Book Title: Navpadna Pravachano
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 118
________________ નવપદનાં પ્રવચનો શ્રાવકે ઓછામાં ઓછાં જે બે વ્રતો લેવાનાં કહ્યા છે, તેમાં એક પરિગ્રહ પરિમાણ વ્રત અને બીજું આ સામાયિક વ્રત. સાયામિક વ્રતના પાલનથી તેનો પ્રાણાતે પણ ભંગ ન થાય તેમ કરવાથી વ્રતની રક્ષા થાય છે. ચારિત્ર ધર્મની દ્રઢતાનું એક દ્રષ્ટાંત ઔપપાતિક સૂત્ર આગમમાં આવે છે. અંબડ પરિવ્રાજકનાં સાતસો ચેલા ની વાત છે. શ્રી કેશી ગણધર મહારાજે જેવો ઉપકાર રાજા પ્રદેશી ઉપર કર્યો છે. તેવો જ ઉપકાર આ અંબડ પરિવ્રાજક ઉપર કર્યો છે. અંબડ બહુ સમર્થ માંત્રિક હતા. દેશ વિદેશમાં ફરતા હતા માટે પરિવ્રાજક કહેવાતા. સમૃધ્ધ હતાં. કેશી ગણધર મહારાજનાં પરિચયમાં આવ્યા. ધર્મોપદેશ સાંભળી સમ્યકત્વનો સ્વીકાર કર્યો. બાર વ્રત લીધાં. શ્રાવક ધર્મ સાંભળે એટલે વ્રત લીધા વિના ન રહે. પુણ્ય હતું તેથી તેમનાં સાતસો અનુયાયી હતા. તે પણ બાર વ્રતધારી હતા. અણુવ્રતો ગુણવ્રતો અને શિક્ષાવ્રતોનું પાલન અણિશુધ્ધ કરતા હતા. ધર્મનો રંગ "ફાટે પણ ફીટે નહીં પડી પટોળે ભાત” ની જેમ લાગેલો હતો. શુભવીર વિજયજી મહારાજ કહે છે. “રંગ લાગ્યો ચોળ મજીઠ રે, નવિ જાયે ડાકણ દીઠ રે.” આવો રંગ ધર્મનો લગાડવાનો છે. વ્રત વ્હાલા છે કે પ્રાણ વ્હાલા છે. તો કહે કે વ્રત વ્હાલા છે. પ્રાણના ભોગે વ્રતને પાળીશું. પ્રાણ તો ભવોભવ મળશે. પણ વ્રતનું પાલન તો અહીંજ મળ્યું છે. એ સાતસો ચેલા એક સાથે એકગામથી બીજે ગામે વિચારતા હતા. એક વખતની વાત છે. ઉનાળાના દિવસો હતા. જેઠ મહિનો. બપોરનો સમય. ગંગા નદીનાં કાંઠે કાંઠે કપિલપુર નગરથી પુરિમતાલ નગર જઈ રહ્યા હતા. સાથે પાણી રાખ્યું હતું. થોડે ગયા પછી રસ્તો ભૂલી ગયા. બધા રહ્યા તો સાથે જ. પણ મૂળ રસ્તાથી દૂર નીકળી ગયા. ધાર્યા કરતાં સમય વધારે વીત્યો. સાથે રાખેલું પાણી વપરાઈ ગયું. એક તો ઉનાળો, માથે સૂરજ તપે, ભૂલા પડેલાં, થાક ચઢેલો, એટલે તરસ કહે મારું કામ... સામે ગંગા બે કાંઠે વહે. નિર્મળ જળ દેખાય. પણ અદત્તાદાન વિરમણ વ્રત છે. જળ છે. પણ કોઇક આવે અને આપે તો લેવાય. જાતે ન લેવાય. ભર ઉનાળે, ભર બપોરે, અડાબીડ જંગલમાં ચકલું પણ ન ફરકે તો માણસ કયાંથી મળે. એક કવિએ ગ્રીષ્મ ઋતુનું વર્ણન સુંદર કર્યું છે - આ તપમાં ઊભા પહાડ, અને આ જપમાં બેઠાં ઝાડ.” ચકલુંયે ના ફરકે, જાણે ધોળે દિવસે વાડ” (જયંત પાઠક). આ બાજુ આ સમયે પાણી દેનાર ન મળે, તો શું કરવું? જીવ વ્હાલો છે. ૯૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130