કૃપાથી જ આ સાધ્ય છે. દર્શન દુ ર્લભ સુ લભ કૃપા થકી’ પ્રભુના શાસનની ત્રિકરણ યોગે કરેલી આરાધનાનું ફળ વાયા નથી મળતું. વાયદે પણ નથી મળતું. અમૃત ક્રિયા માટે કહ્યું છે ને "ફળ તિહાં નહીં આંતરો જી” આપણે આ આરાધનાનું ફળ સમ્યક્ત્વ આ દેહ બદલાય તે પહેલાં જોઇએ છે. આવી નવપદજી મહારાજની નવ દિવસની આરાધનાના પ્રભાવે જીવતાં ખુમારી, મરતા સમાધિ અને પરલોકે સદ્ગતિ જરૂર મળશે. કારણ કે પ્રભુ સાથેનું અનુસંધાન જોડયું છે. પાપ સાથેનો અનુબંધ તોડયો છે. તેથી પ્રભુનું અનાયાસ સ્મરણ સતત રહે છે અને સંસારની પાપ પ્રવૃત્તિ પ્રત્યે હવે સહજ અકા૨ણ અણગમો જાગ્યો છે. આ સામાન્ય ઉપલબ્ધિ નથી. શ્રીપાળને પણ નવ નાટકશાળા મળી હતી પણ કયારે પણ તેણે એ નાટકો ટીકી ટીકીને જોયા નથી. સુરસુંદરી એ નાટકશાળામાં હતા પણ તેમને તો સાવ Jain Education International For Private & Personal Use Only ૧૦૬ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130