Book Title: Navpadna Pravachano
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 85
________________ પ્રવચન: ૫ આવી રીતે સામા જીવે કરેલા ઉપસર્ગોને સહીને, સામા જીવના ઉર્વારોહણમાં સહાયક બનીને, પોતાના આત્માનું હિત સાધે તેવા સાધુ હોય. આવું સાધુપણું લેવા જેવું લાગે તેને શ્રાવક કહેવાય. યોગશાસ્ત્રમાં શ્રાવકના વિશેષણોમાં વિશેષણ છે. યતિધર્માનુરસત્તાનામ્ | શ્રાવક સાધુધર્મના અનુરાગી હોય. તેને સાધુતા વાંદવા જેવી ને લેવા જેવી લાગે. સાધુને નિત્યવંદના પણ સાધુતાના અનુરાગી થવાના હેતુથી કરવાની છે. ચાર બુદ્ધિના નિધાન મંત્રીશ્વર અભયકુમારને મગધ દેશનું વિશાળ સામ્રાજય અને સાધુધર્મ બેમાંથી એક પસંદ કરવાની દ્વિધા થઈ ત્યારે તેમણે કશા ખચકાટ વિના, હેજપણ અચકાયા વિના મગધદેશના સામ્રાજયને નહીં પણ એ સામ્રાજયનો અધિપતિ પણ જેના ચરણ પૂજે એવા સાધુધર્મને પસંદ કર્યો. જેના કારણે તેમણે નિશ્ચિત્ત મને અને નિશ્ચિતપણે આ સાધુપદ પસંદ કર્યું તે સમ્યગ્દર્શનનું સ્વરુપ શું હોય? જેના પ્રભાવે શ્રાવકને સાધુપણું ગમે અને તે લેવાના ભાવ મનમાં રમે તે સમ્યગ્દર્શન કેવું હોય ? ઇત્યાદિ અધિકાર શાસ્ત્રકાર મહારાજા સમજાવશે. અગ્રે અધિકાર વર્તમાન જોગ. ધન્ય તે મુનિવરા રે ! ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે છે ભવસાગર લીલાએ ઉતરે, સંયમ કિરિયા નાવે ધન્ય. ૧ ભોગપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહપરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા ધન્ય. ૨ જ્ઞાનવંત જ્ઞાનીશું મળતા, તન મન વચને સાચા; દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા ધન્ય. ૩ મૂલ ઉત્તર ગુણ સંગ્રહ કરતા, તજતા ભિક્ષા દોષો; પગ પગ વ્રતદૂષણ પરિહરતા, કરતા સંયમ પોષો ઘન્ય.૪ મોહ પ્રતેં હણતા નિત આગમ, ભણતા સદ્ગુરુ પાસે; દૂષમકાલે પણ ગુણવંતા, વરતે શુભ અભ્યાસે ધન્ય.૫ છä ગણઠાણું ભવ અડવી, ઉલ્લંધણ જેણે લહિ; તસ સોભાગ સકલ મુખ એકે, કેમ કરિ જાએ કહિઉં? ધન્ય. ગુણઠાણાની પરિણતિ જેહની, ન છીપે ભવ જંજાલે; જ રહેશેલડી ઢાંકી રાખી, કેતો કાલ પરાલે? ધન્ય. ૭ તેહવા ગુણ ઘરવા અણધીરા, જો પણ સૂવું ભાખી જિનશાસન શોભાવે તે પણ, સુધા સંવેગપાખી ધન્ય. ૮ ઉપાધ્યાયજી -કૃત ૩૫૦ ગાથા સ્તવન. ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130