Book Title: Navpadna Pravachano
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 105
________________ પ્રવચનઃ ૭ ભવ હતો. એક દિવસ તેમના એક મિત્ર તિર્યજાંભુકદેવની પ્રેરણાથી તેમની સાથે અષ્ટાપદ તીર્થની યાત્રાએ દર્શન-વંદન-પૂજન કરવા ગયા. યોગાનુયોગ આ જીવોની ભવિતવ્યતા ઊજળી હશે કે એજ દિવસે પ્રથમ ગણધર, ચાર જ્ઞાનનાં ધણી, અનંત લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી ભગવાન પણ અષ્ટાપદ તીર્થે યાત્રા નિમિત્તે પધાર્યા. નિરંતર તપ કરીને સાવ કૃશ ને દુર્બળ થઈ ગયેલા તાપસો જોતાં રહ્યા, વિચારતા રહ્યા કે, "કિમ ચઢસે દ્રઢકાય ગજ જિમ દીસે ગાજતો એ” અને ગૌતમ મહારાજા તો સૂરજના કિરણ પકડીને સડસડાટ ઉપર ચઢી ગયા. ગૌતમ મહારાજાનું હૃષ્ટપુષ્ટ શરીર, સુવર્ણવર્ણની કાયા. તેઓ દર્શન-વંદન કરી રહ્યા હતા. સ્તુતિ બોલી રહ્યા હતા – નચિંતામણિ નર્મદના ન કરવવું અને પેલા દેવ પ્રભુને જોવાને બદલે આ ગૌતમ મહારાજાને જ ટગર-ટગર જોયા કરતાં હતાં. ગૌતમ મહારાજા તો સૌભાગ્યના ભંડાર હતા. જોતાંવેત ગમી જાય તેવા હતા. આ દેવને પણ જોઈને “મનમાં લાગ્યા મીઠાં. પણ બીજી બાજુ મનમાં મૂંઝવણ થવા લાગી. તેમણે એવું સાંભળ્યું હતું કે – સાધવસ્તુ તપથના સાધુઓ તો તપસ્વી હોય અને તપસ્વી કૃશકાય હોય - દુર્બળ હોય. જયારે આતો હૃષ્ટ-પુષ્ટ છે. આમ કેમ? આ વિચારણામાં તેઓ દેરાસરની બહાર આવ્યા. ત્યાં ગૌતમ મહારાજા વિરાજમાન હતા. - શ્રી ગૌતમ મહારાજાને મન:પર્યવજ્ઞાન હતું પણ જવલ્લે જ તેઓ જ્ઞાનનો ઉપયોગ મૂકતાં. પણ આ દેવનું ભાવિ ઉજવલ હશે તે તેમણે ઉપયોગ મૂકયો, અને આ દેવના મનમાં ચાલતી શંકા જાણી. ગૌતમ મહારાજા વિચારતા હતા ત્યાં આ દેવે કહ્યું કે કાંઈક ઉપદેશ પ્રદાન કરો. આવા પુરુષ માટે કહેવાય છે કે ફેશન એવનાથ શિષ્યયવાનુII | તેઓ શ્રોતાના આશયને અનુરૂપદેશના આપતા હોય છે. શ્રોતાઓ વકતાની લગામ છે. શ્રોતા જો જ્ઞાતા હોય તો વકતાનું જ્ઞાન ઘણું પ્રકટ થાય. ઉપાધ્યાયજી મહારાજ જેબ્રાસમાં કહે છે કે – જાણજ શ્રોતા આગળ વકતા કલા પ્રમાણ.” તેઓએ શ્રોતા માટે પ્રસંગે-પ્રસંગે ઘણું લખ્યું છે. તેઓએ અગીયાર અંગની અગ્યાર સજઝાય લખી છે તેમાં પણ લખે છે કે જે શ્રોતા સાંભળીને આચરણ કરે "તેહવાને તમે ધર્મ સુણાવો ફલ લીયે રોકારોક" બાકીના તો " કંઠ શોષ કરાવે ફોક.“ શ્રોતા માટે કહ્યું છે કે મધ્યસ્થી વૃદ્ધિમાનર્થી શ્રોતા પુત્ર તિ મૃતઃ | શ્રોતાની સંખ્યા ભલે ઓછી હોય પણ તેના અંદરના સ્રોત ચાલુ હોય તો થોડાં પણ તરી જાય. શ્રોતા યોગ્ય ૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130